child tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી વખત માતાપિતા બાળકોને બોલાવે છે પરંતુ ન તો તેમને સામેથી કોઈ જવાબ મળે છે અને ન તો તેઓ જાતે જ ઉભા થઈને સામે આવે છે. ભલે તેઓ આપણાથી નજીક જ કેમ ના બેઠા હોય, પરંતુ તે વાત સાંભળે છે છતાં તેને અવગણે છે.

આવી સ્થિતિમાં ઘણા માતા-પિતાનું મગજ ગરમ થઇ જાય છે અને બાળકો પર ગુસ્સો કરે છે અને કેટલીકવાર તેઓ તેમના હાથ પણ ઉઠાવે છે. આ સ્થિતિમાં તમારું બાળક તમારી વિરુદ્ધ થવા લાગે છે. તે ધીમે ધીમે તમને માનસિક રીતે પોતાના દુશ્મન છો તે પ્રકારનું વર્તન કરવા લાગે છે.

કારણ કે બાળકને લાગે છે કે તમે તેની લાગણીઓને સમજી શકતા નથી અને તમે તેને ઠપકો આપી રહ્યા છો જેથી તે આગળથી તમારી વાત સાંભળે. જ્યાં એક તરફ બાળકનું વર્તન ખોટું છે ત્યાં તમે પણ બીજી ભૂલ કરી રહ્યા છો. પહેલા સમજો કે બાળક કેમ વાત સાંભળતું નથી અને પછી અહીંયા જણાવેલી ટીપ્સથી તમારે બાળકોને તમારી વાત સમજવો.

બાળક પ્રત્યે હંમેશા કડક વલણ ના અપનાવો : તમારું કડક વર્તન તમારા અને બાળક વચ્ચે ક્યાંક ને ક્યાંક અંતર પેદા કરે છે. જો તમે ઈચ્છો છો કે બાળક તમારી બધી વાત સાંભળે, તો પહેલા તેની સાથે પ્રેમથી 2 મીઠા શબ્દો બોલો અને તેને તમારી વાત પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરો. એમાં કોઈ શંકા નથી કે માતા-પિતા બાળકના શુભચિંતક છે અને તેમનાથી વધુ બાળકની કોઈ કાળજી કે ધ્યાન રાખતું નથી.

પરંતુ તેમ છતાં તમે તમારું કડક વલણ બદલો અને બાળકને પ્રેમથી બોલાવો અને તેને તમારી નજીક બેસાડીને વાત કહો અને સમજાવો. જેથી તે પોતાના મનની મૂંઝવણને ખુલ્લેઆમ જણાવવામાં ક્યારે અચકાશે નહીં. નહીંતર બાળક તમારી પાસે આવતાં પણ ગભરાશે.

નકારાત્મક ભાષાનો ઉપયોગ કરશો નહીં

દરેક સમયે રોકાવું, આ ખાઈશ ના, આ કામ ના કરીશ વેગેરે જેવા શબ્દો બાળકને માનસિક રીતે નબળા અને ચીડિયા બનાવે છે. જો તમારું વર્તન બાળકો સાથે આવું છે તો તેને આજે જ બદલી નાખો, કારણ કે તેના લીધે બાળકમાં આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે અને બાળક હંમેશા ડર અનુભવે છે.

તે કોઈપણ કામ કરતા પહેલા ડર અનુભવવા લાગશે અને તમે જયારે તેને બોલાવશો તો તેને લાગશે કે મેં હવે કંઈ ખોટું નથી કર્યું ને. આવી સ્થિતિમાં તે તમારી પાસે આવતા ખચકાશે. તેથી તેના માટે સારા શબ્દોનો ઉપયોગ કરો, તેને પ્રોત્સાહિત કરો અને તેને આગળ વધવામાં મદદ કરો.તું કરી શકે છે તેવા શબ્દો બોલો અને બીજા બાળકો સાથે સરખામણી ના કરો.

આ પણ વાંચો: બાળકોને તેમના બાળપણમાં આ 5 પાઠ શીખવાડો, ક્યારેય ખોટી સંગતમાં નહિ પડે તમારો લાડલો

બાળકોને પ્રોત્સાહિત કરો

બાળકોને વારંવાર ઠપકો આપવાને બદલે તેમના વખાણ કરો અને તેમના ગુણોને સમજીને તેમના ભવિષ્ય માટે મદદ કરો. માનો કે ના માનો, બાળકો આપણને રોજ કંઈક નવું શીખવે છે અને મદદ પણ કરતા હોય છે ત્યારે તેમને બદલામાં તેમનો આભાર કહો જેથી તેઓ તમને દરેક બાબતમાં મદદ કરતા રહે.

આ સિવાય તેમને માનસિક રીતે મજબૂત બનાવો અને પોતાનામાં વિશ્વાસ રાખવાનું શીખવો જેથી તેઓ મુશ્કેલીના સમયમાં ડરે નહીં અને તમારી સાથે દરેક વાત શેર કરે. જો તમે ખરેખર તેમના માર્ગદર્શક બનશો તો ચોક્કસ તે જીવનમાં સફળ થઇ શકશે. ભલે બાળક ખોટું છે કે સાચું. તે કામ કરે છે તેમાં ભૂલનો અહેસાસ કરાવો અને બાળકોને હંમેશા પ્રોત્સાહિત કરો.

દરરોજ થોડીવાર માટે બાળકો સાથે વાત જરૂર કરો

બાળકો સાથે વાતચીત કરવાના ઘણા બધા ફાયદા થાય છે. બાળકો મનથી નિષ્ઠાવાન હોય છે અને તેઓ તમારા મનની દરેક વાત કોઈપણ બીક વગર તમારી સાથે કરે છે. જો તમે તેમને સાંભળ્યા પહેલા તેને ઠપકો આપવાનું અથવા મારવાનું શરૂ કરશો તો બાળકો ડરી જશે અને તેઓ કંઈપણ કહેતા ગભરાશે.

તેથી તેમની સાથે વાત કરો અને મિત્રો સાથે અભ્યાસથી લઈને હોમવર્ક સુધીની મજાની વાતો સાંભળો, જેથી તે તમારામાં તેનો મિત્ર જોવા લાગશે. આવી સ્થિતિમાં બાળકો માતા-પિતાની કોઈપણ વાતની અવગણના કરતા નથી અને માતા-પિતાની દરેક વાતનું પાલન પણ કરે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા