ઘઉંનો સામાન્ય રીતે આપણે લોટ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘઉંનો લોટ સ્વાદમાં ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો અન્ય રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તેને અંકુરિત કરીને ખાવા. તમારામાંથી ઘણાને કદાચ ખબર નહીં હોય કે ફણગાવેલા ઘઉં સ્વાસ્થ્ય માટે તેટલા જ ફાયદાકારક છે જેટલા તેમાંથી બનેલી અન્ય વસ્તુઓ છે.
તેને અંકુરિત કરીને ખાવાથી પણ અન્ય ફણગાવેલા અનાજ જેટલુ જ ફાયદાકારક છે. પેટ સંબંધિત સમસ્યાઓથી લઈને શરીરની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે, ફણગાવેલા ઘઉં ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, જ્યારે ઘઉં અંકુરિત થાય છે, ત્યારે તેના પોષક તત્ત્વોમાં અનેકગણો વધારો થાય છે.
તો ચાલો હવે જાણીએ અંકુરિત ઘઉંને આહારમાં સામેલ કરવાના કેટલાક ફાયદાઓ વિશે. 1) અંકુરિત ઘઉં પોષણથી ભરપૂર છે: ઘઉંમાં મળતા પોષક તત્વોમાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ વગેરે મુખ્ય હોય છે. ખાસ કરીને ફણગાવેલા ઘઉં આપણા શરીરના મેટાબોલિઝમના સ્તરને વધારવાની સાથે શરીરના ઝેરી તત્વોની અસરને પણ ઘટાડે છે.
જો તમે તમારા રોજિંદા આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરો છો, તો તે વિટામિન્સ, ખનિજો, ઇનરલ્સ, ફાઈબર વગેરે પ્રદાન કરીને શરીરને પોષણ આપવામાં મદદ કરે છે. પાચન શક્તિને જાળવી રાખે છે. જે લોકોની પાચનશક્તિ નબળી પડી ગઈ છે એ લોકોએ તેમના આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ. ફણગાવેલા ઘઉં ફાઇબરથી ભરપૂર હોવાથી, પાચનતંત્રને સરળ રાખવામાં મદદ કરે છે.
2) વજન નિયંત્રિત કરવા: અંકુરિત ઘઉં ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાસ્તામાં અંકુરિત ઘઉંનો સમાવેશ કરો છો, તો તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો અને તમે બીજું બધું વધુ પડતું ખાવાનું ટાળો છો, જેના કારણે શરીરનું વજન વધતું નથી અને શરીર સ્વસ્થ રહે છે.
અંકુરિત ઘઉં શરીરમાં બનેલા ઘણા ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને તમારા વજનને નિયંત્રણમાં રાખે છે. 3) ફણગાવેલા ઘઉં પેટને સાફ કરવામાં મદદ કરે છે: ફણગાવેલા ઘઉં એવા લોકો માટે ખૂબ જ સારા માનવામાં આવે છે જેમને પાચન સંબંધી સમસ્યાઓ રહે છે.
દરેક પ્રકારના અંકુરિત અનાજમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન-એ, બી અને વિટામિન-ઈ મળી આવે છે. તેને ખાવાથી કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક પૂરતા પ્રમાણમાં શરીર મળી રહે છે.
4) હાડકાં મજબૂત કરે છે : ફણગાવેલા ઘઉંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હાડકાંને મજબૂત બનાવવા હોય તો કેલ્શિયમની જરૂર પડે છે માટે તમારા આહારમાં ફણગાવેલા ઘઉં સામેલ કરવાથી હાડકાની ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે.
હવે જાણીએ કે ઘઉંને કેવી રીતે અંકુરિત કરવા: એક કપ ઘઉં લેવા. તેમાં એક કપ ઠંડુ પાણી ઉમેરો. ઘઉંના બીજને સારી રીતે મિક્સ કરો જેથી તે પાણીમાં સરખી રીતે ભળી જાય. આ બીજને 8 થી 10 કલાક માટે પલાળીને રાખો. ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી લો. બીજને ઠંડા પાણીથી કાળજીપૂર્વક ધોઈ લો અને ફરીથી ગાળી લો.
અંકૂરિતને ઓરડાના તાપમાને એટલે કે લગભગ 70 થી 75 ડિગ્રી પર રાખો. તેને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. પરંતુ તેને છુપાવવાની જરૂર નથી. દર 8 થી 12 કલાકે તેને ઘણી વખત પાણીથી ધોઈ લો. જયારે તે સારી રીતે અંકુરિત થાય ત્યારે તેને હળવાશથી સ્ટીમ કરો અને તેને તમારા આહારમાં સામેલ કરો.
આમ ફણગાવેલા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે તમે પણ તમારા આહારમાં અવશ્ય સામેલ કરો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો તમે તમારા મિત્રોને અવશ્ય જણાવજો સાથે સાથે આવી માહિતી દરરોજ જાણવા અને શીખવા માટે રસોઈ ની દુનિયા સાથે જરૂર થી જોડાયેલા રહો.