ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની સૌથી મોટી એક સમસ્યા એ છે કે દરરોજની ખાવા પીવાની વસ્તુઓ બગડવા લાગે છે. સૌથી વધારે જો ખરાબ થતું હોય તો તે છે દૂધ. જો દૂધને થોડા સમય માટે પણ બહાર રાખવામાં આવે તો તે બગડવા લાગે છે અને આવા સમયે શું કરવું તે સમજાતું નથી.
ઘણી વાર ઉકારેલું દૂધ પણ એક-બે દિવસ ફ્રીજમાં રહે તો પણ બગડી જાય છે. કેટલીક વાર વહેલી સવારે ચા બનાવવા માટે દૂધ બહાર કાઢો, ત્યારે ખબર પડે છે કે દૂધ ફાટી ગયું છે, ત્યારે તમે સમજી શકો છો કે કેટલું નિરાશાજનક લાગે છે. આવી સ્થિતિમાં, હવામાન તો બદલી શકતા નથી, પરંતુ કેટલીક ટિપ્સ અપનાવી શકાય છે, જેની મદદથી તમે તમારા ઘરમાં રાખેલા દૂધને ફાટવાથી બચાવી શકો છો.
ઉનાળામાં કાચા દૂધને ફાટતા કેવી રીતે બચાવશો?
આ કદાચ સૌથી સરળ ટિપ્સ છે અને તેની મદદથી તમે તમારા ઘરમાં કાચા દૂધને 7 દિવસ સુધી પ્રિઝર્વ કરીને રાખી શકો છો. આ પદ્ધતિનો ઉપયોગ ઘણા લોકો કરે છે અને મોટાભાગે માતાનું દૂધ પણ એ જ રીતે સાચવવામાં આવે છે.
આ માટે, તમારે કાચા દૂધને ફ્રીઝરમાં ફ્રીઝ કરી દેવાનું છે. જો તમે બજારમાંથી પેકેટ લાવો છો તો પેકેટ સીધું ફ્રીઝરમાં મુકો અને જો દૂધવાળા ભાઈ પાસેથી દૂધ લો છો તો તેને બરફની ટ્રે અથવા કોઈપણ ડીપ વાસણમાં ભરીને ફ્રીઝરમાં રાખો.
બસ હવે તે 7 દિવસ સુધી તાજું રહેશે અને જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે તેને ઓરડાના તાપમાન રાખો અથવા ઉપયોગ કરતા પહેલા થોડા સમય માટે તેને પાણીમાં મૂકો. તેને ઓગળવામાં 15-20 મિનિટ લાગી શકે છે, પરંતુ તે ફાટશે નહીં, તે વાત ચોક્કસ છે.
મોટાભાગના લોકો જાણતા જ નથી કે દૂધને પ્રિઝર્વ કરી શકાય છે અને તેને સાચવવાની આ એક ટેકનિક છે. જો તમે પણ વારંવાર દૂધ બગડવાની અથવા ફાટી જવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો આ ટિપ્સ ચોક્કસ અજમાવો.
દૂધ ઉકાળ્યા પછી ફાટતું અટકાવવાના ઉપાયો
અત્યાર સુધી અમે તમને કાચા દૂધને ફાટવાથી કેવી રીતે બચાવી શકાય તે જણાવ્યું છે , પરંતુ મોટાભાગના લોકો દૂધને ઘરમાં લાવતાની સાથે જ ઉકાળી લે છે, પરંતુ તે પછી પણ તે ફાટી જાય છે. આ કિસ્સામાં, તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.
1. એક ચપટી કોર્ન સ્ટાર્ચ : દૂધને ઉકાળતી વખતે તેમાં એક ચપટી કોર્ન સ્ટાર્ચ ઉમેરો. તેનાથી એવું થશે કે દૂધની અંદર રહેલા ઘટકો અલગ નહીં થાય અને તે ફાટશે નહીં. પરંતુ ધ્યાનમાં રાખો કે તે ફક્ત એક ચપટી જ ઉમેરવાનું છે, જો વધારે નાખશો તો દૂધ ઘટ્ટ થઈ જશે અને તેનો સ્વાદ પણ બગડી જશે.
2. દૂધને 24 કલાકમાં બે કે ત્રણ વાર ઉકાળો : જો આપણે દૂધ ઉકાળીએ છીએ તો તેની અંદરના બેક્ટેરિયા રિએક્ટ કરતા નથી. જો તમે ઉનાળામાં 2-3 વખત દૂધ ઉકાળોછો તે દૂધને ફાટી જતા બચાવશે. અને ઉકાળ્યા પછી તરત જ તેને ફ્રિજમાં ન મુકો. તેને થોડી વાર માટે ગરણીથી ઢાંકીને ઓરડાના તાપમાને રહેવા દો.
3. એસિડિક વસ્તુઓથી દૂર રાખો : ઘણી વખત આપણે ઉતાવરમાં દૂધને ઢાંક્યા વગર ફ્રીજમાં મૂકી દઈએ છીએ, આ સાચી રીત નથી. આપણે તેને એસિડિક વસ્તુઓથી દૂર રાખવું જોઈએ, જેમ કે ટામેટાંનો રસ, ચટણી, લીંબુ વગેરે. આ સિવાય જો દૂધની આસપાસ કાચું માંસ કે તરબૂચ જેવી વસ્તુઓ હોવાને કારણે પણ દૂધ દૂષિત થઈ શકે છે.
ઉનાળામાં દૂધને ફાટતું અટકાવવામાં આ ટિપ્સ તમને મદદરૂપ થઈ શકે છે. જો તમારે પણ ઉનાળામાં દૂધ ફાટવાની સમસ્યાથી પરેશાન થાઓ છો તો ચોક્કસથી આ ટિપ્સનો ઉપયોગ કરો. જો તમને આ માહિતી ગમી હોય તો, આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.