gharelu upchar for cough in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હાલમાં જે વાઇરસનો સમય ચાલી રહ્યો છે. ઘણાને ન્યુમોનિયાની અસર છે અને હવે તો નવો રોગ આવ્યો છે મ્યુકોરમાઇક્રોસિસ. આ બધા રોગ તમને નથી થયા અને તેમને સામાન્ય શરદી-ઉધરસ, તાવ છે. તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો.

તમે હળદર અને મધનું ચાટણ કરજો, સવાર-બપોર-સાંજ તુલસીના પાંચ પાન આવજો,એનાથી તમારો કફ છુટી જશે અને તાવ પણ શાંત થઇ જશે. તમે આદુ, અરડૂસી, તુલસી અને ગળો આ ચાર વસ્તુને સરખા ભાગે રસ કાઢી સવાર-સાંજ બબ્બે ચમચી પી શકો છો. આનાથી તમને કફમાં રાહત મળશે અને તાવ પણ શાંત થશે અને તમે એકદમ નિરોગી બની જશો.

લીમડાના મોરનો રસ પીવો. ચૈત્ર મહિનામાં આ રસ પીવાનું ખૂબ જ મહત્વ છે, તેનાથી વર્ષ દરમિયાન ક્યારેય પણ તમને કોઈ બીમારી આવતી નથી અને તમે એકદમ સ્વસ્થ રહો છો.

તમે તુલસી અને આદુનો રસ, મધ સાથે પણ પી શકો છો અને એકલા મધનો પણ પ્રયોગ કરી શકો છો. સવારે અને સાંજે બે ચમચી શુદ્ધ મધ પણ લઈ શકાય છે. સાથે સાથે આદુનો રસ અને એમાં થોડું મધ નાખીને પણ લઈ શકો છો. આ બધા પ્રયોગ કફનો નાશ કરવા માટે છે.

જો કફ જન્ય તાવ આવ્યો હોય, બંધ નાક થઇ ગયું હોય, બધું ભારે ભારે લાગતું હોય તો આ બધા જ રોગોમાં આ પ્રકારના ઘરગથ્થુ પ્રયોગો ઉપયોગી છે. પરંતુ તમને પહેલા ક્લીયર થઈ જવું જોઈએ કે તમને કોઈ કોરોના કે ન્યુમોનિયા કે એવા કોઇ ગંભીર રોગો નથી અને જો હોય તો તરત જ ડૉક્ટરોનો સંપર્ક કરજો.

બે ઋતુના મિલનથી સામાન્ય કોઇ વાઈરસ કે બેક્ટેરિયા ઇન્ફેકશન છે. તો આ બધા પ્રયોગ અસરકારક સાબિત થઇ શકે છે. શરદી, ઉધરસ અને કફ માટે અરડુસી વનસ્પતિ નો ઉપયોગ કરજો અને તુલસીના પાન ખાવા, અરડૂસીનો રસ પીજો, તેમાં થોડું મધ નાખજો.

આ બધા પ્રયોગો ખૂબ જ અસરકારક પ્રયોગો છે અને આયુર્વેદના અનુભવસિદ્ધ પ્રયોગો છે. આ બધા રોગથી ડરવાને બદલે તમે હિંમત રાખજો અને તમે જેટલી હિંમત રાખશો તો જલદી રિકવરી આવી જશે કારણ કે આપણા મન સાથે બહુ ઝાઝા બધા રોગ જોડાયેલા છે તો આપણે આવા કોઈ પણ રોગને મન પર હાવી નથી થવા દેવાના. ધન્યવાદ

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા