હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાટણ ની ફેમસ મીઠાઈ દેવડા(Devda) જેને મીઠાં સાટા(Sata) પણ કહેવામાં આવે છે. આ દેવડા બનાવામાં સરળ અને તેને ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો પાટણ ના દેવડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇલો.
સામગ્રી:
- ૧ કપ મેદાનો લોટ
- ૩ ચમચી ઘી
- કુકિંગ સોડા
- પાણી
- તેલ
ચાસણી માટે
- ૧ કપ ખાંડ
- પાણી
- પિસ્તા
બનાવાની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાના લોટ ને ચાળી તેમાં મોણ માટે ઘી એડ કરો. હવે થોડાં કુકીંગ સોડા એડ કરો. કૂકીઝ સોડા વધારે એડ નાં થઈ જાય તેનું ઘ્યાન રાખવું. હવે બધું મિક્ષ કરી લો. હવે થોડું થોડું પાણી એડ કરતા જાઓ અને રોટલી થી કઠણ લોટ બાંધી લો. ૨-૩ ચમચી પાણીમાં તમારો લોટ તૈયાર થઇ જશે. લોટ પાતળો નાં થઈ જાય તેનું ઘ્યાન રાખવું. ૧૫-૨૦ મિનિટ સુધી લોટને રહેવા દો.
૧૦-૨૦ મિનિટ પછી લોટ મશરી તેના રોટલી જેવા નાના લુવા બનાવી લો. તમારે જે માપના સાટા જોઇતા હોય એ માપના લુઆ બનાવી લો. હવે તેને ચપ્પાની મદદ થી હોલ પડી દો. લુઆ બનાવતાં સમયે ઘ્યાન રાખો કે લુઆ માં ક્યાંય ક્રેક નાં રહે, જો ક્રેક હસે તો તળતા સમયે ફૂલી જશે.
હવે એક પેન માં તેલ લઇ તેને ગરમ કરવા મુકો. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં સાટા એડ કરો. સાટા એS કર્યા પછી તેને ૫ મિનિટ સુધી એટલે કે જ્યાં સુધી જાતે ઉપર તેલ માં નાં આવે ત્યાં સુઘી એમજ રહેવા દો. ૫ મિનિટ પછી તમે બીજી બાજુ સાટા ને ફેરવી દો. ટોટલ તમારે ૧૫ મિનિટ જેટલો સમય લાગશે. હવે સાટા ને એક પ્લેટ માં લઈ લો. આ આપડા મોળા સાટા તૈયાર થઇ ગયા છે. હવે આપડે ચાસણી તૈયાર કરવાની છે.
હવે એક થાળી લો. તેને ઘી વડે ગ્રિશ કરીલો. એક પેન લો તેમાં ખાંડ એડ કરો. હવે તેમાં થોડું પાણી એડ કરીને હલાવો. અહિયાં તમારે ૨ તાળ ની ચાસણી તૈયાર કરવાની છે.(જાડી ગાટી). લગભગ ૫ મિનિટ જેટલો સમય લાગશે અને ચાસણી પેનની આજુબાજુ ચોટવા લાગશે. ચાસણી તૈયાર થઇ જાય પછી ગેસ ને બંધ કરી દો
હવે સાટા ને ચાસણી માં એડ કરી દો. બરાબર સાટા ને ચાસણી મા મિક્ષ કરી લો. હવે સાટા ને બહાર કાઢી જે ઘી વાળી ગ્રીસ કરેલી પ્લેટ હતી તેમાં એડ કરો. હવે ત્યાં સાટા પર થોડી ચાસણી એડ કરો. આમ બધા સાટા ને ચાસણી ની મદદ થી કોટ કરી લો. આ પ્રોસેસ તમારે થોડી જલદી કરવાની છે કારણ કે પછી ચાસણી જામવા લાગશે. આમ બધા સાટા ને સારી રીતે કોટ કરી લો.
૫ મીનીટ માં બધી સાટા પર રહેલી ચાસણી જામવા લાગશે. ચાસણી જામ્યા પહેલા સાટા પર પિસ્તા એક કરો. તો તૈયાર છે તમારાં દેવડા. મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.