અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં દૂધી નું સેવન કરવાથી આરોગ્યની અનેક સમસ્યાઓથી બચી શકાય છે. દૂધી માં લગભગ 12 ટકા પાણી હોય છે અને બાકીનું ફાઈબર હોય છે. ભારતીય વાનગીઓમાં દૂધી નો ખૂબ ઉપયોગ થાય છે.

દૂધીની શ્રેષ્ઠ બાબત એ છે કે તે ખૂબ જ સરળતાથી મળી શકે છે. ઘણા લોકોને દૂધી ખાવાનું ગમતું નથી પણ, શું તમે જાણો છો કે દૂધી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધીમાં ઘણા ગુણધર્મો હોય છે.

જે શરીરના અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.ચાલો આપણે તમને જણાવી દઈએ કે દૂધી તમારા શરીરમાં વિટામિન બી, વિટામિન સી, આયર્ન અને સોડિયમની ઉણપને પહોંચી વળવામાં મદદ કરે છે.

દૂધી માં પુષ્કળ આયર્ન મળી આવે છે. હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા લોકોએ તેમના આહારમાં દૂધીને શામેલ કરવી જોઈએ. આજે અમે તમને દૂધી નહીં પણ દૂધીના જ્યુસના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. દૂધીનો રસ પીવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

દૂધીનો રસ પીવાના ફાયદા:
1. જાડાપણું – વજન ઓછું કરવા માંગતા લોકો માટે દૂધીનો રસ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ જ્યુસનું નિયમિત સેવન કરવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે અને વજન સરળતાથી ઘટાડી શકે છે. દૂધીના રસમાં વિટામિન, પોટેશિયમ અને આયર્ન ઘણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

2. શરીરની ગરમી – જો તમારા શરીરમાં ગરમી છે, જેના કારણે માથાનો દુખાવો અથવા અપચો છે, તો પછી દૂધીનો રસ પીવો, દૂધીના રસમાં આદુ ઉમેરીને પીવાથી શરીરની ગરમી ઓછી થઈ શકે છે.

3. હાર્ટ: દૂધીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારો માનવામાં આવે છે. દૂધીનો રસ નિયમિત પીવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે, જેનાથી હાર્ટ પ્રોબ્લેમ્સનું જોખમ ઓછું થઈ શકે છે.

4. લીવર : લીવર આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. વધુ તળેલું અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી લીવરમાં બળતરા વગેરે થાય છે. પરંતુ ચાલો આપણે તમને જણાવી દઈએ કે દૂધીના રસનું સેવન કરવાથી લીવરને સ્વસ્થ રાખી શકાય છે.

દૂધીનો રસ બનાવવાની રીત : દૂધીનો રસ બનાવવા માટે, પહેલા દૂધી છોલીને છાલ કાઢી ને ધોઈ લો. પછી તેને નાના નાના ટુકડા કરી લો. હવે બ્લેન્ડરમાં દૂધીના ટુકડા, ફુદીનાના પાન એડ કરીને . જ્યુસ તૈયાર કરી લો. હવે તેમાં જીરું પાવડર, મીઠું અને મરીનો પાવડર નાખો અને બરાબર મિક્ષ કરી લો, હવે તેમાં બરફ ઉમેરીને સર્વ કરો.

નોંધ : આ ઘરેલુ ઉપચાર સામાન્ય માહિતી પુરી પાડે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડોક્ટરની સલાહ લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “જાડાપણું, શરીર ની ગરમી, હૃદય, લીવર, શરીરના અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે આ રસ”

Comments are closed.