dhana jiru in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જીરું આપણા રસોડાનો એવો એક મસાલો છે, જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી રહે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ તેનો ઉપયોગ શાક માં વગાર કરવા માટે જીરુંનો ઉપયોગ કરે છે. જીરું નો મોટાભાગનો ઉપયોગ તેનો પાવડર બનાવીને દહીં અથવા છાશમાં વગેરેમાં પણ કરે છે.

જો કે જીરું ખાવાનો સ્વાદ તો વધારે જ છે પરંતુ તેની સાથે તેના બીજા ઘણા ફાયદા પણ છે. જીરું એન્ટી-ઓક્સિડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન, કોપર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ મળી આવે છે. સાથે જ તેમાં વિટામિન ઇ, સી, એ અને બી-કોમ્પ્લેક્સ જેવા વિટામિન્સ પણ હાજર હોય છે.

જો કે સ્વાસ્થ્ય અને ખાવાનું કાળજી લેવા માટે મહત્વનું છે કે તમે સારી ગુણવત્તાવાળું જીરું બજારમાંથી ખરીદો અને સ્ટોર કરો. કદાચ તમે પણ જીરું ખરીદતી વખતે મૂંઝવણ અનુભવતા હશો.તો આજે આ લેખમાં અમે તમને જીરું કેવી રીતે ખરીદવું, સ્ટોર કરવું અને રાંધવા સંબંધિત કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ.

જીરું ખરીદવા માટે ટિપ્સ : જીરું પીળા-ભૂરા રંગનું અને અંડાકાર આકારનું હોય છે અને તેનો આકાર ગાજરના બીજ જેવો દેખાય છે. તેથી જ્યારે પણ તમે જીરું ખરીદવા જાઓ ત્યારે તેના લેબલને ધ્યાનથી વાંચો, જેથી તમે કોઈ ભૂલ ન કરો.

કાળું જીરું કદમાં નાનું હોય છે અને તેનો રંગ ઘેરો ભૂરા થી કાળા રંગનો હોય છે. જો કે, કાળું જીરું મળવું મુશ્કેલ છે અને ઘણીવાર લોકો ભૂલથી કલોંજી ખરીદી લે છે. જો તમને બજારમાં તમને મળતું નથી તો તમે તેને ઑનલાઇન પણ ખરીદી શકો છો.

જ્યારે પણ તમે જીરું ખરીદવા જાવ ત્યારે હંમેશા આખું જીરું ખરીદવાનો પ્રયત્ન કરો, ક્યારેય બજારમાંથી પાવડર ના ખરીદો, જો તમે તેને રાંધતી વખતે પાઉડર કરીને ઉમેરવા માંગતા હોય તો તમે પાવડર ઘરે પણ કરી શકો છો, તેથી તેને હંમેશા આખું જ ખરીદો.

જીરું કેવી રીતે સ્ટોર કરવું ? જ્યારે જીરુંને સ્ટોર કરવાની વાત આવે તો તેના માટે હવાચુસ્ત કન્ટેનર પસંદ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જયારે તેને એરટાઈટ કન્ટેનરમાં અને તેને ઠંડી, અંધારામાં રાખવાથી તેની શેલ્ફ લાઇફ વધે છે.

જીરા પાવડરને બદલે આખા જીરાને સ્ટોર કરવું વધારે સારું માનવમાં આવે છે. એનું કારણ એ છે કે કોઈપણ આખા મસાલા લગભગ એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે અને મસાલા પાવડર લગભગ ત્રણ મહિના પછી તેની સુગંધ અને સ્વાદ ગુમાવે છે. તેથી તમે તેને રાંધવાની થોડી વાર પહેલાં પાવડર બનાવી લો, તેનો સ્વાદ વધુ સારો રહેશે.

રાંધવા માટે જીરુંનો ટિપ્સ : જીરુંને સામાન્ય રીતે ત્રણ રીતે રસોઈમાં ઉપયોગમાં લઇ શકાય છે. પહેલો, ખાવામાં જીરાનો સ્વાદ ઉમેરવા માટે ગરમ તેલમાં જીરાને તળી લો. ભારતીય રસોઈમાં જીરું આ રીતે રાંધવામાં આવે છે. જીરાને રાંધતા પહેલા ખાતરી કરો કે તેલ ગરમ છે. રાંધ્યા પછી તે બ્રાઉન થઈ જશે અને તેની અદ્ભુત સુગંધ આવશે.

બીજી રીત, સૌપ્રથમ એક પેનમાં જીરાને શેકો. તેનાથી તેનો ટેસ્ટ સારો આવશે. જો કે શેકતી વખતે હલાવતા રહો જેથી કરીને તે બળી ન જાય. જીરું શેક્યા પછી તેનો રંગ થોડો બદલાઈ જશે, પરંતુ તે કાળું ના થાય ત્યાં સુધી રાહ ન જુઓ. તમે તેને સલાડ અથવા સૂપમાં ઉપરથી ઉમેરી શકો છો.

ત્રીજી રીત, જીરુંનો પાવડર બનાવીને ઉપયોગ કરવો. આ માટે પેન પર શેક્યા પછી તેને પીસીને પાવડર બનાવી લો. તમે તમારી પસંદગી મુજબ તેનો પાવડર બનાવી શકો છો. જો કે, એકસાથે વધારે માત્રામાં ના શેકો, થોડી માત્રામાં દાણાને શેકી લો અને પીસી લો.

જો તમને પણ આ લેખ પસંદ આવ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ અને યોગા સબંધિત માહિતી મળતી રહેશે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા