ઘરે પરફેક્ટ ચાસણી બનાવવા માટે 5 ટિપ્સ અને 2 મહિના સુધી ખાંડની ચાસણીને સ્ટોર કરવાની રીત

gulab jamun chasni banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરે ખાંડની ચાસણી બનાવવી એ સરળ કામ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે મુશ્કેલ છે કારણ કે પરફેક્ટ ચાસણી બનાવવામાં લાંબો સમય લાગી શકે છે. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમના ગુલાબ જામુન બરાબર બન્યા નથી, ચાસણી વધારે પાતળી થઈ ગઈ છે, જલેબીમાં સારી રીતે મીઠાશ નથી આવી, શાહી ટુકડા ચાસણીને સારી રીતે શોષી શકતું નથી વગેરે.

જો તમે પહેલા કોઈ દિવસ ખાંડની ચાસણી નથી બનાવી અને તમે પણ તેને સારી રીતે બનાવવા માંગો છો, તો આજે અમે તમને મીઠી ચાસણી બનાવવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું.

1. કેટલી ખાંડ અને કેટલું પાણી લેવું? મોટાભાગના લોકો ખાંડની ચાસણી બનાવવામાં સૌથી મોટી ભૂલ એ કરે છે કે ખાંડ અને પાણીનું પ્રમાણ બરાબર ના રાખવું. જો તમે ગુલાબ જાંબુ જેવી કોઈપણ મીઠી વાનગી બનાવવા માટે ખાંડની ચાસણી બનાવવા જઈ રહ્યા છો, તો મહત્વનું છે કે તમે પાણી અને ખાંડનું પ્રમાણ સરખું રાખો અને પછી તેને એકવાર હલાવો અને 5-7 મિનિટ સુધી ઉકળવા દો.

અહિયાંથી જે સીરપ બનવાનું શરૂ થશે તે પરફેક્ટ ચાસણી હશે અને તેની કન્સીસ્ટન્સી પણ વધારે સારી હશે. હવે તમે અહીંથી જ અડધા તાર અથવા એક તારની ચાસણી બનાવીને તૈયાર કરી શકો છો. ધ્યાન રાખો કે આનાથી વધારે ઘટ્ટ ખાંડની ચાસણી રાખશો તો ગુલાબ જાંબુ સારી રીતે બનશે નહિ.

2. ચીક્કી બનાવવા માટે ચાસણી : જો તમે ઘરે ચિક્કી બનાવી રહ્યા છો તો તમારે ઘટ્ટ ચાસણીની જરૂર પડશે. ઘટ્ટ ચાસણી લાડુ અને ચિક્કી માટે સારી છે, પરંતુ તે બે તારની ચાસણી નથી હોતી, જે મોટાભાગના લોકો ઘણીવાર ભૂલ કરે છે. હકીકતમાં આ ચાસણી બે તારની ચાસણી કરતા પણ વધારે જાડી હોય છે.

તેની કન્સીસ્ટન્સી એવી હોવી જોઈએ કે, જ્યારે તેને પાણીમાં નાખતા જ કડક બોલ જેવું બની જાય. બે તારની ચાસણીને થોડીવાર વધારે ગરમ કરશો તો તેમાં આ કન્સીસ્ટન્સી આવી જશે અને આ સૌથી સારી ચાસણી હોય છે જેમાં માર્કેટ જેવી પરફેક્ટ ચિક્કી બને છે.

3. પાતળી ચાસણી : આ એક એવી ચાસણી હોય છે જે વધારે ઘટ્ટ નથી હોતી અને તે ગુલાબ જાંબુની ચાસણી કરતા પણ પાતળી હોય છે. જ્યાં સુધી ખાંડ સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી જ તે ખાંડ અને પાણીને ઉકાળીને બનાવવામાં આવે છે. તેને ગાજરનો હલવો, કાજુ કતરી, બુંદી લાડુ, મૈસુર પાક, કોકોનટ બરફી વગેરે જેવી મીઠાઈઓ બનાવવા માટે વપરાય છે .

4. ગોળની ચાસણી : ગોળની ચાસણી પણ આ જ રીતે બને છે પણ, ગોળમાં પાણીનો ઉપયોગ ઓછો કરવાનો હોય છે. તે 2:1 ના માપ સાથે બનાવી શકાય છે. ગોળની ચાસણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે ખાંડની ચાસણીની સરખામણીમાં વધારે કંસિસ્ટન્સી હોય છે. તેને હેલ્ધી પણ માનવામાં આવે છે.

5. ખાંડની ચાસણીને સ્ટોર કરવાની રીત : જો તમે ખાંડની ચાસણીને સારી રીતે સ્ટોર કરવા માંગતા હોય તો, તમે તેને ફ્રિજમાં હવાચુસ્ત કન્ટેનરમાં જ રાખો. એક તારવાળી ચાસણી ફ્રીજમાં ઓછામાં ઓછા 3 થી 4 અઠવાડિયા સુધી ચાલી શકે છે. તે જ જગ્યાએ જો તમે 2:1 એટલે કે (ખાંડ અને પાણી) ના માપ સાથે જાડી ચાસણી બનાવી હોય તો તેને 2 મહિના સુધી ફ્રિજમાં સારી રીતે સ્ટોર કરી શકાય છે.

ઠંડી પ્રક્રિયાથી બનેલી ખાંડની ચાસણી એટલે કે વગર ગરમીથી, બ્લેન્ડરની મદદથી ચાસણી બનાવવી, પાણી અને ખાંડ સમાન પ્રમાણમાં લેવું. તે 14 થી 15 દિવસથી વધારે સ્ટોર કરી શકાય નહિ.

જો તમે ચાસણીની બનાવવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સને જરૂરથી ધ્યાનમાં રાખો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.