difference between sugar and jaggery
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પહેલાના સમયમાં ખાંડ કરતાં ગોળ નો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો. આપણા વડીલો પણ ગોળનો પુષ્કળ ઉપયોગ કરતા પરંતુ, ત્યારબાદ ખાંડનો ઉપયોગ વધતા જોવા મળે છે. જેથી ખાંડનો ઉપયોગ વધવાથી બીમારીઓ પણ પ્રવેશવા લાગી. આપણે આ વાત જાણતા નથી, કે ખાંડના ઉપયોગથી અને નવી નવી બીમારીઓ શરીરમાં આવી શકે છે.

ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી બને છે. પરંતુ બંનેની બનવાની પ્રક્રિયા તદ્દન અલગ છે. બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, આંખના રોગો ચામડીના રોગો, આ પ્રકારના રોગોથી પીડાતા લોકોએ ખાંડનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. આપણે ખાંડ અને ગોળ ના થોડાક તફાવત જોઈએ.

ખાંડ પાચનશક્તિને મજબૂત બનાવે છે જયારે ગોળ પાચનશક્તિ સતેજ બનાવે છે. ખાંડ ખાવાથી ચામડીના રોગ, ગુમડા, ખીલ જેવા અનેક રોગો થયા હોય તો એને વધારી શકે છે જયારે ગોળ આ બધું મટાડવા માટે સક્ષમ છે. ખાંડનું વધુ પડતું સેવન આંખોના રોગને આમંત્રણ આપી શકે છે જયારે ગોળ આંખના સ્નાયુને મજબૂતાઈ આપે છે અને આંખને તેજોતમ રાખવામાં મદદ કરે છે.

ખાંડનું સેવન હાડકા નબળા પાડી શકે છે જ્યારે ગોળ હાડકા મજબુત કરી શકે છે. ખાંડ યાદ શક્તિ ઘટાડી શકે છે જ્યારે ગોળ યાદશક્તિ મજબૂત બનાવે છે. ખાંડનો વધુ પડતું સેવન લોહીમાં નકામા તત્વોનું પ્રમાણ વધારનાર જાણવા મળ્યું છે ત્યારે ગોળ નકામા તત્વોને બહાર કાઢે છે.

ખાંડ નું સેવન ડિપ્રેસન વાળી વ્યક્તિએ ઓછું કરવું જોઈએ ત્યારે ગોળ ડિપ્રેશન ઘટાડે છે. ખાંડમા ગળપણ (શર્કરા) સિવાય કશું જ હોતું નથી ત્યારે ગોળમાં વિટામિનો, ખનિજો, લોહતત્વ આ બધું જોવા મળે છે. ખાંડ વાયુ, પિત્ત અને કફને વધારી શકે છે જ્યારે ગોળ વાયુ, પિત્ત અને કફને મટાડે શકે છે.

ખાંડના સેવનથી વાયુ અસંતુલિત થાય છે. અપચો, કબજીયાત, વા વગેરે બીમારીઓ લાવી શકે છે જ્યારે ગોળ વાયુ ઘટાડે છે અજીર્ણ મટાડે છે અને હાડકા મજબુત કરે છે. ખાંડના સેવનથી પિત્ત, એસીડીટી થઈ શકે છે અથવા એસીડીટી થઈ હોય તો એને ઓછું કરવામાં ખાંડનું કોઈ સેવન જરૂરી નથી જ્યારે ગોળ એસીડીટી, માઈગ્રેનની અસર વગેરે મટાડવા માટે સક્ષમ છે અને આ રોગમાં લઈ શકાય છે.

ઉનાળાની ગરમીમાં ગોળ નું પાણી પીવાથી લૂ લગતી નથી, પેટની ગરમી ન થાય પેટમાં કોઈ પ્રકારનો ઉનાવા થતો નથી. ખાંડ શરદી, કફ, ઉધરસ વગેરે રોગો કરી શકે છે, ખાંડ કફ વધારનાર છે ઉધરસ ને ઉત્તેજન આપનાર છે અને શરદીના કોઠાવાળા ને શરદી પણ વધારે છે અને ગોળ કફને બહાર કાઢે છે.

ગોળનું સેવન એક કફને પક્વ કરીને બહાર કાઢે છે. આંતરડાની પણ સફાઈ કરે છે. કબજિયાતમાં પણ ગોળની સારી સહાયક ઉપયોગીતા છે. આ રીતે જોઈએ તો ગોળના અપરંપાર અવગુણ છે. આપણા દેશમાં હજારો વર્ષથી પ્રાચીન પદ્ધતિથી ગોળ બનતો હતો અને સાકરના ગાંગડા પણ બનતા હતા.

સાકર અને ખાંડ બિલકુલ અલગ છે. સાકરનું સેવન ખૂબ જ સારું છે જે રીતે ગોળનું સેવન સારું છે. ખાંડ આપણા ઘરમાં ઉપયોગીતા ઘટાડીયે અને અનુકૂળ જગ્યાએ આપણે ગોળને સ્થાન આપીએ એવી આશા રાખું છું. મિત્રો આ બધી વાત કરું છે શાસ્ત્રોક્ત પદ્ધતિ છે પરંપરાઓની છે આપણી વૈજ્ઞાનિક પુરાવાઓ વૈજ્ઞાનીકોએ શોધ્યા છે એના સંશોધકોએ એના પરંતુ આ વાત કરી રહ્યો છું

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા