dudh no upyog
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દૂધનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. કોઈ ચા ના શોખ માટે પીવે છે તો કોઈ સ્વાસ્થ્ય બનાવવા માટે દૂધ પીવે છે. એટલું જ નહીં પણ દૂધમાંથી એક નહિ અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને છાસ, મીઠાઈ, પનીર અને ઘી ઘરે જ સરળતાથી બનાવી શકાય છે.

પરંતુ માત્ર દૂધ ખાવા અને પીવા માટે જ નથી વપરાતું, તમે તેનો ઉપયોગ બીજી વસ્તુઓ માટે પણ કરી શકો છો. આ વાત બહુ ઓછા લોકો જાણે છે પરંતુ દૂધ સાથે જોડાયેલી ઘણા રસપ્રદ હેક્સ છે.

તમે ઘરની કેટલીક બીજી જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ દૂધનો ઉપયોગ કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો. ચાલો તો આવો અમે તમને દૂધ સંબંધિત કેટલાક હેક્સ વિશે જણાવીએ, કે જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય.

શાકમાં દૂધનો ઉપયોગ : જો તમે હોટલ જેવું જ સ્વાદિષ્ટ શાક ઘરે બનાવવા માંગતા હોય તો અને તેની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માંગતા હોય તો તમારે દૂધનો ઉપયોગ કરવો જ જોઈએ. દૂધ ઉમેરવાથી કોઈપણ શાકનો સ્વાદ બે ગણો વધી જાય છે અને શાક વધારે સ્વાદિષ્ટ લાગે છે. સૌથી સારી વાત એ છે કે દૂધમાં રહેલા તમામ પોષક તત્વો શાકમાં ભળી જાય છે.

ઝાડમાં દૂધ રેડવું : જો તમારા બગીચામાં વૃક્ષો અથવા છોડ સુકાઈ રહ્યા છે તો તમે તેમાં પાણીની સાથે દૂધ ઉમેરી શકો છો. જો તમે ઝાડમાં દૂધ રેડવા નથી માંગતા તો તમે પાણીમાં દૂધ અને વિટામિન-સીની ગોળી મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરી શકો છો અને આ મિશ્રણને ઝાડના સુકાઈ ગયેલા પાંદડા પર છંટકાવ કરી શકો છો, આનાથી ઝાડના પાન લીલા થઇ જશે.

ત્વચા અને વાળ માટે દૂધનો ઉપયોગ : દૂધમાં લૈક્ટિક એસિડ હોય છે અને તે ત્વચા અને વાળ બંનેની સંભાળ માટે સારું છે. તમે દૂધના ઉપયોગથી થી ઘણા પ્રકારના હેર પેક અને ફેસ પેક બનાવી શકો છો. જો તમને ત્વચા સંબંધિત કોઈ ઇન્ફેક્શન લાગ્યો હોય તો તમે ત્યાં દૂધને દવા તરીકે લગાવી શકો છો.

આ સિવાય તમે પાણીમાં દૂધ મિક્સ કરીને ફેશિયલ સ્ટીમ લઈ શકો છો અથવા ઠંડા દૂધના કોટન પેડને આંખો પર લગાવીને આંખોનો થાક દૂર કરી શકાય છે.

કપડાં પરથી ડાઘ દૂર કરવા માટે : જો કપડામાં વાઇન કે તેલના ડાઘા અથવા માટીના ડાઘ હોય તો તમે દૂધમાં મીઠું મિક્સ કરીને આ જિદ્દી ડાઘને સાફ કરી શકો છો. આટલું જ નહીં કપડાંની સાથે ચામડાના ફર્નિચરની સફાઈ માટે પણ દૂધનો ઉપયોગ કરી શકાય છે. ચામડાના ફર્નિચરને દૂધથી સાફ કરવાથી ફર્નિચરને નવી ચમક મળે છે અને તેની ખરબચડી પણ દૂર થાય છે.

તે જ સમયે ચાંદીના વાસણો સાફ કરવા માટે પણ તમે દૂધ અને વિનેગરનાના દ્રાવણનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ દૂધ સંબંધિત હેક્સ ગમ્યા હોય તો આવા જ વધારે બીજા હેકર્સ, કિચન ટિપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા