Cutlet recipe in gujarati (ગુજરાતી નાસ્તો બનાવવાની રીત) : કટલેટ એ એક ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે જે બહારથી કડક હોય છે અને અંદરથી નરમ હોય છે અને બટાટા અને ઘણી બધી લીલા શાકભાજીમાંથી બને છે. જ્યારે આ કટલેટને મસાલાવાળી ફુદીનાની ચટણી અથવા આમલીની ખાટા અને મીઠી ચટણી સાથે પીરસો ત્યારે ખાવા મા મજા આવી જાય છે. તે બાળકો માટે એક મહાન નાસ્તો છે અને બાળકો પણ તેને પસંદ કરે છે. તો ઘરે કટલેટ [Cutlet recipe in gujarati] કેવી રીતે બનાવવી તે જોઇ લઇએ.
સામગ્રી
- ૧ ચમચી તલ
- ૧ ચમચી ખાંડ
- ૧ ચમચી કોથમીર
- ૧ ચમચી ક્રસ કરેલા મરચા
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૧ ચમચી ધાણજીરૂ પાઉડર
- અડધી ચમચી લાલ મરચુ
- અડધું લીંબુ
- ૩ બટાકા બાફીને મેશ કરેલા
- મીઠું
- ૫ ફ્રેશ બ્રેડ
કટલેસ બનાવવાની રીત (Cutlet recipe in gujarati)
સૌ પ્રથમ બ્રેડ ને પાણી માં ડુબાડી અને એમાંથી પાણી નિચોરી લો. હવે બ્રેડ ને બટાકા સાથે મીક્સ કરી લો અને એમાં મીઠું, લીલાં મરચાં, આદુની પેસ્ટ, તલ, ખાંડ, કોથમીર, ધાણા જીરુ પાઉડર, હળદર,લાલ મરચું અને લીંબુ નો રસ બધું મિકસ કરીને માવો બનાવી લેવો.( માવો ચેક કરી લેવો તમારાં સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો.)
હવે હાથ થોડાં તેલવારા કરીને હાથ માં થોડો માવો માવો લઈ અને કટલેસ નાં મશીન નો ઉપયોગ કરીને કટલેશ ને સારો શેપ આપી દો. જ્યારે બધી કટકેશ ને શેપ આપવાનો પતિ જાય પછી તેલ ને ગરમ કરવા મુકો. હવે કટલેસ ને બ્રેડ ના ભુક્કામાં રગડીને તેલ માં તળી લો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કટલેસ ખાવામાં.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.