જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ મોટા દેખાતા હોય તો આ ફેસ માસ્ક લગાવો, દસ વર્ષ નાના દેખાવા લાગશો

dahi kela face pack in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સ્ત્રીઓને હંમેશા સુંદર દેખાવું હોય છે. દરેક મહિલા સુંદર દેખાવા માટે, બજારમાંથી કેટલી બધી મેકઅપ પ્રોડક્ટ્સથી લઈને સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ઘણીવાર મહિલાઓ ટીવી પર જાહેરાતો જોઈને પણ બજારમાંથી ઘણી વસ્તુઓ ખરીદે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ પ્રોડક્ટમાં રહેલા રસાયણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં. બ્યુટી એક્સપર્ટ મુજબ, વૃદ્ધત્વના ચિન્હો ઘટાડવા માટે કેળા અને દહીંથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ કે કેળા અને દહીંથી ત્વચા માટે શું ફાયદા થાય છે.

કેળા અને દહીના ફાયદા : દહીં ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તેમાં પ્રોટીન, ઝિંક, કેલ્શિયમ જેવા જોવા મળતા તત્ત્વો ચહેરાની ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. તેમજ ચહેરાના છિદ્રોમાં કોઈપણ પ્રકારની ગંદકીને સાફ કરવામાં દહીં ખૂબ જ ફાયદાકારક છે.

કેળાનો ઉપયોગ ત્વચાને કડક બનાવવા માટે કરવામાં આવે છે. તેમજ કેળા ચહેરાની ત્વચાને સ્થિતિસ્થાપકતા આપવામાં મદદ કરે છે. કેળામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે, જે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચાને હાઇડ્રેટ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ફેસ માસ્ક બનાવવા માટે : 1 થી 2 કેળા, 5 થી 6 ટીપાં લીંબુનો રસ અને 2 ચમચી દહીં. સૌથી પહેલા 2 કેળાને મિક્સરમાં નાખીને મેશ કરો. આ પછી તમે તેમાં 2 ચમચી દહીં નાખો અને 5 થી 6 ટીપાં લીંબુનો રસ નાખો. ત્રણેયને સારી રીતે મિક્સ કરો.

હવે આ ફેસ પેકને બ્રશથી ચહેરા પર લગાવો. ધ્યાન રાખો કે તમે આ ફેસ પેકને આંખોથી દૂર રાખો.
તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. આ પછી, સ્વચ્છ પાણીથી ચહેરાને સારી રીતે ધોઈ લો. તમે આ અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત આ ઉપાય કરી શકો છો.

નિષ્ણાતો મુજબ. બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરીને આ ટિપ્સને અનુસરવાનો પ્રયાસ કરો અને તમારી પાસે ઘરે જે વસ્તુઓ છે તેનાથી તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. જો તમને જણાવવામાં આવેલી ટિપ્સ પસંદ આવી હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.