gor ane chana khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને જણાવીશુ કે ગોળ અને ચણા ખાવાથી શરીરને કયા કયા લાભ થાય છે. આયુર્વેદમાં પણ ગોળ અને ચણા ખાવા એ સ્વાસ્થ્ય માટે ઘણો જ લાભદાયી છે એમ કીધું છે. ૯૦% ટકા લોકો ગોળ અને ચણા ક્યારે ખાવા અને કેવી રીતે ખાવા એ જાણતા જ નથી. જ્યારે પણ આપણને જમ્યા પછી ભૂખ લાગે છે ત્યારે આપણે શું કરીએ છે? કોફી કે ચાલે છે અથવા વેફર બિસ્કીટ એવું કંઈ પણ ખાઈ લઈએ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

જો એની જગ્યાએ આપણે એક નાની વાટકી ગોળ અને ચણા ખાઈ એ તો આપણી ભૂખ પણ દૂર થશે અને સાથે સાથે આપણા શરીરને જરૂરી મિનરલ્સ, વિટામિન પણ મળી રહેશે.  ગોળમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે અને ચણામાં કેલ્શિયમ આયર્ન અને શરીરને જરૂરી એવા વિટામિન ભરપૂર માત્રામાં છે.

હંમેશા ચણાને એના છોકરા સાથે ખાવા જોઈએ. છોકરા સાથે ખાવાથી એના બધા જ ગુણ ધર્મ આપણને મળે છે. શિયાળાની સિઝનમાં ગોળ અને ચણાને સાથે ખાવાથી શરીર આખું વર્ષ નીરોગી અને સ્વસ્થ બની રહે છે. ગોળ અને ચણા બંને સ્વાસ્થ્ય માટે ઘણાં જ લાભદાયી છે.

ગોળ અને ચણા સાથે ખાવાથી તમને ત્રણ ઘણા ફાયદા મળે છે. ચણામાં પ્રોટીન તો બીજી બાજુ ગોળ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. જેનાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ખાલી પેટ ગોળ અને ચણા સાથે ખાવાથી વધારે ફાયદો થાય છે સાથે વજન ઘટાડવા માટે સોનાની સાંજના નાસ્તામાં પણ લઇ શકો છો. 

ગોળ અને ચણા એક સાથે ખાવાથી થતા અદભુત ફાયદાઓ:  ૧) લોહીમાં આયર ની ખામી ઘણી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓને એમના આહારમાં આયર્ન ભરપૂર વસ્તુઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જેમાં ચણા અને ગોળ બેસ્ટ ઓપ્શન છે. સાથે સાથે ગોળ અને ચણા ખાવાથી શરીરમાં ક્યારેય પણ લોહીની ઉણપ નથી થતી.

૨) ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે આપણી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે વર્કઆઉટ કરતા હોય તો તમારે ચણા અને ગોળનું સેવન જરૂરથી કરવું જોઈએ. કારણ કે ગોળ અને ચણા સાથે ખાવાથી માંસપેશીઓ મજબૂત બનવાની સાથે સાથે શરીરને તાકાત પણ મળે છે.

૩) શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થવાના કારણે તને એસિડિટીની સમસ્યા ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં ગોળ અને ચણા ખાવા વધારે ગુણકારી છે. એમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને સારી રાખે છે.૪) ગોળ અને ચણા ખાવાથી દિમાગ તેજ બને છે. આમાં વિટામિન બી હોય છે જે યાદ શક્તિને વધારે છે એટલે જ નાના બાળકો જો ગોળ અને ચણા ખાય તો એમની યાદશક્તિ ખૂબ જ સારી રહે છે.

૫) જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ ગોળ અને ચણા નું સેવન જરૂર કરો આનાથી મેટાબોલિઝમ વધે છે. જેના કારણે વજન ઝડપથી ઓછું થાય છે. ૬) રોજ સવારે નાસ્તામાં અથવા બપોરે જમવાના પહેલા ૫૦ ગ્રામ ચણા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. જેના કારણે તમે બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શન થી બચી શકો છો.

૭) ગોળ અને ચણા થી આપણા શરીરમાં બ્લુડ સુગર મા કંટ્રોલમાં રહે છે. સાથે સાથે ગોળ નેચરલ શુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી કરતી. આ જ કારણ છે કે ગોળ અને ચણા ડાયાબિટીસ પેશન્ટ માટે ફાયદાકારક છે.

૮) ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં ઝિંક  હોય છે. નિયમિત આનું સેવન કરવાથી ત્વચામાં સુંદરતા આપે છે અને ચામડીને તડકા થી થતા નુકસાન સામે રક્ષણ મળે છે. વધારે માત્રામાં ગોળ અને ચણા ખાવાથી તમારા ભોજન પર આની અસર થઈ શકે છે અને તમને ભૂખ ન લાગવાની સમસ્યા થઈ શકે છે એટલે ગોળ અને ચણા નું સેવન ધ્યાન પૂર્વક કરવું જોઇએ, અને વધારે માત્રામાં લેવું ન જોઈએ.

ગોળ ચણા વધારે લેવાથી શરીરમાં પ્રોટીનની માત્રા માં વધારો થાય છે. એના લીધે શરીરમાં યુરિક એસિડ વધે છે. જે શરીર માટે હાનિકારક છે. કહેવામાં આવે છે કે કોઈપણ વસ્તુ વધારે માત્રામાં ઝેર સમાન છે એનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા