આ કારણોથી જ દાંતમાં સડો થઈ જાય છે- મોંઘી દાંતની ટ્રિટમેન્ટ થી બચવા આજથી જ આટલું કરો

0
404
dant ma sado thavana upayo

આજે હું તમને જણાવીશ કે શું દાંતમાં સડો ફેલાઇ શકે છે? દાંતમાં કોઈપણ ગળ્યો પદાર્થ લાંબા સમય સુધી ચોટી રહે તો મોં માં રહેલા બેકટેરિયાને પોષણ પૂરું પાડે છે, જેનાથી દાંત માં સડો પેદા થાય છે અને સડો ખાડો પણ કરી શકે છે જેને કેવિટી કહેવામાં આવે છે.

દાંત માં બનતી કેવિટી માં ખાદ્ય પદાર્થ ભરાઈ રહેતો હોય છે જેથી થુંકનાં ભ્રમણને લીધે તે બીજા દાતમાં પણ તે અસર કરી શકે છે, જેથી જ્યારે પણ દાંતમા નાનો એવો પણ સડો જણાય તો તેને યોગ્ય તપાસ કરાવી જોઇયે. ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટર પાસેથી તેની સારવાર લેવી જોઈએ. આવું ન કરતા તે દાંતમાં અને બીજા દાંતમાં પણ સડો ફેલાય શકે છે.

dant ma sado thavana upayo

દાંતમાં સડો થવાના કારણો શું?

તો ગળ્યા પદાર્થનું સેવન કરવાથી અને રાત્રે બ્રશ કર્યા વગર સૂઇ જવાથી આ પ્રકારના પ્રૉબ્લેમ થઈ શકે છે. ગળ્યા પદાર્થો સેવન કરીને હંમેશા દાંત સાફ કરવા જોઈએ જેનાથી દાંતમાં સડો થશે નહીં અને આપણને રૂટ કેનાલ જેવી ટ્રીટમેન્ટ પણ આવશે નહીં.

જો દાંતમાં સડો થયો હોય તો તેની સારવારમાં શું લઈ શકાય છે?

જો દાંતમાં સડો થાય તો ફીલિંગ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને કેપ જેવી સારવાર. દાંત ના સડા નું ઉંડાણ જાણી યોગ્ય રીતે દાંત ના ડોક્ટર દ્વારા હાથ ધરવામાં આવે છે જેથી આપણા દાંત માં ટ્રીટમેન્ટ થઈ જાય તો સડા નું નિવારણ થઇ શકે છે.

dant ma sado thavana upayo

દાંતમાં સડો અટકાવવાના ઉપાય શું?

નિયમિત બે વાર બ્રશ કરવું જોઈએ. સવારે અને રાત્રે સૂતી વખતે. કંઈપણ ખાધા પછી વ્યવસ્થિત કોગળા કરવા જોઈએ. ગળપણ ખૂબ ઓછી માત્રામાં લેવું જોઈએ. વારંવાર ખાવાનું ટાળવું જોઈએ. સમયાંતરે જમવું જોઈએ. નિયમિત દાંતનું ડેન્ટિસ્ટ પાસે દર છ મહિને ચેક અપ કરાવવું જોઈએ તેને અવગણવું જોઈએ નહીં.

નાનો એવો સડો કે દુખાવો જણાય તો તરત દાંત ના ડોક્ટરનો સંપર્ક કરવો અને સારવાર જણાય તો તે પણ હાથ ધરવી જોઈએ. સારવારથી ડરવું જોઈએ નહીં. બાળકોમાં દર છ મહિને ટોપિકલ ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ કરાવતા રહેવું. તરુણવયે અને મોટી ઉંમરના લોકોએ ડેંટલ ફ્લોસર  અથવા વોટર ફ્લોસર વડે દાંતની વચ્ચે જગ્યા સાફ કરવી જોઈએ.

dant ma sado thavana upayo

દાંતની વચ્ચે જો જગ્યાઓ સાફ થશે તો દાંતમાં સડો થવાની શક્યતાઓ એકદમ ઘટી જાય છે. મિત્રો આ સરળ વસ્તુઓનું ધ્યાન રાખીશું, તો દાંતમાં સડો થશે નહીં અને દાંતમાં રૂટ કેનાલ, ટ્રીટમેન્ટ અથવા કેફ જેવી સારવાર આવશે જ નહીં, તેથી આપણા દાંત એકદમ સ્વસ્થ રહેશે અને દાંત પણ નિરોગી રહેશે.