શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે અને આ પોષક તત્વો આપણા શરીરના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ લીલા શાકભાજી ખાવું જ જોઈએ, પરંતુ શાક બનાવ્યા પછી આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. તે જ સમયે, તમે તમારો ખોરાક કેવી રીતે બનાવો છો તે પણ મહત્વનું છે. કારણ કે આપણે બજારમાંથી પૌષ્ટિક વસ્તુઓ લાવીએ છીએ, પરંતુ જો તેને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તેના પોષક તત્વો નાશ પામે છે. ખાસ કરીને શાકભાજીને સારી રીતે રાંધવું પણ એટલું જ જરૂરી છે.
શાકભાજીને ખુબ જીણી કાપશો નહીં : ઘણી મહિલાઓ શાકભાજીને ખૂબ બારીક કાપી નાખે છે, તેથી તમે શાકભાજીને ખૂબ બારીક ન કાપો. જ્યારે તમે શાકભાજી બારીક કાપો છો ત્યારે હવાના સંપર્કમાં આવવાથી પોષક તત્વો નાશ પામે છે. આવી સ્થિતિમાં તમારે શાકભાજી બનાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ.
લાંબા સમય સુધી શાકભાજી રાંધશો નહીં : લોકો એવું માને છે કે વધારે રાંધવાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ખોરાકને ઉંચી આંચ પર રાંધો છો અથવા લાંબા સમય સુધી પકાવો છો તો શાકભાજીમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે.
શાકભાજીને પાણીને બદલે વરાળથી રાંધો : જો તમે ઇચ્છો તો શાકભાજી રાંધતી વખતે પાણીનો ઉપયોગ ઓછો કરો. શાકભાજીના પોષક તત્વોને જાળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ઓછા પાણીમાં બાફવું. એવા ઘણા પોષક તત્વો છે જે પાણીમાં ભળી જાય છે અને નાશ પામે છે. તેથી વધુ પાણી કે તેલનો ઉપયોગ કરવો ખોટું છે.
તેલનો ઉપયોગ ઓછો કરો : શાકભાજી રાંધતી વખતે તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કેટલાક લોકો શાકભાજી રાંધવા માટે વધુ પડતું તેલ વાપરે છે. આમ કરવાથી શાક સ્વાદિષ્ટ તો બને છે પરંતુ તેમાં રહેલા પોષક તત્વો ખતમ થઈ જાય છે.
ખાવાના સોડાનો ઉપયોગ ના કરો : તમારે કોશિશ કરવી જોઈએ કે ખાવાના સોડાનો ઉપયોગ ખોરાકમાં ન કરો. તમને જણાવી દઈએ કે ખાવાનો સોડા ઉમેરવાથી ખાવામાં રહેલું વિટામિન સી સંપૂર્ણ રીતે નાશ પામે છે.
હવે જો તમે પણ ગૃહિણી છો તો રસોઈ બનાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેથી ખોરાકમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.