dahi khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ માહિતીમાં આપણે દહીના પોષક તત્વો અને કયા લોકો માટે દહી ખૂબ જ ફાયદાકારક છે તે વિષે જોઈશું. દહના પોષક તત્વો વિશે વાત કરીએ તો દહીંમાં કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો તેમજ વિટામીન એ, વિટામીન બી વન, બી ટુ, વિટામિન સી અને પ્રોટીન સારા પ્રમાણમાં જોવા મળે છે.

સારી રીતે જામેલું અને સ્વાદમાં સહેજ મીઠાસ પડતુ દહીં ખાવા માટે શ્રેષ્ઠ છે. વધુ પડતું ખાટું દહીં ન ખાવું જોઈએ. હવે જાણીએ કયા લોકો માટે દહીં નું સેવન ખુબજ ગુણકારી છે તે જાણીએ.

જે લોકોને જમ્યા પછી ખોરાકનું પાચન બરાબર રીતે ન થતું હોય અને તેના કારણે અપચો, ગેસ કે પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે દહી દવા થી પણ વધારે ફાયદાકારક છે. આ માટે જામતી વખતે એક વાટકી દહીમાં ધાણાજીરુ અને ચપટી મરી પાઉડર ઉમેરીને ખાવાથી પાચન સારી રીતે થાય છે.

જેને શરીરમાં કેલ્શિયમની ખામી ને કારણે હાડકાં નબળા પડી ગયા હોય કે ઓસ્ટીઓપોરોસીસ ની ફરિયાદ હોઈ તેમણે એક વાટકી દહીમાં ઘઉંના દાણા જેટલો ખાવાનો ચૂનો મિક્ષ કરી સવારે આ દહીં ખાવું. પણ જેમને અવારનવાર પથરી થતી હોય તેમને ખાવાનો ચૂનો ઉમેરવો નહીં.

દહીંમાંથી કેલ્શિયમ સારા પ્રમાણમાં મળતું હોવાથી મોટી ઉંમરે હાડકાં નબળા પડતા અટકે છે. દહીમાં પ્રોટીન અને કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી બાળકોને દહીં આપવાથી તેનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે.

જેમને દુધનું પાચન બરાબર રીતે થતું ન હોય અને દૂધ પીવાથી ઝાડા થઈ જતા હોય કે વાયુની ફરિયાદ રહેતી હોય તેમણે દૂધના બદલે મોળું દહીં ખાવું. દહીં પચવામાં હળવું છે ,જેથી પાચન સારી રીતે થાય છે અને દૂધ ના બધા જ પોષક તત્વો દહીંમાંથી મળતા હોવાથી પોષક તત્વોની કમી રહેતી નથી.

દહીંમાં શરીર માટે ફાયદાકારક એવા લેપ્ટોબેસીલસ બેક્ટેરિયા રહેલા છે. જે લાંબી બીમારી દરમિયાન લેવાયેલી એન્ટીબાયોટિક દવાઓના નુકસાનથી શરીરને બચાવે છે. માટે જે લોકો એન્ટિબાયોટિક્સ દવાઓ લેતા હોય તેમના માટે દહીં નું સેવન આશીર્વાદ સમાન છે.

વળી તે આંતરડા માં રહેલા હાનીકારક બેક્ટેરિયાને દૂર કરી પાચનતંત્રને ક્રિયાશીલ બનાવે છે. દહીં આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરી આંતરડાની પોષક તત્વો નું શોષણ કરવાની ક્ષમતાને વધારે છે. સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખે છે અને રોગોથી બચાવે છે.

જેમની ત્વચા નિસ્તેજ કે સુખી છે તેવો જો તેનું સેવન કરે અને ત્વચા પર દહીં અને મધ લગાવે તો ત્વચા સુંદર અને મુલાયમ બને છે. જેમને માથામાં ખોડો હોય તેમણે એક વાટકી દહીં માં બે ચમચી મેથીનો પાઉડર મિક્સ કરી વાળમાં લગાડી 30 મિનિટ બાદ વાળ ધોઈ લેવા. અઠવાડિયે એક વખત આ રીતે લગાવવાથી ખોડો દૂર થઈ વાળની લંબાઈ વધે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા