આયુર્વેદમાં અમૃત સમાન ગાય નુ ઘી ખાવા ના અમુલ્ય ૧૧ ફાયદા – Gay nu ghee khavathi thata fayda

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આયુર્વેદમાં ગાય ના ઘી ને અમૃત સમાન પણ માનવામાં આવે છે. આના સેવનથી ઘણા બધા ફાયદા થાય છે.જો તમે ગાયનું ઘી નું સેવન નિયમિત રૂપે કરો તમારું વજન નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓથી તમે છુટકારો મેળવી શકો છો મિત્રો બધા એવું વિચારે છે કે ગાયનું ઘી ખાવાથી વજન વધે છે પરંતુ એ સાચું નથી. ગાયનું ઘી ખાવાથી તમારૂ બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. અને તમારું વજન પણ નિયંત્રિત કરે છે.

ગાયના ઘી ના ફાયદા: ૧) સવારે શુદ્ધ દેશી ઘી થી બનેલા ગરમ ગરમ જલેબી ખાધા બાદ ગરમા ગરમ દૂધ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.  અને પ્રાચીનકાળથી જ આયુર્વેદમાં ઘીને કફ, આંખોની બીમારી સાથે, ત્વચાના રોગોના ઈલાજમાં પણ વાપવામાં આવતુ હતુ. માટે શુદ્ધ ઘીને રસાયણ પણ કહેવામાં આવે છે.

૨)  ઘીનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ છુટકારો મેળવી શકાય છે. ગાય ના ઘી મા ફેટી એસિડ હોય છે. જે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ થી બચાવે છે. ૩) ઘી ભોજન પચાવવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે. ઘી મા બુટેરીક એસિડ હોય છે જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે અને પેટના બળતરા પણ દૂર કરે છે.

૪) યાદ શક્તિ વધારવા માટે દરરોજ રાત્રે સૂતી સમયે બે ચમચી ઘી ખાવાથી તમારા મેમરી ની વૃદ્ધિ થાય છે અને બળતરા, રક્તસ્રાવ , શરદી વગેરે પણ દૂર થઈ જાય છે. ૫) જો તમે માથામાં દુખાવો થતો હોય તો ઘીની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે.

4

૬) તમને માઈગ્રેન, આધાશીશી ની બીમારી હોય તો દરરોજ સવારે એના બે ટીપાં નાકમાં નાખવાથી રાહત મળે છે અને આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ૭) ઘી નુ સેવન વાળ માટે પણ ફાયદાકારક છે. આ કંડીશનલ ની જેમ કામ કરે છે જેનાથી વાળને નરમ અને ચમકદાર બને છે. એના સેવનથી માનસિક તાકાત પણ મળે છે .

૮) ઘી મા રહેલા ઓમેગા-3 ફેટી એસીડ હાનિકારક કોલેસ્ટ્રોલ સ્તર ને ઘટાડવા માં મદદ કરે છે અને શરીરમાં થકાન થાય તો એક ચમચી ગાયનું ઘી, ખાંડ અને દૂધ નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

૯) વજન ઘટાડવામાં પણ અસરકારક છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યુ કે વજનદાર વ્યક્તિએ છ મહિના સુધી ઘી ખાધું અને તેમનું વજન ઘટાડ્યું. આમ વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ઉપાય છે.  ૧૦) કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન થઇ જાય છે. ગાયના ઘીમાં ગોલ્ડન ની રાખ જોવા મળે છે જેમાં અદભુત ઔષધીય ગુણધર્મો હોય છે.

૧૧) બાળકોને  છાતિમાં ઘીથી માલિશ કરવાથી શરદી અને કફ સંબંધી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે.  મીઠું ઘી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. ઘણી બધી બીમારીઓથી પણ આરામ મળે છે .ઘણા બધા રોગો પણ દૂર થાય છે અને શિયાળાની સિઝનમાં ઘી ખાવાથી આપણા શરીર તંદુરસ્ત રહે છે.

જો તમે પણ ગાયના ઘીનું સેવન ન કરતા હોય તો જરૂરથી શરુ કરજો. જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે. તો અત્યારે જ Like & Follow કરો..


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x