coffee uses in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો સવારમાં ઉઠતાની સાથે કોફીની યાદ ના આવે એવું હોઈ શકે નહીં. શિયાળાની ઋતુમાં સવારે સૌથી વધારે કોફી પીવાનું મન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી પીવા સિવાય પણ કોફીને બીજા કામોને સરળ બનાવવામાં માટે કરી શકાય છે.

જી હા, કોફી પીવા સિવાય પણ તેનો ઉપયોગ ઘરના ઘણા કામોને સરળ બનાવવા માટે કરી શકાય છે. તો આજે આ લેખમાં અમે તમને એવી માહિતી જણાવવા જઈ રહયા છીએ જે તમારા ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે. તો ચાલો રાહ જોયા વગર જાણીયે કે કોફીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

કીડા મકોડા ભગાડવા : ક્યારેક જંતુઓ કોફીની ગંધથી ભાગી જાય છે. જો ઘરમાં કે ઘરની બહાર કીડીઓ કે જીવજંતુઓનો ઉપદ્રવ વધારે હોય તો કોફીને પાણીમાં મિક્સ કરીને તે જગ્યાએ છંટકાવ કરો. આના કારણે કીડીઓ કે જંતુઓ તરત જ તે જગ્યાએથી ભાગી જશે. તમે ગરોળીને કાઢવા પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ખાતર : આ માટે તમે કોઈપણ ખાતરમાં થોડો કોફી પાવડર મિક્સ કરો અને તેને છોડના મૂળમાં નાખો. તેના ઉપયોગથી છોડ ઝડપથી વધે છે અને ફળ અને શાકભાજીની ઉપજ પણ સારી મળે છે. ધ્યાન રાખો તેનો ઉપયોગ કર્યા પછી છોડમાં પૂરતા પ્રમાણમાં પાણી નાખો.

કોફી માસ્ક : ત્વચાને ચમકદાર બનાવવા માટે ઉપગોર કરી શકાય છે. કોફી માસ્ક મૃત કોષોને દૂર કરીને ત્વચા ચમકદાર બનાવે છે. જો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કોફી માસ્કનો ઉપયોગ કરો છો તો તમારે કદાચ બીજો ફેસ માસ્ક લગાવવાની જરૂર નહીં પડે. આ માટે કોફી પાવડર, તજ, મધ અને પીસેલા ઓટ્સની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવી પડશે.

વાસણ સાફ કરવા : જી હા, તમે વાસણમાંથી ડાઘ દૂર કરવા માટે કોફી પાવડર ઉમેરીને તેને સાફ કરી શકો છો. તેનાથી વાસણો પરના ડાઘા થોડી જ મહેનતમાં દૂર થઈ જશે. આ સિવાય જો વાસણમાંથી કોઈ વસ્તુની દુર્ગંધ આવી હોય તો તે દુર્ગંધને દૂર કરવા માટે તમે કોફીનો ઉપયોગ પણ કરી શકો છો.

જો તમને આ માહિતી પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા