આ એક દેશી શરબત પીવાથી થાય છે ઘણા ફાયદા. ઘરની બહાર જવાવાળા માટે ખાસ શરબત – deshi sarabat banavavani recipe

આ એક દેશી શરબત પીવાથી થાય છે ઘણા ફાયદા. ઘરની બહાર જવાવાળા માટે ખાસ શરબત - deshi sarabat banavavani recipe

એક એવો દેશી શરબત જેનાથી ગરમીમાં લૂ લાગવી, ચક્કર આવવા,  જાડાપણું, થાક, સાંધાનો દુખાવો, નબળાઇ વગેરે માટે આ દેશી શરબત ખુબજ લાભકારક છે. ઉનાળામાં લૂ લાગવી, નબળાઇ, ચક્કર થવાનું જોખમ હોય છે. જે વ્યક્તિ નોકરી માટે, અભ્યાસ કરવા માટે ઘરની બહાર જાય છે તેવા લોકો માટે આ શરબત ખુબજ લાભદાયી છે.

જે માણસ ઘરની બહાર આ શરબત પી ને જાય તો તેમને પાણીની તરસ નથી લાગતી, સાથે સાથે થાક, નબળાઈ,  સાંધાનો દુખાવો, સંધિવા અને માથાનો દુખાવો, સંધિવા, સાંધાનો દુખાવો,લોહીનું ખોટ વગેરે માં લાભો થાય છે. આ દેસી શરબત બનાવવા માટે એક વાટકીમાં ખાવાના ચણા લેવા. ચણાને ફોલી કાઢવા એટલે તેના ફોતરા કાઢી લેવા.

એક મિક્સર મા આ ચણા લઈને તેને ગ્રાઇન્ડ કરી લેવા. હવે એક ગ્લાસ માં ૨-૩ ચમચી ચમચી ગ્રાઇન્ડ કરેલા ચણા લેઇ તેમાં પાણી એડ કરો. પાણી થોડું જ એડ કરવાનુ છે. અહિયાં ચણા નો પાઉડર પેટ ને ઠંડું કરે છે. તેમાં ફાઈબર ભરપુર માત્રા મા હોવાથી તે પાચન ક્રિયા ને સ્વચ્છ કરે છે સાથે સાથે ગંદા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે.

મોંઢા પર કરચલી ને દુર કરે છે અને ત્વચા ને કોમળ જુવાન બનાવે છે. પેટ મા તાકાત ની જરૂર હોય, લોહીની ઉપણ હોય અને જાડાપણું હોય તેમાં પણ તે ઉપયોગી છે. આમાં આયર્ન, મેગ્નેશયમ, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે તરતજ શરીર ને શક્તિ આપવાનુ કામ કરે છે. લીવર ની તકલીફ ને દુર કરે છે.

હવે એક દોઢ ચમચી શેકેલા જીરાનો પાઉડર લઈ ગ્લાસ માં એડ કરો. જીરૂ પાચન ક્રિયાને સરળ બનાવે છે અને ગેસ જેથી બીમારીથી રક્ષણ આપે છે. જીરા ને એડ કરી સારી રીતે મિક્સ કરી લો. હવે ૮-૧૦ ફુદીના નાં પાન એડ કરો. તો અહિયાં દેશી શરબત બનીને તૈયાર થઇ ગઈ ગયો છે. આ શરબત લૂ સામે રક્ષણ આપે છે.

શરબત ને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમ અડધી ચમચી સંચળ પાઉડર એડ કરો. જો તમે ખાટો મીઠો શરબત પીવા માગતા હોય તો સંચળ પાઉડર એડ કરવો. જો તમે ગળ્યો શરબત પીવા માગતા હોય તો તેમાં ગોળ ને મિક્સ કરી દો. તો અહિયાં તમારો ખાટો મીઠો દેશી શરબત બનીને તૈયાર છે.

આ શરબત ક્યારે લેવો વધુ ગુણકારી છે, તો તમે સવારે આ શરબત નું સેવન કરો તો વધુ સારું. જ્યારે પણ તમે ઓફિસ માં કે ઘર ની બહાર કામ કરવા જાઓ છો ત્યારે આ શરબત ની સેવન કરવું જેથી તમને થાક નો અનુભવ થશે નહિ સાથે સાથે લૂ, શરીર માં લોહીની કમી, નબળાઈ, કમજોરી, થાકનો અનુભવ થશે નહિ. તમે બરફ નો ટુકડો પણ આ શરબત માં એડ કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.