વજન ઘટાડવા માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોય તો બનાવો આ મગની દાળ ચાટ


મગની દાળનો ઉપયોગ દરેકના ઘરમાં થાય છે. લોકો ક્યારેક તેને કઠોળના રૂપમાં તો ક્યારેક અંકુરિત કરીને તેમના આહારમાં ઘણી રીતે સામેલ કરે છે. તે બહુમુખી કઠોળ છે અને તે અનેક ગુણોથી પણ ભરપૂર છે.

શાકાહારીઓ માટે ઉચ્ચ પ્રોટીન વિકલ્પોમાંથી એક મગની દાળ છે. મગની દાળ પ્રોટીન, ફાઇબર અને એન્ટી ઈફ્લેમેટરી ગુણધર્મો સહિત સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. મગની દાળના ઘન ફાયદા છે પરંતુ સૌથી લોકપ્રિય ફાયદાઓમાંનો એક ગુણ છે વજન ઘટાડવાનો.

પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત હોવાથી મગની દાળ પચવામાં વધારે સમય લે છે. તે લાંબા સમય સુધી ફાઈબરને ભરપૂર રાખે છે, વધારે ભૂખ લાગતી નથી અને વજન ઘટાડે છે. તો ચાલો તમને જણાવીએ કે મગની દાળમાંથી બનેલી સ્વાદિષ્ટ ચાટની સરળ રેસિપી, તેને ખાવાથી તમારું વજન ઝડપથી ઓછું થવા લાગશે.

સામગ્રી : મગની દાળ 2 કપ, મીઠું સ્વાદ મુજબ , આદુ લસણની પેસ્ટ 1 થી 2 ચમચી, જરૂર મુજબ તેલ, ડુંગળી 1/2 કપ બારીક સમારેલી, લીલા કેપ્સીકમ 2 ચમચી સમારેલા, ટામેટા 1/4 કપ બારીક સમારેલા, કાચી કેરી 1/4 કપ બારીક સમારેલી, ગાજર 2 થી 3 ચમચી, કોથમીર બારીક સમારેલી અને લીંબુનો રસ 1 ચમચી

4

ચાટ બનાવવાની રીત : મગની દાળની ચાટ માટે સ્પ્રાઉટ્સ તૈયાર કરવા માટે, દાળને ઓછામાં ઓછા 5 થી 6 કલાક પલાળી રાખો અથવા તેને આખી રાત પાણીમાં પલાળી દો. પલાળેલી મગની દાળને કુકરમાં લગભગ 4 કપ પાણી નાખીને 2 થી 3 સીટી સુધી પકાવો.

હવે એક પેન લો અને તેમાં થોડું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલી દાળ, મીઠું, આદુ લસણની પેસ્ટ નાખીને એક મિનિટ માટે સાંતળો. હવે આ પેનમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, ઝીણી સમારેલી કેરી, બારીક સમારેલા કેપ્સીકમ અને ગાજર નાખીને સારી રીતે હલાવો.

હવે ગેસ બંધ કરો અને આ પેનને ગેસ પરથી ઉતારી લો અને એક બાઉલમાં કાઢી લો. હવે આ ચાટમાં ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. અહીંયા તમે તમારા સ્વાદ અનુસાર તેમાં ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે વજન ઓછું કરવા માટેની સ્પેશિયલ ચાટ. હવે ચાટને સર્વિંગ ડીશમાં નાખીને તેનો આંણદ માણો. જો તમને પણ આ રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડયેલા રહો.


રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા