tea cup reuse ideas
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શું તમારા રસોડાના કેબિનેટ્સમાં પણ ખૂબ જૂના ચાના કપ છે અને તમે તેનો ઉપયોગ પણ કરતા નથી? મોટાભાગના લોકો તેમના મનપસંદ કપમાં જ ચા કે કોફી પીતા હોય છે. જેના કારણે ઘરમાં રહેલા બાકીના કપનો ક્યારેય ઉપયોગ કરવામાં નથી આવતો હોતો.

આવી સ્થિતિમાં, તે કપનો ઉપયોગ ના થવાને લીધે રંગ અને ડિઝાઇન બંને ખરાબ થઇ જાય છે. શું તમે પણ જુના કપને ફેંકી દો છો? જો તમારો જવાબ હા હોય તો તમારે આવું ના કરવું જોઈએ. કારણ કે આજે અમે તમને જણાવીશું કે તમે જૂના કપનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

સૌથી સારી વાત એ છે કે તમે જુના કપનો માત્ર એક નહીં પણ ઘણી રીતે ફરીથી ઉપયોગમાં લઇ શકો છો. શું તમે પણ કપને લગતા આ આ આઈડિયા વિશે જાણવા માંગતા હોય તો આ લેખમાં જણાવેલ 3 આઈડિયા તમને જરૂર મદદરૂપ થશે.

છોડ ઉગાડો : શું તમે બજારમાંથી છોડને ઉગાડવા માટે પોટ્સ ખરીદો છો? તો હેવ તમારે આ માટે વધુ પૈસા ખર્ચવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમને તેનો સારો વિકલ્પ જણાવીશું. જો તમારા ઘરમાં કેટલાક બિનઉપયોગી જુના કપ પડેલા હોય તો તેમાં છોડ ઉગાડી શકો છો.

બસ આ માટે કપમાં થોડી માટી નાખો અને પછી છોડના બીજ રોપો. પછી દરરોજ થોડી માત્રામાં પાણી આપતા રહેશો એટલે થોડા સમય પછી છોડ ઉગવા લાગી જશે. સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારા બેડરૂમમાં પણ રાખી શકો છો. જો તમારી પાસે વધારે કપ છે તો વધુ છોડ લગાવીને તમારા ઘરને વધુ સુંદર બનાવી શકો છો.

પેન અને પેન્સિલ મુકવા માટે : બાળકોવાળા ઘરમાં બાળકોની પેન અને પેન્સિલો આખા ઘરમાં વેરવિખેર પડી હોય છે. જેના કારણે ઘર ગંદુ લાગે છે. જો કે, તમને બજારમાં પેન મુકવાની વસ્તુઓ મળશે પરંતુ કેટલીકવાર તે તૂટી જાય છે અને તેને વારંવાર ખરીદવું આપણા માટે શક્ય નથી.

આ કિસ્સામાં તમે જૂના કપનો ઉપયોગ કરીને જુના કપનો ઉપયોગ કરી શકો છો. જો તમારે ક્રિએટિવિટી કરવી હોય તો કપને પેઇન્ટ કરીને તેના પર ડિઝાઈન બનાવીને સુંદર બનાવી શકો છો અને તેમાં બાળકોની પેન અને પેન્સિલને મૂકી શકો છો.

આશા છે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. આવા જ વધુ લેખો વાંચવા ગમતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા