mata pita ni seva
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજના સમયમાં મોટાભાગના બાળકો તેમના માતા-પિતાની વધતી ઉંમરની સાથે તેમનો સાથ આપે છે અને તેમનું પાલન-પોષણ કરતા હોય છે. જેમ-જેમ માતા-પિતા મોટા થાય છે તેમ-તેમ તેઓને પણ બાળકો પર આધાર રાખવો પડે છે.

આ તે જ સમય છે જ્યારે તમારે તેમને સાથ આપવાની જરૂર હોય છે, સમજવાની જરૂર છે અને તેમને સ્વસ્થ રાખવાની પણ જવાબદારી બાળકોની જ હોય છે. વૃદ્ધત્વ આવવાની સાથે કોઈપણ વ્યક્તિનો સ્વભાવ થોડો ચીડચીડીઓ થઇ જાય છે પરંતુ તમારે સમજવાની અને તેમને સપોર્ટ કરવાની જરૂર છે જે તમારી જવાબદારી છે.

માતા-પિતા વૃદ્ધ થાય છે તેમ તેઓને શું સમસ્યાઓ છે તે વિશેની ચર્ચા બાળકો સાથે કરવામાં થોડી ખચકાટ અનુભવે છે, કારણ કે તેઓને ખબર છે કે તમારી જીવનશૈલી કેટલી વ્યસ્ત હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેમના પર ધ્યાન ના આપો.

આ તમારી જવાબદારી છે કે તમે આ બાબતે તેમની સાથે ખુલીને વાત કરો કારણ કે જ્યારે પરિવારના સભ્યો ભેગા મળીને જયારે ચર્ચા કરે છે ત્યારે તેમના માટે પણ તેમની સમસ્યાઓ તમારી સમક્ષ રજુ કરવી ખૂબ જ સરળ બની જાય છે.

જો તમે પણ તમારા માતા-પિતાની યોગ્ય રીતે સંભાળ કેવી રીતે રાખવી તે વિષે જાણવા માંગતા હોય અને તેમને ખુશ રાખવા માંગતા હોવ તો તમારે આ 5 બાબતોને ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ખોરાક પર ધ્યાન આપો : દરેક બાળક ઈચ્છે છે કે તેના માતા-પિતા સ્વસ્થ રહે તો તે માટે જરૂરી છે કે તમે તેમના ખાનપાનનું ધ્યાન રાખો અને પૌષ્ટિક ખોરાક આપો. ઉંમર વધવાની સાથે તેમની ખાવાની ઈચ્છા પણ દિવસે દિવસે ઓછી થતી જાય છે.

પરંતુ આ સ્થતિમાં તમારી જવાબદારી બને છે કે તેમને સારો આહાર આપો જેથી તેમને પૂરતા પોષક તત્વો મળી શકે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં હાડકાં નબળાં પડી જાય છે તેથી તેમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપો અને તેમના સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખો, જેથી તે પણ અંદરથી સંતુષ્ટ અને ખુશખુશાલ રહે.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો : આપણે સૌ જાણીયે છીએ કે માતા-પિતા જેમ જેમ મોટા થાય છે તેમ તેમ તેઓ ફરવાનું બંધ કરી દે છે અને તેમને ક્યાંય પણ જવામાં કે ફરવામાં રસ નથી રહેતો. પરંતુ તમે તેમને ચાલવા માટે પ્રેરણા આપો જેથી તેમનામાં એનર્જી જળવાઈ રહે.

તમે તેમને સવારે મોર્નિંગ વોક પર ધીમે ચાલવા કહો અથવા યોગ કરવાની સલાહ આપો, તેમના સાંધાઓની માલિશ કરો કારણ કે આ ઉંમરમાં સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય હોય છે, તેનાથી તેમના સાંધા મજબૂત થશે અને દુખાવો ઓછો થશે.

જો તમે આટલું કરશો તો પણ તેઓ રહેશે અને બીમારીઓ પણ તેમનાથી ઘણી દૂર રહેશે, આ સાથે જ્યારે પણ તમે ફ્રી હોવ ત્યારે તેમને તમારી સાથે ક્યાંક બહાર ફરવા લઈ જાઓ, બહાર નું વાતાવરણ જોઈને તેઓ પણ ખુશ થશે.

દવાઓનું ધ્યાન રાખો : તમે દવાઓની એક્સપાયરી ડેટ જોયા પછી ખરીદી કરીને તેમને સમયસર ખાવા આપો અને સમયાંતરે તેમના શરીરનો ચેકઅપ અને બ્લડ ટેસ્ટ કરાવો. જો તેમને કોઈ સમસ્યા જણાય છે તો અવગણના કર્યા વગર તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લો. આ ઉંમરે રાહ જોવી યોગ્ય નથી.

માનસિક તણાવથી દૂર રાખો : તમારા માતા-પિતાની ઉંમર વધવાની સાથે તમારા પર નિર્ભર બની જાય છે તેથી આ સમયમાં તેમને પ્રેમ અને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરો. તેનાથી તેઓ તણાવથી દૂર રહેશે અને ખુશ અને સ્વસ્થ રહેશે.

તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો : તેમને તમારી પાસે નાની નાની બાબતો માટે પૈસા માટે તમારા ઉપર આધાર ના રાખવો પડે તે માટે તમે તમારા માતા-પિતાને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ પણ આપી શકો છો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ જણાવો.

તેમના મોબાઈલમાં તમારો નંબર પ્રાયોરિટી લિસ્ટમાં મૂકો અથવા તમારા પેરેન્ટ્સના મોબાઈલમાં ફાસ્ટ ડાયલમાં રાખો જેથી તેઓ ક્યાંય પણ અટવાઈ ગયા હોય અથવા કોઈ પણ ઈમરજન્સી હોય તો તરત જ તમને ફોન કરી શકે.

આ લેખમાં તમે સમજી ગયા હશો કે તમારા વડીલોની કેવી રીતે કાળજી રાખી શકો છો જેથી કરીને તેઓને વૃદ્ધાવસ્થાનો સમય ભારે ન લાગે. યાદ રાખો કે તમારી પણ ફરજ છે તેમના પ્રત્યે કે જેમણે દરેક સુખ પહેલાં તમારી ખુશી જોઈ છે અને તેમનું આખું જીવન તમારા માટે ખર્ચી કાઢ્યું છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા