gujarati dabeli recipe
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દાબેલી ભારતીય લોકોનો મનપસંદ નાસ્તો છે. આ ગુજરાતની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે, જેનો જન્મ કચ્છના માંડવી શહેરમાં થયો હતો, જે પછી કચ્છથી લઈને ટૂંક સમયમાં જ આ રેસીપી ઉત્તર ભારતના ભાગોમાં પહોંચી ગઈ હતી અને આજે તે સમગ્ર ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે.

દાબેલી મહારાષ્ટ્રીયન પ્રખ્યાત વાનગી વડા પાવ જેવી દેખાય છે. તમે તેને સવારે કે સાંજે નાસ્તામાં ખાઈ શકો છો. તેનો ખાટો-મીઠો સ્વાદ, તમારા બાળકોથી લઈને મોટી વયના લોકોને પણ ખુબ જ ગમશે.

કેટલાક લોકોને દાબેલી બહાર જેવી બનાવવી મુશ્કેલ કામ લાગે છે. કારણ કે બીજી નાસ્તાની સરખામણીમાં દાબેલીની તૈયારીમાં વધુ સમય લાગે છે. આ કામને સરળ બનાવવા માટે તમે દાબેલીની તૈયારી એક રાત અગાઉથી કરી શકો છો, પછી તમે તરત જ બનાવીને સર્વ કરી શકો છો.

સામગ્રી : દાબેલી મસાલો બનાવવા માટે 1 વાટકી શેકેલા મસાલા (વરિયાળી 2 ચમચી, લાલ મરચું 3 ચમચી, લવિંગ 3, જીરું 1/2 ચમચી, ધાણા 2 ચમચી) સ્ટફિંગ માટે – 1 મોટો બાઉલ (બાફેલા બટાકા 4, તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, હીંગ 1 ચપટી, લીલા મરચા 3, આદુ અને લસણની પેસ્ટ 1 ચમચી, હળદર પાવડર 1/2 ચમચી,

મીઠું 1/4 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, ખાંડ 1 ચમચી, કોથમીર 1 ચમચી, પાણી 1/2 કપ), પાવ 1 પેકેટ, પીનટ સોસ 1 ચમચી, મીઠી ચટણી 2 ચમચી, કોથમીરના પાન 2 ચમચી, બદામ 5, નાળિયેરનું છીણ 1/2 ચમચી, નાયલોન સેવ 1/2 કપ અને દાડમના દાણા 1/2 કપ.

દાબેલી બનાવવાની રીત : દાબેલી બનાવવા માટે સૌથી ખાસ અને સિક્રેટ વસ્તુ દાબેલીનો મસાલો છે, જેનાથી દાબેલીનો સ્વાદ બમણો થઇ જાય છે. દાબેલીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક પેન મૂકો અને તેમાં વરિયાળી, સૂકું લાલ મરચું, લવિંગ, જીરું અને ધાણા ) ઉમેરીને શેકી લો.

મસાલા શેકતી વખતે ગેસને આંચ ધીમી રાખો જેથી મસાલો સારી રીતે શેકાઈ જાય અને બળે નહીં.
જ્યારે મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધને મસાલાને થોડો સમય ઠંડુ થવા દો. જ્યારે મસાલો ઠંડો થઈ જાય ત્યારે મિક્સરની મદદથી સારી રીતે પીસી લો.

આ પછી જ્યારે મસાલો ઝીણો પીસાઈ જાય ત્યારે તેને એક વાસણમાં મૂકો. આ સરળ સ્ટેપ્સને અનુસરીને તમે પણ ઘરે સરળતાથી દાબેલી મસાલો બનાવીને તૈયાર કરી શકો છો.

સ્ટફિંગ બનાવવા માટે, સૌથી પહેલા ગેસ પર કઢાઈ કે પેન મૂકો, તેમાં તેલ ઉમેરીને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ અને મરચું નાખીને સાંતળો. જીરું અને મરચાં બરાબર સાંતળી જાય એટલે તેમાં હળદર ઉમેરો.

પછી બાફેલા બટાકાને પેનમાં ઉમેરીને મેશ કરો, પછી તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. પછી મિશ્રણમાં ખાંડ અને મીઠું ઉમેરીને થોડીવાર ફ્રાય કરો. બટાકા ફ્રાય તઘઈ ગયા પછી તેમાં પાણી ઉમેરીને બટાકાને થોડીવાર રંધાવા દો. બટાકા રંધાઈ જાય એટલે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. બસ તમારું સ્ટફિંગ તૈયાર થઈ જશે.

આ પછી, હવે દાબેલીનું છેલ્લું સ્ટેપ આવશે, જેમાં તમને ઓછો સમય લાગે છે. દાબેલી બનાવવા માટે, સૌથી પહેલા પાવને વચ્ચેથી કાપીને એક બાજુ પીનટ ચટણી અને બીજી બાજુ મીઠી ચટણી લગાવો.

આ પછી વચ્ચે તૈયાર કરેલું બટાકાનું સ્ટફિંગ અંદર ભરો. હવે દાબેલીના સ્ટફિંગ ઉપર દાબેલી મસાલો, દાડમના દાણા અને સેવ ઉમેરીને સ્ટફિંગને ગાર્નિશ કરીને પાવને દબાવીને બંધ કરો. હવે પેન પર બટર નાખીને દાબેલીનો શેકી લો. તો ગરમ દાબેલી તૈયાર છે.

ટિપ્સ : દાબેલીની તૈયારી આગળના દિવસે જ કરી લો, જેથી તમારું કામ સરળ થઈ જશે. દાબેલી મસાલાને વધુ ના શેકો, તે ગરમ થઈ જાય અને મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે તરત જ ગેસ બંધ કરી દો.

જો તમને દાબેલીમાં ખાટી-મીઠીનું કોમ્બિનેશન ગમતું હોય તો તમે ઘરે જ આ રીતે દાબેલી બનાવીને એકવાર ટ્રાય કરો. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય અને આવી જ ટેસ્ટી રેસિપી જાણવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા