આજે તમણે જણાવીશું દરેક ચાટ નો સ્વાદ વધારતી, મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય અને બનાવવામાં ઝટપટ બની જતી કોથમીર ની ગ્રીન ચટણી, ખજુર ગોળની મીઠી ચટણી અને લીલા લસણ ની તિખી ચટણી જોઈશું. તો રેસિપી જોઈલો અને ગમે તો આગળ મિત્રો સાથે શેર કરજો.
મીઠી ચટણી માટે સામગ્રી –
- એક કપ આમલી
- એક કપ ખજુર
- અડધો કપ ગોળ
- એક ચમચી સંચળ
- એક શેકેલું જીરું પાવડર
- એક ચમચી લાલ મરચું પાવડર
- એક ચમચી સુકા આદુ પાવડર
મીઠી ચટણી બનાવવી:
એક પેનમાં 3 કપ પાણી એક કરી તેમાં ખજૂર, આમલી અને ગોળ ઉમેરો. બધી વસ્તુઓ મિક્સ કરી લગભગ ૧૫ મીનીટ સુધી થવા દો. એટલે કે જ્યાં સુધી આંબલી નરમ થાય ત્યાં સુધી. હવે મિશ્રણમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, સંચળ, આદુ પાવડર, અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
ગ્રીન ચટણી માટે
- એક કપ તાજી લીલી કોથમીર ના પાન
- અડધો કપ તાજા ફુદીનાના પાન
- આદુનો ટુકડો આદુ
- ૪- લસણ ની કરી
- ૨ નંગ લીલી મરચાં
- અડધી ચમચી શેકેલા જીરું પાવડર
- એક ચમચી લીંબુનો રસ
- અડધી ચમચી ચાટ મસાલા
- એક ચમચી સંચળ
- અડધી ચમચી ખાંડ
ગ્રીન ચટણી બનાવવી –
સૌ પ્રથમ કોથમીર અને ફુદીનાના પાન ને ધોઈ ને સાફ કરી તેમાંથી પાણી કાઢી લો.હવે એક મિક્સર બાઉલ માં કોથમીર અને ફુદીનાના નાં પાન, મરચાના ટુકડા, આદું, લસણ, જીરૂ પાઉડર, લીંબુ નો રસ, અડધી ચમચી સંચળ અને ખાંડ એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. અહિયા થોડુંક જ પાણી લઈને ગ્રાઇન્ડ કરવું. તો અહિયાં તમારી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી ને તમે બોટલ મા ભરીને રાખી શકો છો.
- ૬-૭ નંગ લાલ મરચા ( લાલ મરચું લઈ શકો)
- ૬-૭ લસણ
- અડધા લીંબુનો રસ
- આદુનો નાનો ટુકડો
- સ્વાદ પ્રમાણે મીઠું
લાલ તિખી ચટણી બનાવવી –
એક બાઉલમાં ૧૦-૧૨ સૂકા લાલ મરચાં( લાલ મરચું) લઈ તેમાં ગરમ પાણી એડ કરો હવે. બાઉલ ને બંધ કરી ૩૦ મીનીટ માટે મુકી પલાળી દો. હવે મિક્સર બાઉલ માં મરચા લઈ તેમા લસણ, મીઠું, આદુંનો ટુકડોએડ કરી ગ્રાઇન્ડ કરી લો. અહિયાં બાઉલમાં પાણી એડ કર્યાં વગર ગ્રાઇન્ડ કરી દેવું. હવે બનેલી ચટણી માં થોડું પાણી એડ કરી દો.તો અહિયાં તમારી તીખી લાલ ચટણી તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.