dabi sbaju suvana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે જાણીએ જ છીએ કે ઊંઘવું એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સૂવાથી આપણા શરીરનો થાક ઉતરી જાય છે સાથે જ મગજ ઝડપથી કામ કરવા લાગે છે. વિશેષજ્ઞોનું માનીએ તો સૂતી વખતે આપણે જે પણ પડખે સૂતાં હોઈએ છીએ તેનું આપણા શરીર પર ખૂબ પ્રભાવ પડે છે.

આપણે એક જ પડખે ઊંઘીએ તે શક્ય નથી. માણસ સૂતી વખતે આમ તેમ પડખે ફરે છે. કોઈ પણ માણસ સૌથી વધુ તે પડખે સૂવે છે જ્યાં તેને સૌથી વધુ આરામ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ડાબા પડખે સુવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે.

ઘણા લોકોને ખબર નથી હોતી કે સૂતી વખતે ડાબી તરફ પડખુ લેવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. ઘણી બીમારીઓ જેમ કે હૃદયના રોગો, પેટ સંબંધી ખરાબી, થાક અને અન્ય શારીરિક સમસ્યા ફક્ત ડાબા પડખે સુવાથી ઠીક થઈ જાય છે. ડાબા પડખે સુવાના ફાયદા જોઈએ.

1) હૃદયને સુરક્ષિત રાખે: આપણું હૃદય ડાબી બાજુ હોય છે અને જ્યારે આપણે ડાબે પડખે સુઈએ ત્યારે ગુરુત્વાકર્ષણની મદદથી હાર્ટ તરફ પ્રવાહીનું વહન ઘણી સરળતાથી થતું હોય છે. અને એમ થવાથી ઊંઘમાં હૃદય પર કામ કરવાના ભારમાં ઘટાડો થાય છે. માટે આપણું હૃદય સરખી રીતે કાર્ય કરી શકે છે અને તે સ્વસ્થ પણ રહે છે.

2) પાચનતંત્રને વ્યવસ્થિત સારું રહે: આપણે જયારે ડાબે પડખે સૂવે છે ત્યારે ગુરુત્વાકર્ષણની મદદથી જે ખોરાકના પહોંચ્યો હોય તે સરળતાથી નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જતો રહે છે અને જ્યારે સવારે ઊઠે ત્યારે ખૂબ જ ફ્રેશ ફીલ થાય છે. માટે શરીરનું પાચનતંત્ર સારી રીતે કાર્ય આપે છે.

3) નસકોરાથી છુટકારો: ડાબી બાજુ સૂવાથી નસકોરાની તકલીફ માં ફાયદો થાય છે અને એવું પણ બની શકે છે કે તમને આ તકલીફમાંથી હંમેશા માટે છુટકારો મળી શકે. જો ડાબા પડખે સુવામાં આવે તો જીભ અને ગળું ન્યુટોન પોઝિશનમાં રહે છે. જેથી શ્વાસ સરળતાથી લઈ શકાય છે.

4) બ્લડ સર્ક્યુલેશનમાં ફાયદાકારક: આપણા શરીરના લસિકા તંત્ર નો મહત્વનો ભાગ હોય તો તે છે સપલીન અને તે ડાબી બાજુ આવેલું હોય છે. સપલીન લસિકાની સાથે લોહીને પણ ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો ડાબે પડખે સુવામાં આવે તો ગુરુત્વાકર્ષણની મદદથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે.

5) ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયક: નિષ્ણાતોનું માનવું છે કે જો સગર્ભા મહિલાઓ ડાબા પડખે સૂવે તો તેમના માટે ખૂબ જ લાભદાયક છે કારણ કે આવી રીતે સૂવાથી તેમની પીઠ પર ભાર વધુ આવતો નથી અને ગર્ભાશય અને ભ્રુણ તરફ રક્તપ્રવાહમાં વધારો થાય છે. જો ડાબા પડખે સુવામાં આવે તો પ્લેસેન્ટા સુધી પોષક તત્વો ખૂબ જ સારી રીતે પહોંચી શકે છે.

6) ગરદન ના દુખાવા માં રાહત મળે: ડાબે પડખે સુવાથી ગરદનના દુખાવાની તકલીફ હોય છે તેમને પણ થોડાક અંશે રાહત થાય છે. 7) પીઠના દર્દમાં ફાયદો: ડાબે પડખે સૂવાનો એક ફાયદો એ પણ છે કે જે લોકોને પેટમાં દર્દ રહે છે તેમને ડાબે પડખે સુવાથી દર્દમાં રાહત મળે છે.

8) એસિડિટીમાં માં ફાયદાકારક: ડાબા પડખે સુવાની આદત થી એસિડિટી અને બળતરા જેવી તકલીફોમાં રાહત થાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા