અહીંયા જોઇશુ એવી 20 ઘરેલુ નાની મોટી ટિપ્સ જે તમારા શરીર માં થતી નાની મોટી તકલીફો ને દૂર કરવામાં મદદ થઇ શકે છે. અહીંયા તમને એકદમ ટૂંકી જ રીતે બધી ટિપ્સ બતાવવાના છીએ તો જરૂર થી આ 20 ઘરેલુ ટિપ્સ જોઈલો જે તમને ઉપયોગી સાબિત થઇ શકે છે.
વરિયાળી નું શરબત પીવાથી પેશાબમાં થતી બળતરા તથા પેશાબના અટકાવમાં રાહત રહે છે. ગરમીની એટલેકે ઉનાળાની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દુધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે.
સંતરાનું જ્યુસ પીવાથી શરીરમાં પોટાશની ખામી દૂર થાય છે અને આથી ચહેરા પર કરચલીઓ પડવાની શક્યતા ઓછી રહે છે. વારંવાર જુલાબની ગોળીઓ લેવા કરતા એક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે.
એક ચમચી કાંદાનો રસ, એક ચમચી આદુનો રસ, બે ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત રહે છે. 6) નાહવાના પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નાહવાથી શરીરમાં ઠંડક લાગે છે. દ્રાક્ષ નાં સેવનથી પેટ ની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે. તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગર્મી દૂર થાય છે. રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવે છે. ઠંડીને કારણે શરીરમાં ધ્રુજારી થતી હોય તો પગનાં તળિયામાં રાયના તેલની માલિશ કરવી.
તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. તલનું તેલ મેદનાશક કહેવાય છે. આથી મેદ ઘટાડવા તલના તેલમાં રસોઈ બનાવવી જોઈએ. સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડા પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.
શિયાળામાં પગમાં પડતા ચીરા કે વાઢિયા પડતા અટકાવવા રાત્રે સુતા પહેલા પગમાં ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું. કોપરેલ અને લીંબુનો રસ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખુજલી દાદર મટે છે.
કોપરેલ તેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરતા વાળ ખરતા અટકી જાય છે. સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી. લવિંગને જરા શેકીને મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છ. જો તમે ગોળના નાના નાના ટુકડા સાથે ૮ થી ૧૦ દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતર જશે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહીClick કરો રસોઈ ની દુનિયા.