dahi chutney for samosa
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમારા ખોરાકને સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ બનાવવા માટેની ઘણી રીતો છે, પરંતુ ભારતમાં તો કોઈપણ ખોરાકમાં ભળી જતી ચટણી જ ખોરાકનો સ્વાદ વધારવા માટે સૌથી પ્રખ્યાત છે. ચટણી એક એવી વાનગી છે જે લગભગ દરેક ખોરાક સાથે ખાઈ શકાય છે. તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર બનાવી દે છે.

ચટણીની રસપ્રદની વાત એ છે કે ચટણી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ તેને બનાવવી પણ ખુબ સરળ છે. જો કે ચટણીના ઘણા પ્રકારની હોય છે પરંતુ આજે અમે તમને દહીંની ચટણી બનાવવાની રીત વિશે જણાવીશું જેને તમે સમોસા સાથે ખાઈને આનંદ માણી શકો છો.

સામગ્રી : 1 કપ દહીં, અડધો કપ કોથમીર, 3 લીલા મરચાં, 1/2 નાની ચમચી જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી લસણ

દહીંની ચટણી બનાવવની રીત : દહીંની ચટણી બનાવવા માટે સૌથી પહેલા તમે લીલી કોથમીરને સારી રીતે ધોઈ લો. આ પછી તમે લીલા મરચાં, લસણ, કોથમીર બીજી બધી સામગ્રીને મિક્સર નાખો. હવે આ સામગ્રીને સારી રીતે પીસી લો. જો તમે ઈચ્છો તો તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો.

જ્યારે મિશ્રણ સારી રીતે પીસીને તૈયાર થઇ જાય ત્યારે તેમાં દહીં ઉમેરીને બરાબર હલાવી લો. હવે તેમાં થોડું મીઠું નાખીને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો. તો તમારી સમોસા સાથે ખાઈ શકાય તેવી દહીંની ચટણી તૈયાર છે, હવે તમે તેને સમોસા, તંદૂરી ચિકન, પરાઠા સાથે ખાઈ કરી શકો છો.

અમને આશા છે કે તમને આ રેસિપી પસંદ આવી હશે અને જો તમે આવી જ બીજી અવનવી રેસિપિ અને કિચન ટિપ્સ ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો ચોક્કસપણે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને રસોઈ સબંધિત અલગ અલગ માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા