આ રીતે તમારા ઘરે ગુજરાતનું સૌથી પ્રિય સ્ટ્રીટફૂડ દાબેલી બનાવવાની રીત | Dabeli recipe in gujarati

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જે રીતે આખા ભારતમાં ચાટ પાપડી, ટિક્કી, પકોડી અને સમોસા લોકપ્રિય છે, તેવી જ રીતે ગુજરાતમાં દાબેલી લોકપ્રિય છે. દાબેલી ગુજરાતનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. દાબેલી ખાવાથી તમને ખાટો, મીઠો, તીખો અને ખારો સ્વાદ મળી જશે, જો કે તે બર્ગર જેવું દેખાય છે પણ તેનો સ્વાદ દેશી અને મસાલેદાર હોય છે.

હવે જો તમે ગુજરાતમાં દાબેલી તો ખાધી જ હોય અથવા હવે તમને ઘરે ખાવાનું મન થાય છે તો હવે તમે તેને સરળતાથી તમારા ઘરે બનાવી શકો છો. દાબેલી બનાવવાની રેસિપી બનાવવા શું કરવું જોઈએ અને તેને બનાવવાની સાચી રીત શું છે. તો આજે અમે તમને આ દાબીલી રેસીપી વિષે જણાવી રહ્યા છે.

દાબેલી બનાવવા માટેની સામગ્રી : પાવ 8, માખણ 2 ચમચી, મીઠી ચટણી 4 ચમચી, લાલ અથવા લીલી ચટણી 4 ચમચી, મસાલા મગફળી થોડી, પાતળી સેવ કપ, કોથમીર ઝીણી સમારેલી, દાડમના દાણા અડધો કપ

દાબેલી મસાલો : કોથમીર 2 ચમચી, જીરું 1 ચમચી, લાલ મરચું ૧, તજ 1 ઇંચનો ટુકડો, લવિંગ 2, કાળા મરી 3-4

4

દાબેલી ભરણ : બટાકા 4, ટામેટા 2, લીલા મરચા ૧, આદુ 1 ઇંચ લાંબો ટુકડો, માખણ 1 ચમચી, તેલ 1 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ 1 ચપટી, હળદર પાવડર 1/4 ચમચી, ખાંડ 3/4 ચમચી (જો તમે ઇચ્છો તો), લીંબુનો રસ 1 ચમચી (જો તમે ઇચ્છો તો), મીઠું સ્વાદ અનુસાર

દાબેલી કેવી રીતે બનાવવી : બટાકાને છોલીને બાફી લો અને તેને ઝીણા કાપો. ટામેટાંને ધોઈને નાના ટુકડા કરી લો. આદુને છીણી લો અથવા પેસ્ટ બનાવો. લીલા મરચાને ઝીણા સમારી લો. હવે ભરણમાં મિક્સ કરવા માટે દાબેલી મસાલો બનાવી લઈએ.

દાબેલી મસાલો : લાલ મરચાને છોડીને બધા જ મસાલા ગરમ તવા પર રાખીને અને તેને આછા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો . શેકેલા મસાલાને ઠંડા કરો અને તેને ઝીણા પીસી લો. દાબેલીનો મસાલો તૈયાર છે. આ મસાલો દાબેલીનું સ્ટફિંગ બનાવતી વખતે ભેળવવામાં આવે છે.

દાબેલી ભરણ : એક કડાઈમાં માખણ અને તેલ ગરમ કરો, ગરમ માખણમાં હીંગ અને જીરું નાખો, જીરું હળવું શેકાઈ જાય પછી આદુ, લીલા મરચાં અને હળદર પાવડર ઉમેરો, થોડું ફ્રાય કરો, સમારેલા ટામેટાં ઉમેરો અને ટામેટાં મૈશ થાય ત્યાં સુધી પકાવો. બટાકા, મીઠું અને દાબેલી મસાલો ઉમેરો અને 3-4 મિનિટ સુધી હલાવતા રહો. દાબેલી સ્ટફિંગ તૈયાર થઇ ગયું છે, હવે એક બાઉલમાં સ્ટફિંગ કાઢીને રાખો.

દાબેલી બનાવવાની રીત : પાવને 2 બાજુઓથી એવી રીતે કાપો કે તે બાકીની 2 બાજુઓ જોડાયેલી રહે, હવે પેન ગરમ કરો, કટ પાવની ઉપર અને નીચે થોડું માખણ લગાવો અને પાવને બંને બાજુથી આછો ભુરો થાય ત્યાં સુધી શેકો.

હવે પાવનો કટ કરેલો ભાગને ખોલીને, ખુલ્લા ભાગની અંદર બંને બાજુ મીઠી અને લીલી ચટણી લગાવો, હવે ઉપર એક ચમચી દાબેલીનું મિશ્રણ મૂકો, નાની ચમચી શિંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 ચમચી દાડમના દાણા. દાબેલીને તમારા હાથથી દબાવીને બંધ કરી લો. તો તૈયાર છે મસાલેદાર દાબેલી, તાજી દાબેલી ગરમાગરમ સર્વ કરીને ખાઓ.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x