એક્સપાયર્ડ ઇનોને ફેકવાને બદલે કરો આ રીતે ઉપયોગ, બાથરૂમની બધી વસ્તુ સાફ કરી નાખશે

expired eno uses in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અરે શું ફેંક્યું અત્યારે? અરે ફેંકતા પહેલા એકવાર પૂછો તો ખરા કે તેનો ઉપયોગ કરી શકાય કે નહીં. ઘણીવાર હું અને તમે એક્સપાયર થઇ ગયેલા ઈનોને નકામી વસ્તુ સમજીને કચરામાં ફેંકી દઈએ છીએ. જો કે એવું નથી કે એક્સપાયર ઈનોનો ઉપયોગ તમે બીજા કામોમાં કરી શકાતો નથી.

જો કે એક્સપાયર્ડ ઈનોનો ઉપયોગ ઘરનાં ઘણાં કામોને સરળ બનાવવા માટે તમે પણ સરળતાથી કરી શકો છો. જ્યારે પણ પેટમાં દુખાવો થાય કે એસિડિટી થાય છે તો સૌથી પહેલું નામ ઈનોનું લેવામાં આવે છે. પરંતુ આ સમસ્યા વારંવાર થતી હોવાને કારણે ઘણા લોકો એકસાથે વધારે ઈનો ખરીદે છે અને ઘરે લઈ આવે છે, પરંતુ ઉપયોગ ના થતા તે એક્સપાયર થઇ જાય છે.

આ સ્થિતિમાં તમે એક્સપાયર ઈનોથી તમે ઘરની કેટલીક વસ્તુઓથી લઈને બાથરૂમને સરળતાથી સાફ કરી શકો છો. અમે તમને આ લેખમાં એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે એક્સપાયર ઈનોથી બાથરૂમમાં ઘણી વસ્તુઓની સાફ સફાઈ કરી શકો છો.

બાથરૂમ ફર્શની સફાઈ : ઘણી વાર બાથરૂમની સફાઈમાં વપરાતી વસ્તુઓ અચાનક ખતમ થઈ જાય છે અને અપને બાથરૂમ સાફ પણ નથી કરી શકતા. પરંતુ જો તમારા ઘરમાં એક્સપાયર થઇ ગયેલો eno છે તો તમે તેનો ઉપયોગ બાથરૂમના ફ્લોર સાફ કરવા માટે કરી શકો છો. તેના ઉપયોગથી ફ્લોર ચમકી ઉઠશે.

આ માટે પહેલા એક્સપાયર ઈનોને ફ્લોર પર છાંટી દો અને તેને થોડો સમય રહેવા દો.
બાજુમાં બે મગ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરો. હવે આ મિશ્રણને તે જગ્યા પર રેડો જ્યાં તમે ઈનો છાંટ્યો છે. થોડીવાર પછી ક્લિનિંગ બ્રશથી સાફ કરો અને પાણીથી ફ્લોર ધોઈ લો. તમે જોશો કે ફ્લોર એકદમ સ્વચ્છ છે.

ડ્રેઇન ફ્લાઈ (જીવાત) : બાથરૂમની ગટર હોય કે તેમાં રહેલું સિંક, હંમેશા આ બંને જગ્યાએ જીવાતની સમસ્યા રહે છે. કેટલીકવાર તો આ જીવાત બાથરૂમમાંથી ઘરના ભાગોમાં પણ પહોંચે છે. આ સ્થિતિમાં જો તમે પણ ઘણા દિવસોથી ડ્રેન ફ્લાયની સમસ્યાથી પરેશાન છો તો તમે એક્સપાયર ઇનોથી તેનાથી છુટકારો મેળવી શકો છો.

આ માટે બાથરૂમની ગટર અને સિંક પર એક્સપાયર ઈનો છાંટો. હવે આ જગ્યા પર એક કે બે ચમચી વિનેગર નાખીને લગભગ 5 મિનિટ માટે રહેવા દો. 5 મિનિટ પછી સફાઈ બ્રશથી સાફ કરો. હવે આ જગ્યા પર ફુદીનો અથવા લીમડાનું તેલ નાખીને છોડી દો. આ ડ્રેઇન માખીઓ ગટર અથવા સિંકની આસપાસ દેખાશે પણ નહિ.

બાથરૂમના નળનો કાટ : જો બાથરૂમના નળમાં કાટ લાગ્યો હોય તો એક્સપાયર ઇનોની મદદથી નળ અને શાવર હેડમાંથી કાટને સરળતાથી દૂર કરી શકો છો. જો નળ સફેદ અથવા પીળા રંગના દેખાઈ રહયા છે તો તેને ચમકાવવા માટે ઈનોનો ઉપયોગ કરી શકાય છે. નળમાંથી કાટ દૂર કરવા માટે ચૂનો અને મીઠુંની પણ જરૂર પડી શકે છે.

સૌથી પહેલા નળ પર ઇનો નાખીને છોડી દો. હવે બાજુમાં ચૂનો અને મીઠાનો લેપ તૈયાર કરો. હવે આ પેસ્ટને કાટવાળા વિસ્તાર પર લગાવીને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો. ચૂનો મીઠાના ક્રિસ્ટલ્સને સક્રિય કરે છે અને કાટ નરમ થઈને સરળતાથી નીકળી જાય છે. લગભગ 10 મિનિટ પછી સફાઈ બ્રશથી સાફ કરીને પાણીથી ધોઈ લો.

ટોઇલેટ સીટ સાફ કરો : એક્સપાયર ઈનોથી તમે ટોઈલેટ સીટને સારી રીતે સાફ કરી શકો છો. આના ઉપયોગથી સીટ પરના કીડા પણ દૂર થઇ જાય છે. આ માટે એક્સપાયર થયેલ ઈનો અને બેકિંગ સોડાનું મિશ્રણ તૈયાર કરો અને તેને ટોયલેટ સીટ પર સારી રીતે સ્પ્રે કરીને થોડીવાર માટે છોડી દો. થોડી વાર પછી બ્રશથી ટોઇલેટ સીટ સાફ કરો અને પાણીથી ધોઈ લો.

એક્સપાયર ઈનોથી તમે માત્ર બાથરૂમ કે બાથરૂમની વસ્તુઓ જ સાફ કરી શકો છો એવું નથી, આ સિવાય તમે તેની મદદથી ઘરની બીજી ઘણી વસ્તુઓ પણ સાફ કરી શકો છો. Expire Enoથી, ઘરેણાં સાફ કરવા, વાસણો સાફ કરવા, કાંસકો સાફ કરવા, બાથરૂમ અને કિચન સિંક વગેરે સાફ કરવા માટે કરી શકો છો.

જો તમને આ જાણકારી ગમી છે અને આવી જ જીવનઉપયોગી માહિતી વાંચવી ગામતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.