e memo bharvani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણી વખત આપણે કાર કે બાઇક ચલાવતી વખતે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણું ઈ-ચલણ ક્યારે કપાઈ ગયું તેની આપણને ખબર પણ નથી હોતી અને ઘરે મેમો પણ આવી જાય છે. જો તમે કોઈપણ ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો તમને દંડ ભરવો પડી શકે છે.

તમને જણાવી દઈએ કે આજકાલ ટ્રાફિક પોલીસ એટલી બધી પણ સ્માર્ટ બની ગઈ છે અને તમને રોક્યા વિના બાઇક કે કારના ફોટા પાડી લે છે અને ઓનલાઈન ચલણ કાપી લે છે. સરકારે રોડ અને જાહેર રસ્તાઓ પર કેમેરા અને અન્ય સેન્સર પણ લગાવ્યા હોય છે.

આનાથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લોકોને દંડ ફટકારવાનું તેમના માટે ખુબ જ સરળ બની ગયું છે. જે રીતે ચલણ ઓનલાઈન કપાય છે તે જ રીતે તેને ઘરે બેઠા બેઠા ઓનલાઈન ભરી પણ શકાય છે. જો તમને ખબર નથી કે તમારું ચલણ કપાઈ ગયું છે તો પણ તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો અને ત્યાંથી પેમેન્ટ કરી શકો છો.

સરકારે તમારી માટે એક સરળ રસ્તો તૈયાર કરેલો છે જેના દ્વારા વ્યક્તિ પોતે જાણી શકે છે કે તેના પર કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આજે અમે તમને આ લેખમાં મેમો કેટલો આવ્યો છે અને કેવી રીતે ભરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવીશું.

ટ્રાફિક ચલણ ઑનલાઇન તપાસવા માટે : (1) સૌ પ્રથમ ગુગલ માં જઈને https://echallan.parivahan.gov.in/ વેબસેટ પર જાઓ. (2) આ પછી Get Challan Details અથવા pay now પર ક્લિક કરો. (3) પછી તમારે ચલણ નંબર, વાહન નંબર, DL નંબરમાંથી કોઈપણ એક પસંદ કરો.

(4) પછી તમે જે પણ વિકલ્પ પસંદ કર્યો છે તે મુજબની કેટલીક વિગતો તમને પૂછવામાં આવશે, તેને તમારે ભરવાની રહેશે. (5) પછી કેપ્ચા કોડ ભરીને Get Details પર ક્લિક કરો. આ પછી, તમારા ચલનની વિગતો તમારી સામે આવી જશે અને જો તમને મેમો આવ્યો છે તો તમને અહીંથી પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ દેખાશે.

ટ્રાફિક ચલણ કેવી રીતે ભરવું : (1) જ્યારે તમે મેમો કેટલો ભરવાનો છે તેની વિગતો જોશો ત્યારે તમને pay now નો વિકલ્પ દેખાશે. આના પર ક્લિક કરો. (2) ચુકવણી કરવા માટે તમારા નંબર પર એક OTP આવશે. તેને અહીં તમારે દાખલ કરવાનો રહેશે પછી વેરીફાઈ કરવાનો રહેશે.

(3) પછી તમને રાજ્યની ઇ-ચલણ વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.ત્યાંથી તમે ચલણને ભરી શકશો. આ માટે તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો પણ ઉપયોગ કરીને ભરી શકો છો. આ પછી તમારું ચલણ (મેમો) ઘરે બેઠા ભરાઈ જશે.

જો તમારે પણ ટ્રાફિક નો ઈ મેમો આવ્યો છે તો તમે પણ આ રીતે ઘરે બેઠા ભરી શકો છો. તમારે કોઈ પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા