Homeબ્યુટીત્વચાને 60 વર્ષ પછી પણ યુવાન રાખવા માટે આજે જ છોડો આ...

ત્વચાને 60 વર્ષ પછી પણ યુવાન રાખવા માટે આજે જ છોડો આ 3 આદતો

કહેવાય છે કે ચહેરો શરીરનો અરીસો છે, પરંતુ તમને એક વાત કહી દઉં કે ચહેરો આપણી ઉંમરનો પણ અરીસો છે. આપણી ઉંમરની અસર સૌથી પહેલા આપણા ચહેરા અને હાથ પર જોવા મળે છે અને જો ત્વચા લચીલી થઈ જાય કે તેમાં જો કરચલીઓ દેખાવા લાગે તો ઘણી વખત લોકો તેમની ઉંમર કરતા વધારે ઘરડા દેખાવા લાગે છે.

આવું એટલા માટે પણ થાય છે કારણ કે કેટલીકવાર આપણે ફક્ત ચહેરો કેટલો સુંદર દેખાય તેના પર ધ્યાન આપીએ છીએ પરંતુ ત્વચાની સંપૂર્ણ સંભાળ લેતા નથી. ઉંમર કરતા પહેલા વૃદ્ધ દેખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આપણી જીવનશૈલીની આદતોનો પણ સમાવેશ થાય છે.

આપણી રોજબરોજની થતી કેટલીક ભૂલો ત્વચા પર વધુ પડતી અસર કરે છે. જ્યાં એક તરફ રોજબરોજની દોડધામ અને ધૂળ અને માટીની અસર જોવા મળે છે તો બીજી તરફ કેટલીક એવી આદતો પણ છે જે આપણી ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે. આજે અમે તમને એવી જ ત્રણ આદતો વિશે જણાવીશું.

1. સનસ્ક્રીન ન લગાવવાની આદતથી ત્વચાને ઘણું નુકસાન થાય છે : જયારે પણ ત્વચાની સંભાળ રાખવાની વાત આવે ત્યારે સનસ્ક્રીનનું મહત્વ બતાવવામાં આવે છે. બ્યુટી એક્સપર્ટ નું પણ કહેવું છે કે તમારે ક્યારેય સનસ્ક્રીનને અવગણવું જોઈએ નહીં. સૂર્યના યુવી કિરણો આપણને ઘરની અંદર પણ પરેશાન કરી શકે છે.

કેટલાક લોકો આજે પણ સનસ્ક્રીન વિશેની કેટલીક માન્યતાઓમાં માને છે જેમ કે, સનસ્ક્રીનનો માત્ર ઉનાળામાં જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે ઘરમાં જ રહો છો તો સનસ્ક્રીનની જરૂર નહીં પડે. દિવસમાં એકવાર સનસ્ક્રીન લગાવી લો એ પૂરતું છે. હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી નથી. શિયાળામાં સનસ્ક્રીન ના લગાવવું જોઈએ.

આ બધી માન્યતાઓ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતો મુજબ, કે જો તમે ઘણરી બહાર તડકામાં બહાર જાઓ છો, તો દર 2 કલાકે તમારે તમારા ચહેરાને સાફ કરીને સનસ્ક્રીનનો કોટ લગાવવો જોઈએ અને જો તમે ઘરમાં રહો છો તો પણ તમારે દિવસમાં એકવાર સનસ્ક્રીન લગાવવું જોઈએ. સૂર્યના કિરણો ટેનિંગ અને સનબર્નનું કારણ બની શકે છે, સાથે આ કિરણો તમારી ત્વચાને વધુ નુકસાન કરી શકે છે.

2. ત્વચાની સ્વચ્છતા પર ધ્યાન ના આપવું : અહીંયા આપણે શરીરની બધી ચામડીની વાત કરી રહયા છીએ. તમને યાદ છે કે તમે છેલ્લી વખત ક્યારે બોડી સ્ક્રબનો ઉપયોગ કર્યો હતો ? છેલ્લી વખત તમે ક્યારે તમારા પગ પર ટેનિંગ પેકનો ઉપયોગ કર્યો હતો? ત્વચાને યુવાન રાખવા માટે તેને સારી રીતે સાફ રાખવી ખૂબ જ જરૂરી છે અને આ માટે તમારે નીચે જણાવ્યા મુજબ સ્ટેપનું પાલન કરવું જોઈએ.

ક્લીંજિંગ, એક્સ્ફોલિયેશન, પેક અને મોઇશ્ચરાઇઝિંગ. તમારી ત્વચાની સફાઈ દરરોજ સ્નાન કરવાથી જ થઇ જાય છે, પરંતુ આપણે બાકીની બાબતો જેમ કે ત્વચા માટે એક્સફોલિએશન, પેક લગાવવો, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ વગેરેને અવગણીએ છીએ.

તમે અઠવાડિયામાં એકવાર ત્વચાને એક્સફોલિએટ અને બોડી પેક લગાવી શકો છો. ઘણા લોકો DIY બોડી સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકે છે. ત્વચાને ટોનિંગ અને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને એક દિવસ પણ ના અવગણવું જોઈએ.

પેક લગાવ્યા પછી મોઈશ્ચરાઈઝર લગાવાનું ભૂલશો નહીં જેથી ત્વચાને હાઈડ્રેશનની સાથે પોષણ પણ મળે. જો તમે ત્વચાની સ્વચ્છતા પર ધ્યાન નહીં આપવામાં આવે તો ત્વચા પર ઝડપથી કરચલીઓ પડી જશે અને ડેડ સ્કિન પણ જમા થતી રહેશે.

3. ધૂમ્રપાન અને તણાવ : ધૂમ્રપાનથી ત્વચાને જેટલું નુકસાન થાય છે, એટલું ભાગ્યે જ બીજાથી બીજાથી થતું થશે. જો તમે ધૂમ્રપાન કરો છો તો તેને છોડવાનો પ્રયાસ કરો. આ સાથે તણાવને કારણે પણ ત્વચાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે પણ ઘણા લોકોને કરચલીઓ પડી જાય છે. ઘણા લોકોને આના કારણે ખીલ થવા લાગે છે અને ઘણા લોકોને ડેડ સ્કિનની સમસ્યા વધી જાય છે.

આ ત્રણ વસ્તુઓ સિવાય પણ તમારે આહારમાં તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ લેવા જોઈએ જેમ કે આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન-સી જેવા તત્વો ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES

Most Popular