cooking gas cylinder tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં સૌથી વધુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે કારણ કે મહિલાઓ લગભગ આખો દિવસ રસોડામાં કંઇક ને કંઇક રાંધતી જ હોય છે. તેથી સૌથી વધારે વપરાશ ગેસનો જ થાય છે. તેથી જ મહિલાઓ સિલિન્ડર પર વધારે ધ્યાન આપે છે કારણ કે તે ગેસને આખા મહિના સુધી ચલાવાનો પ્રયાસ કરે છે.

જોકે ઘણી વખત એવું બને છે કે સિલિન્ડરમાં ગેસ ઓછો હોય છે અને આપણું રસોઈનું કામ ખુબ જ વધારે હોય છે. ક્યારેક કોઈ કારણોસર અથવા સમયના અભાવે સિલિન્ડર સમયસર નથી પહોંચી શકતો. તેથી જો તમને લાગે કે તમારા સિલિન્ડરમાં ઓછો ગેસ બચ્યો છે, તો પણ તમે ઓછા સિલિન્ડર ગેસમાં ઘણું કામ કરી શકો છો.

કારણ કે આજે અમે તમારી સાથે કેટલાક એવા કુકિંગ હેક્સ જણાવીશું, જેને અપનાવીને તમે ઓછા ગેસમાં પણ સારી રસોઈ બનાવી શકો છો. ચાલો જાણીએ કઈ છે આ ટિપ્સ.

1) સૂકા વાસણનો ઉપયોગ કરો : જયારે ગેસ ઓછો હોય ત્યારે ભીના વાસણોનો ઉપયોગ ના કરશો. કારણ કે ભીના વાસણોમાં વધુ ગેસનો વપરાશ થાય છે. તેથી કંઈપણ રાંધતા પહેલા વાસણો સૂકવીને પછી જ તેને ગેસ પર રાખો.

2) ફ્રીજમાંથી વસ્તુઓ કાઢીને પછી ઉપયોગ કરો : તમે ફ્રોઝન દૂધ, શાકભાજી વગેરેને રંધાતા પહેલા ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા ફ્રીજમાંથી કાઢીને રૂમ ટેમ્પરેચર કરવું ખૂબ જરૂરી છે કારણ કે તેનાથી ગેસનો વપરાશ ઓછો થશે અને રસોઈ પણ જલ્દીથી રંધાઈ જશે.

3) યોગ્ય માત્રામાં પાણી ઉમેરો : જો તમે જરૂર કરતાં વધુ પાણી ઉમેરશો તો ગેસનો ઉપયોગ વધુ થશે અને જમવાનું પણ મોડું રંધાશે. એટલા માટે રસોઈ બનાવતી વખતે માપીને જ પાણી નાખો અને ધીમી આંચ પર ખોરાક રાંધો. આમ કરવાથી પાણી ઝડપથી બળી નહીં જાય અને રસોઈ પણ રંધાઈ જશે.

4) પ્રેશર કૂકરનો ઉપયોગ કરો : કોઈ પણ શાકભાજી, માંસ, ચિકન, કઠોળને બાફવાથી વધુ ગેસનો વપરાશ થાય છે, તેથી આવા શાકભાજી અથવા માંસને રાંધવા માટે તેને પહેલા માઇક્રોવેવમાં મૂકીને થોડી વાર કુક કરીને પછી પ્રેશર કૂકરનો ઉપયોગ કરો. સામાન્ય વસ્તુઓને બાફવા માટે કુકારનો જ ઉપયોગ કરો.

5) નોન-સ્ટીક પેનનો ઉપયોગ : જો ગેસની આંચ ઓછી બળી રહી છે અથવા સિલિન્ડરમાં ઓછો ગેસ હોય તો તમે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો કારણ કે આનાથી તમારો ખોરાક પરફેક્ટ બનશે અને ખોરાક બળશે પણ નહીં. આ સાથે સિલિન્ડર ગેસ પણ બચશે.

6) ખોરાકને વધારે ના રાંધશો : તમને જરૂર હોય તેટલું જ પકાવો કારણ કે જો તમે ખોરાકને વધુ રાંધશો તો ખોરાક પણ સમયસર નહીં બને અને ગેસનો વપરાશ પણ વધુ થશે. તેથી ખોરાકને રાંધવામાં સમય લાગે તેટલા સમય સુધી રાંધવાનો પ્રયાસ કરો.

7) થર્મોસ બોટલનો ઉપયોગ કરો : જો તમે ચા અથવા ગરમ પાણી વધુ પીવો છો તો તમે એક સમયે થર્મોસમાં ચા અથવા પાણીને ગરમ રાખી શકો છો. આ તમને વારંવાર પાણી ગરમ કરવાની ઝંઝટમાંથી પણ બચાવશે અને ગેસની પણ બચત થશે.

8) ગેસની આંચ ઓછી કરો : તમે રસોઈ બનાવતી વખતે ગેસ ઓછી આંચ પર રાખો,કારણ કે ઊંચી આંચ પર ખોરાક બળી જશે અથવા અંદરથી કાચો રહી જશે. તેને હંમેશા મધ્યમ આંચ પર રાંધવાનો પ્રયાસ કરો કારણ કે ઊંચી આંચ રાખવાથી ગેસનો વપરાશ વધુ થશે.

9) બર્નરને સાફ કરો : જો તમારો ગેસ ઓછો બળતો હોય તો તમારી રસોઈ બનાવવામાં લાંબો સમય લાગી શકે છે. તેથી ગેસ બર્નરને સારી રીતે સાફ કરીને પછી તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી થશે અને તમે સિલિન્ડરમાં ઓછા ગેસ હશે તો પણ આ ટિપ્સનો ઉપયોગ કરીને બચત કરી શકશો. તમે આવી જ રસોઈ ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જડોયેલ રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા