furniture cleaning spray
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ લોકો પોતાના ઘરને સુંદર દેખાવ આપવા માટે ડિઝાઇન ફર્નિચર કરાવે છે. પરંતુ ફર્નિચર જેટલું સુંદર દેખાય છે તેના માટે તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. જો સમયાંતરે સનમાઇકાની સાફ સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો ડાઘા અને સ્ક્રેચના કારણે અથવા બીજા કારણોસર સનમાઇકા ગંદી દેખાય છે.

જો કે, ઘણી મહિલાઓ સનમાઇકાને સાફ કરવા માટે બજારમાં મળતા કેમિકલ ક્લીનર્સનો ઉપયોગ કરે છે, જે સનમાઇકાની ચમકને અસર કરે છે, ખાસ કરીને સ્ટીકી (ચીપચીપી) સનમાઇકા. જો તમે ઇચ્છો છો કે તમારી સ્ટીકી સનમાઇકા ઝડપથી સાફ થઇ જાય અને તેની ચમક પણ જળવાઈ રહે તો તમે ઘરે કુદરતી ક્લીનર બનાવી શકો છો.

પરંતુ તેને કેવી રીતે બનાવવું અને કેવી રીતે ઉપયોગ કરવો ? તો આજે અમે તમારી સાથે ઘરે જ ક્લીનર બનાવવાની સરળ ટિપ્સ શેર કરી રહ્યા છીએ, જેની મદદથી તમે પણ ઘરે કુદરતી ક્લીનર બનાવીને ઉપયોગ કરી શકો છો.

1. ગ્લિસરીનથી બનાવો હોમમેઇડ ક્લીનર, સામગ્રી : 1 કપ સફેદ વિનેગર, 1 ચમચી ગ્લિસરીન, 1 ચમચી લીંબુનો રસ, ઓલિવ ઓઇલ ( જૈતૂન તેલ ).

ક્લીનર બનાવવાની રીત : ગ્લિસરીનથી કુદરતી ક્લીનર બનાવવા માટે, પહેલા તમે એક શીશી લો અને પછી તેમાં વિનેગર ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને તેલ જેવી બધી સામગ્રીને ઉમેરો. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને સ્ટોર કરો.

હવે જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય, ત્યારે પહેલા તેને સારી રીતે હલાવીને મિક્સ કરો અને પછી તેનો ઉપયોગ કરો. આના સતત ઉપયોગથી તમારી સનમાઇકા સાફ થઈ જશે અને ફર્નિચરની ચમક પણ જળવાઈ રહેશે.

2. વિનેગર અને ડિટર્જન્ટથી ક્લીનર બનાવો, સામગ્રી : 2 ચમચી ડીટરજન્ટ, 5 ચમચી સફેદ વિનેગર, 2 કપ હૂંફાળું પાણી અને 1 સ્પ્રે બોટલ.

બનાવવાની રીત : આ માટે, બોટલમાં ડીટરજન્ટ નાખો છો. હવે તેમાં હૂંફાળું પાણી ઉમેરીને બોટલ બંધ કરો અને તેને મિક્સ કરો. પછી ફરીથી બોટલ ખોલો અને પછી તેમાં સફેદ વિનેગર ઉમેરીને મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમારું કેબિનેટ સાફ થઇ જશે અને ચમકશે પણ.

3. ખાવાના સોડા સાથે ક્લીનર બનવવા માટે તમારે ફક્ત 2 જ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે જેમ કે 1 કપ બેકિંગ સોડા અને 1 કપ પાણી. ક્લીનર બનાવવા માટે, તમારે ફક્ત વિનેગર અને ગરમ પાણીને સરખા ભાગમાં લઈને એક સ્પ્રે બોટલમાં મિક્સ કરીને તમારા કેબિનેટ કે ફર્નિચરને સાફ કરવાનું છે.

આ સ્પ્રે છાંટ્યા પછી, તેને ત્રણથી પાંચ મિનિટ માટે રહેવા દો અને પછી જ સાફ કરો. તમે ઈચ્છો તો તેમાં એકથી બે ચમચી ડિશ સોપ પણ ઉમેરી શકો છો.

અમને આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે બીજા ને પણ જણાવો અને આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા