Do not do this mistake after getting a facial
Image credit - Freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફેશિયલ કરાવવું ખૂબ જ સરસ લાગે છે અને તે પછી ત્વચા પર જે ગ્લો આવે છે તેને પણ જોઈ શકાય છે, પરંતુ મોટા ભાગના લોકો ફરિયાદ કરે છે કે ફેશિયલ કરાવ્યા પછી તેમની ત્વચાનો ગ્લો જલ્દી જતો રહે છે.

ફેશિયલ કરાવવાનો કોઈ ફાયદો થતો નથી. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ઇચ્છે છે કે ફેશિયલ પછી ગ્લો વધુ સમય સુધી ટકી રહે તો તેના માટે તમારે ફેસિયલ કરાવ્યા પછી કેટલીક ખાસ ટિપ્સ ફોલો કરવી પડશે.

કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા બ્યુટી અને ત્વચા નિષ્ણાત વિજ્ઞાની ડૉ. કિરણ એમડીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા જણાવે છે કે ફેશિયલ કર્યા પછી ત્વચાની ચમક જળવાઈ રહે તે માટે ફેશિયલ પછી શું શું ન કરવું જોઈએ, તે આ લેખમાં જાણો.

1. ઓશીકું કવર બદલો અથવા ધોઈ લો : આપણને ધ્યાન નથી હોતું કે ઓશીકું કવર આપણા માટે કેટલું મહત્વનું છે. આખો દિવસ વાળમાંથી નીકળતું તેલ, ધૂળ, ગંદકી ઓશીકાના કવરને શોષી લે છે અને આવી સ્થિતિમાં જો તમે ફેશિયલ કર્યા પછી ગંદા કવરનો ઉપયોગ કરશો તો તે ચહેરાની ચમક ઝડપથી દૂર થઇ જશે.

2. હાઇડ્રેશનનું ધ્યાન રાખો : ફેશિયલ પછી તમારી ત્વચા ગ્લો કરે છે પરંતુ તેની ચમક જાળવી રાખવા માટે દિવસ દરમિયાન હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો ત્વચામાં કરચલીઓ જોવા મળશે, તેથી ખુબ પાણી પીવો.

3. સૂર્યથી બચીને રહો : સૂર્યપ્રકાશ કોઈપણ રીતે તમારી ત્વચાની ચમક ચોરી લે છે અને આવી સ્થિતિમાં જો તમે વધુ સૂર્યપ્રકાશમાં જશો તો ત્વચાની ચમક કોઈપણ રીતે દૂર થઈ જશે. આવી સ્થિતિમાં ફેશિયલ કરાવ્યા પછી સૂર્યથી દૂર રહેવું જોઈએ.

4. આ વસ્તુઓનો ઉપયોગ ના કરો : ફેશિયલ કરાવ્યા પછી ત્વચા સંવેદનશીલ બની જાય છે તેથી ફેસવોશનો પણ ઉપયોગ ના કરવો જોઈએ. તમે તેનું ધ્યાન નથી રાખતા તો તમારા ચહેરા પર પિમ્પલ્સ થઈ શકે છે. તેથી આવી એક્ટિવ વસ્તુઓથી દૂર રહો.

5. ગરમ પાણીથી સ્નાન ન કરો : એવી કોઈપણ કામ જેનાથી તમારા રોમછિદ્રો ખુલી જાય તેને ના કરો. જો તમે ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરો છો અથવા સ્ટીમ લો છો તો ફેસિયલની ચમક દૂર થઈ જશે.

6. ફેસ વેક્સ ન કરો : જો તમને એવી વસ્તુઓની મનાઈ કરવામાં આવી રહી છે જેનાથી રોમછિદ્રો ખુલી જાય છે તો ચહેરા પર વેક્સ બિલકુલ ન કરાવો. આ તમારી ત્વચા માટે ખૂબ જ ખરાબ હોઈ શકે છે.

7. તમારા ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો : જો તમે તમારા વાળને વારંવાર સ્પર્શ કરો છો તો તે ઓઈલી થાય છે તેવી જ રીતે ચહેરા સાથે પણ એવું છે. જો તમે વારંવાર ચહેરા પર હાથ લગાવો છો તો ચહેરા પર ફોલ્લીઓ થઇ શકે છે. ચહેરા પર હાથની ગંદકી ચોંટી જાય છે જેના કારણે ચહેરાની ચમક દૂર થઇ જાય છે.

8. મેક-અપ ના કરો : જે દિવસે તમે ફેશિયલ કરાવો તે જ દિવસે મેકઅપ ન કરવું જોઈએ. તે ચહેરાના ગ્લોને અસર કરે છે અને મેકઅપના છિદ્રોમાં જમા થવાની શક્યતા વધી જાય છે.

9. તે જ દિવસે કસરત ના કરો : તમે જે દિવસે ફેશિયલ કરાવો છો તે જ દિવસે કસરત ના કરવી જોઈએ. જો તમે તે જ દિવસે કસરત કરો છો તો ત્વચા પર વધુ પરસેવો થવાને કારણે ફેસિયલની ચમક દૂર થવાનું જોખમ વધી જાય છે.

જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો તો ફેસિયલ કરાવ્યા પછી ચહેરાની ચમક લાંબા સમય સુધી ટકી રહેશે. જો તમને ફેશિયલથી કોઈપણ પ્રકારની એલર્જી હોય તો ત્વચારોગ ડોક્ટર સાથે સંપર્ક કરો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફેશિયલ કરાવ્યા પછી આ 9 કામ ભૂલથી ના કરો, નહીંતર ફેસિયલના પૈસા પાણીમાં જશે”

Comments are closed.