chorafali banavani rit gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઈશું એકદમ પરફેક્ટ ફૂલેલી અને ક્રિસ્પી ચોરાફળી બનાવવાની રીત. ચોરાફળી નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાવાની ખુબજ પસંદ કરે છે. ઘણા લોકો ચોરાફળીને ઘરે બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ બજાર જેવી ચોરાફળી ઘરે બનાવી શકતા નથી.

તમને જણાવી દઈએ એકદમ બજાર જેવી ચોરાફળી ઘરે બનાવવામાં ચોરાફળી નો લોટ કેવી રીતે બાંધવો એ ખુબ જ મહત્વનું છે. તો આજે અમે તમને કેટલીક સિક્રેટ ટિપ્સ અને ચોરાફળીનો લોટ કેવી રીતે બાંધવો એની સંપૂર્ણ રીત બતાવીશું. તો ચાલો જોઈલો ઘરેજ સરળ રીતે ચોરાફળી બનાવવાની રીત.

સામગ્રી: 200 ગ્રામ (2 કપ) ચણાનો લોટ, 1/2 કપ અડદ નો લોટ, 1/2 ચમચી કૂકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ, 1/4 કપ પાણી, ચોખાનો લોટ, સંચળ પાવડર, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર

ચોરાફળી બનાવવાની રીત: એક વાસણમાં ચણાનો લોટ અને અડદનો લોટ લઈ તેને સારી રીતે ચાળી લો. કણક બનાવવા માટે કૂકિંગ સોડા, તેલ અને થોડું થોડું પાણી ઉમેરો અને કણક બાંધી લો (કણક થોડી કઠણ બાંધવી).

તેને લગભગ એક કલાક સુધી રહેવા દો અને પછી તેને સારી રીતે ભેળવી દો. પ્લાસ્ટિકની બેગ (કોથળી) લો અને તેને તેલથી ગ્રીસ કરો અને બેગમાં કણક મૂકો. હવે તેને દસ્તા વડે 10 મિનિટ માટે ટીપી ને ભેળવી દો.

કણકને બે ભાગમાં વહેંચો અને તેને નળાકાર આકારમાં ફેરવો (લાંબો ગોળ રોલ તૈયાર કરવો). છરી વડે નાના અને સરખા ટુકડા કરો( લુવા બનાવવા). લુવાને લઇ અટામણ માટે થોડો ચોખાનો લોટ લઇ વેલણની મદદથી મધ્યમ કદની પુરી વણી લો. પૂરીને છરી વડે કટ કરો.

તેલ ગરમ કરી બધી ચોરાફરીને સારી રીતે તળી લો. સારા સ્વાદ માટે ચોરાફરી થોડી ગરમ હોય એટલે જ તેના પર થોડું લાલ મરચું પાવડર અને સંચળ પાવડર સ્પ્રેડ કરો. તો અહીંયા તમારી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચોરાફરી સર્વ કરવા માટે તૈયાર છે.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા