detox water recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુ ઘણી રીતે સારી પણ હોય છે અને ઘણી રીતે ખરાબ પણ હોય છે. આમાંનું સૌથી મોટું એક કારણ છે ઉનાળાની ઋતુમાં એક ડઝન બીમારીઓ આવવી. ખાસ કરીને આ ઋતુમાં પેટને લગતી ઘણી બીમારીઓ શરુ થઇ જાય છે. તેથી, આ ઋતુમાં તમારા આહાર પર વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

ખાસ કરીને આ સિઝનમાં વાસી ખોરાક, ચીકણું, જંક ફૂડ વગેરે ખાવાથી સ્વાસ્થ્યને વધુ નુકસાન થઇ શકે છે. પરંતુ આ બધામાં સૌથી વધુ અસર થાય છે તે લીવર પર થાય છે. જો આપણે સમયાંતરે લીવરને ડીટોક્સ નથી કરતા તો તેની સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. આ લેખમાં અમે તમને લીવરને ડિટોક્સ કરવા માટે એક ઘરેલું ઉપાય જણાવ્યો છે. તમે તેને ઘરે બનાવી શકો છો.

લીવર ડીટોક્સ વોટર રેસીપી માટે સામગ્રી : 1 લિટર પાણી, 5 તુલસીના પાન, 10 ફુદીનાના પાન, 1 લીલું સફરજન અને 1 ટેબલસ્પૂન ચિયા સીડ્સ

વિધિ : એક બોટલમાં ફ્રેશ પાણી લો. પાણી ફિલ્ટર કરેલું હોવું જોઈએ. જો તમને પાણીમાં કોઈ શંકા હોય તો પાણીને 1 વખત ઉકાળો અને તેને ઠંડુ કરો અને પછી તેનું સેવન કરો. હવે તમારે પાણીમાં તુલસી અને ફુદીનાના તાજા પાંદડા નાખવાના છે.

પછી સફરજનને નાના ટુકડાઓમાં કાપીને પાણીમાં નાખવાના છે. પછી છેલ્લે તમે પાણીમાં ચિયાના સીડ્સ નાખો અને 1 કલાક પછી તમે આ પાણીનું સેવન કરી શકો છો.

ડિટોક્સ વોટરના શું ફાયદા થશે : જો તમે દરરોજ ડિટોક્સ પાણીનું સેવન કરો છો તો તમને કબજિયાતની સમસ્યામાં રાહત મળી શકે છે. પરંતુ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખો કે ડિટોક્સ પાણી સિવાય, તમારે સામાન્ય પાણીનું પણ સેવન કરવું જોઈએ કારણ કે આખા દિવસમાં 2 લિટર પાણી પીવું જરૂરી છે.

જો તમને પેશાબ સંબંધિત કોઈ સમસ્યા હોય તો દરરોજ ડિટોક્સ પાણીનું સેવન કરવાથી પણ રાહત મળી શકે છે. ડિટોક્સ વોટર તમારા પેટમાં રહેલી તમામ ગંદકીને બહાર કાઢી નાખે છે, જેથી તમને પેટની સમસ્યા તમને થતી નથી. ડિટોક્સ વોટર તમારી ત્વચા અને વાળમાં ગ્લો અને ચમક લાવે છે.

ખાસ નોંધ – જો તમને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તેને ગંભીરતાથી લો અને ડોક્ટરની સલાહ લો અને યોગ્ય સારવાર જરૂર લો. તમે એક વિકલ્પ તરીકે આ ડિટોક્સ વોટર લઈ શકો છો. જો તમને પહેલેથી જ લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તેનો આ ઉકેલ નથી.

ઉપરાંત, જે લોકોને સફરજનથી એલર્જી હોય તેઓએ સફરજનના ડિટોક્સ પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમને આવી જ માહિતી મેળવવા અને વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમમાં ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા