easy kitchen tips and tricks
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી ૭ કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ જાણતા નહિ હોય. આ ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો આ ૭ ટીપ્સ વિશે જાણી અને આગળ તમારે મિત્રો સુઘી આ માહિતી શેર કરવાનુ ભૂલતા નહિ.

ટિપ્સ 1: ઘરમાં ક્યાંય પણ કીડીઓ જોવા મળે તો ત્યાં તમે સહેજ મીઠું નાખવાથી કીડીઓ ભાગી જાય છે અથવા તમે ઘરમાં પોતું કરતી વખતે પાણી માં મીઠું નાખીને પોતું કરો. મીઠા નું પોતું કરવાથી ઘરમાંથી નેગેટિવિટી પણ દૂર થશે.

ટિપ્સ 2: સરગવાનો સૂપ બનાવવા માટે, એક મિક્સર જાર માં 3 થી 4 ટામેટા ને પીસી લો. હવે એક પેન માં આ પેસ્ટ ને એડ કરો તેમાં 1 ગ્લાસ પાણી, સેંધા નમક, શેકેલા જીરું પાઉંડર, કાળા મરી પાઉડર અને સંચળ પાઉડર એડ કરી મિક્સ કરી લો. હવે સરગવા ના કાપેલા ટુકડા એડ કરી ને ઉકરવા દો જ્યાં સુધી સરગવો સોફ્ટ ના થઇ જાય. તો તૈયાર છે સરગવાનો સૂપ.

ટિપ્સ 3: કોઈ પણ ફળ કાચું હોય તો તેને પકાવવા માટે તમે તે ફ્રૂટ ને ન્યૂ પેપર માં કવર કરીને મુકો. આમ કરવાથી તે હવા અને પાણી થી દૂર રહે છે અને જલ્દી પાકી જાય છે.

આ પણ વાંચો:

ટિપ્સ 4: ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી આવે છે તો તમે ડુંગળી ને 40 થી 45 મિનિટ ફ્રિજ માં મૂકી રાખો અને પછી કટ કરો અથવા ડુંગળીની છાલ કદી ને 2 ટુકડા કરી ઠંડા પાણી માં 10 મિનિટ રાખી પછી કટ કરો.

ટિપ્સ 5: ગઈ કાલે બનાવેલા ભાત ને એકદમ ફ્રેશ બનાવવા માટે, ગરમ પાણીમાં ભાત નાખી 2 મિનિટ ઉકરવા દો અને પછી કાઢી લો. એક ચમચા માં થોડું તેલ ગરમ કરો અને જીરું એડ કરો અને આ વગાર ને ભાત પર સ્પ્રેડ કરી લો. તો તૈયાર છે મહેમાન ને આપી શકાય તેવા જીરા રાઈસ.

ટિપ્સ 6: ફુદીના અને કોથમીર ની ચટણી ફ્રેશ અને કલર સાચવવા માટે લીંબુ અવશ્ય એડ કરો. લીંબુ માં એસિડ હોય છે જે ચટણી ને તાજી રાખવામાં મદદ કરે છે. લીંબુ ના હોય તો શેકેલી મગફળી પણ એડ કરી શકો છો અથવા ઘટ્ટ દહીં એડ કરી શકો છો જેથી ચટણી રેસ્ટોરન્ટ જેવી બને છે.

ટિપ્સ 7: કોઈ પણ શાક માં મરચું અથવા મસાલા વધારે પડી ગયા હોય તો 2 ચમચી ક્રીમ અથવા ઘરે બનાવેલી મલાઈ એડ કરી શકો છો. મલાઈ માં સ્વીટનેસ હોય છે જે મસાલા ને બેલેન્સ કરવામાં મદદ કરે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા