Homeનાસ્તોફરસાણની દુકાન જેવી ક્રિસ્પી અને સોફ્ટ ફરસી પુરી બનાવવાની રીત

ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી અને સોફ્ટ ફરસી પુરી બનાવવાની રીત

સવાર અને સાંજ, ચા સાથે નાસ્તામાં કંઇક ને કંઇક ખાવાનું પસંદ હોય છે. જો કે ચા સાથે ખાવા માટે નાસ્તાની ઘણી વેરાઈટી છે. પરંતુ કેટલાક લોકોને સાંજની ચા સાથે ભજીયા, બ્રેડ પકોડા અને ચિપ્સ ખાવાની ટેવ હોય છે, જ્યારે કેટલાક લોકોને હળવો નાસ્તો બિસ્કિટ, મઠરી વગેરે પસંદ હોય છે.

જો તમને પણ ચા સાથે કંઈક ખાવાની આદત હોય તો તમે પણ ગરમ ચાની ચુસ્કી સાથે ગુજરાતની આ પ્રખ્યાત વાનગી ફરસી પુરીને બનાવીને ખાઈ શકો છો.

ફરસી પુરી ગુજરાતના લોકોનો સૌથી વધુ લોકપ્રિય નાસ્તો છે, જેને ઘણા લોકો કેરીના અથાણા અને ચા સાથે સર્વ કરવામાં આવે છે. ફરસી પૂરીને ઘણા લોકો મઠરીના નામથી પણ ઓળખે છે. આ એક ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો છે, જેને તમે ચા સાથે ખાઈ શકો છો. તો ચાલો તમે પણ જાણી લો કે તેને ઘરે કેવી રીતે ફરસી પૂરી બનાવી શકાય.

સામગ્રી : મેદાનો લોટ 4 કપ, સોજી 2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, જીરું પાવડર અડધી ચમચી, અજમાનો પાવડર અડધી ચમચી, કાળા મરી 15 (ફૂટેલા), ઘી અથવા તેલ 2 ચમચી, તેલ તળવા માટે અને પાણી જરૂર મુજબ.

બનાવવાની રીત : ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી લો અને તેમાં મૈદાના લોટને સારી રીતે ચાળી લો.
પછી તેમાં સોજી, મીઠું, ઘી, જીરું વગેરે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને બરાબર મસળી લો. આ પછી કણકને 20 મિનિટ બાજુ પર રાખો.

જ્યારે કણક સારી રીતે સેટ થઈ જાય એટલે કણકના એક સરખા લોઈ બનાવો. હવે લોઈને ગોળ ગોળ આકારમાં વેલણથી વણી લો અને બાજુ પર રાખો. પછી કાંટાવાળી ચમચીથી પુરીની આસપાસ નાના કાણા (છિદ્રો) કરો.

હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થયા પછી એક પછી એક પુરીઓને તળી લો. . તમારી ફરસી પુરી બનીને તૈયાર છે. તમે તેને સવાર અને સાંજની ચા અને કોફી સાથે પીરસી શકો છો. આવી રેસિપી વિશે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES

Most Popular