Pani puri nu pani banavani recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું પાણીપૂરી નું પાણી બનાવવાની રીત. આ પાણી આપણે ૩ પ્રકાર નું જુદા જુદા સ્વાદ માં બનાવીશું. આ પાણી બનવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સરળ છે. તો આ પાણી ઘરે સરળ રીતે કેવી રીતે બનાવવું તે જાણી અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.

બટાકા નો મસાલો ભરવા માટે

  • ૪  બાફીને છુંદેલા બટાકા
  • ૧/૪ કપ બાફેલા ચણા
  • એક ઝીણી સમારેલી ડુંગળી
  • એક સમારેલું લીલું મરચું
  • સમારેલી કોથમીર ના પાન
  • એક ચમચી શેકેલું જીરુ પાઉડર
  • ચમચી સંચળ
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી લીંબુનો રસ.

ફુદીના-કોથમીર પાણી માટે

  • એક કપ ફુદીનાના પાન
  • એક કપ કોથમીર
  • ૪-૫ લીલા મરચા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી સંંચળ
  • બે ચમચી આમચૂર પાવડર
  • બે ચમચી શેકેલા જીરું પાવડર
  • બે ચમચી વરિયાળી પાઉડર
  • હિંગ ચપટી
  • એક ચમચી ચાટ મસાલા
  • એક ચમચી ગોળ
  • બે ચમચી આમલીની પેસ્ટ
  • ૩-૪ ચમચી લીંબુુ રસ
  • ૪ કપ પાણી
  • ત્રણ ચમચી તળેલી બુંદી

હિંગનું પાણી બનાવવાની રીત

  • ૨ ચમચી હીંગ
  • બે ચમચી સંચળ
  • બે ચમચી ચાટ મસાલા
  • અડધા કપ આમલીની પેસ્ટ
  • ત્રણ કપ પાણી
  • ત્રણ ચમચી તળેલી બુંદી

જીરા પાણી માટે

  • ત્રણ ચમચી જીરૂ
  • એક ચમચી સંચળ
  • એક ચમચી ચાટ મસાલા
  • એક ચમચી લીંબુનો રસ
  • ૪ કપ પાણી
  • ત્રણ ચમચી તળેલી બુંદી

પુરીમાં ભરવા બટાકાનો મસાલો બનાવવાની રીત

એક બાઉલમાં બાફેલા અને છૂંદેલા બટાકા, બાફેલા ચણા, સમારેલા ડુંગળી, સમારેલા લીલા મરચા, કોથમીર, શેકેલા જીરું પાવડર, કાળા મીઠું, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખો. બધું સારી રીતે ચમચી વડે મિક્સ કરી દો. તો અહિયાં તમારો પાણીપૂરી ની પુરીમાં ભરવા માટે મસાલો તૈયાર છે.

ફુદીના-કોથમીર પાણી બનાવાની રીત 

મિક્સસ બાઉલમાં ફુદીનાના પાન, કોથમીર, લીલા મરચા, મીઠું, સંચળ, સૂકા કેરીનો પાઉડર, શેકેલી જીરું પાવડર, વરિયાળીનો પાવડર, હિંગ, ચાટ મસાલા, ગોળ, આમલીની પેસ્ટ, લીંબુનો રસ અને થોડું પાણી નાખો. હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે તેને ૨-૩ કલાક માટે ફ્રીઝ મા રાખી મૂકો જેથી તેનો કલર સારી રીતે આવી જાય. હવે તેમાં બુંદી નાખી દો. તો અહિયાં તમારું પાણી બનીને તૈયાર છે.

હિંગ પાણી બનાવવાની રીત

મિક્સિંગ બાઉલમાં હીંગ, સંચળ, ચાટ મસાલા, ગોળ આંબલીનો પલ્પ એડ કરીને બધું મિક્સ કરી દો. અહિયાં પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં ૨ કપ પાણી એડ કરી દો. તો અહિયાં તમારું હિંગ પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને ૨ કલાક માટે ફ્રીઝ મા મુકી રાખો. ૨ કલાક પછી તેને બહાર કાઢી બૂંદી એડ કરો. તો અહિયાં તમારું હિંગ પાણી બનીને તૈયાર છે.

જીરા પાણી બનાવવાની રીત

એક પેન મા જીરૂ લઈને જીરૂ થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવેે તેને એક મિક્સિંગ બાઉલ માં લઇ તેમાં સંચળ, ચાટ મસાલો અને લીંબુ નું પાણી એડ કરો. થોડું પાણી એડ કરી બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. તો અહિયાં તમારી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે પેસ્ટ માંથી પાણી બનાવવા માટે તેમા ૨ કપ પાણી એડ કરી દો.

હવે ૨ કલાક માટે તેને ફ્રીઝ મા મુકી દો. ૨ કલાક થઈ ગયા પછી તેને સર્વ કરતા પહેલા તેમાં બૂંદી એડ કરી દો.તો અહિયાં તમારું જીરા પાણી બનીને તૈયાર છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા