how to store lemon for long time
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

લીંબુનું મહત્વ કેટલું છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ. 20 રૂપિયામાં મળતા લીંબુનો ભાવ હવે 300 ને પાર કરી ગયો છે અને આ ઉનાળામાં લીંબુનું શરબત પીવું એક સપનું બની ગયું છે.

મોંઘવારી તમારા રસોડામાં પણ પહોંચી ગઈ છે અને વિટામિન સી આપતા આ લીંબુ, હવે આપણા ખિસ્સા પર ભારે પડે છે. હવે આવા સમયે તે લોકો ખૂબ જ ખુશ થશે જેમના ઘરે લીંબુનું ઝાડ હશે. જો તમે ક્યાંકથી લીંબુ લાવ્યા હોવ તો પણ તેને સ્ટોર કરવું એક મોટી સમસ્યા છે.

લીંબુનું શરબત પીવામાં જેટલો સરસ લાગે છે તેટલો જ લીંબુને સ્ટોર કરવા માટે પણ મહેનત કરવી પડે છે. ઘણા લોકો તેને રૂમ ટેમ્પરેચર પર રાખે છે, જ્યારે ઘણા તેને સીધા ફ્રિજમાં મૂકી દે છે, પરંતુ એક અઠવાડિયા પછી, તેનો સ્વાદ અને રસ ઓછો થવા લાગે છે અને ધીમે ધીમે તે બગડવા લાગે છે.

પરંતુ જો આ મોંઘવારીના જમાનામાં લીંબુ પણ બગડવા લાગે તો ચોક્કસ તમને પણ ગમશે નહીં. તો ચાલો અમે તમને લીંબુને સ્ટોર કરવાની કેટલીક ટિપ્સ જણાવીએ, જેથી તમે પણ લીંબુને એક મહિનાથી વધારે સમય સુધી સાચવી શકો. લીંબુને કઈ ટિપ્સથી સ્ટોર કરવાનું છે, તે અમે તમને જણાવીશું, પરંતુ પહેલા તેને સ્ટોર કરવાની રીતો વિશે જાણીએ.

આખું લીંબુ – તમે કાપેલા વગરના આખા લીંબુને ઓરડાના તાપમાને અથવા ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. લીંબુના ટુકડા– આને ફ્રિજમાં સ્ટોર કરવું પડશે અને તમારે તેને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિક રેપ અથવા હવાચુસ્ત કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુનો રસ– તેને હંમેશા ફ્રિજમાં કાચના કન્ટેનરમાં જ રાખો. લીંબુના રસને બરફના ટુકડાના રૂપમાં પણ સ્ટોર કરી શકાય છે.

1 મહિના માટે લીંબુ કેવી રીતે સ્ટોર કરવા : હવે વાત કરીએ આખા લીંબુ વિશે. જો તમે લીંબુને એક મહિના માટે સ્ટોર કરવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે માત્ર એક ટિપ્સ પૂરતું હશે. લીંબુની સૌથી મોટી સમસ્યા એ છે કે જેમ જેમ તે સુકાઈ જાય છે, લીંબુનો રસ ઓછો થતો જાય છે અને સ્વાદ પણ ખરાબ થઇ જાય છે.

તેથી લીંબુને તાજા રાખવા માટે, તેને ખૂબ જ હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે અને આ કામ પાણી ખૂબ જ સરળતાથી કરશે. ફેમસ ફૂડ બ્લોગર plantyou એ આ ટિપ્સ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેથી કરીને તમે તેને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

લીંબુનો સ્ટોર કરવા માટે, ગ્લાસ અથવા પ્લાસ્ટિક એર ટાઇટ કન્ટેનર લો . તેમાં પાણી નાખી લીંબુને સ્ટોર કરોરો. લીંબુને સ્ટોર કરવાની આ પદ્ધતિ તેમને એક મહિના સુધી રસદાર રાખશે.

જો લીંબુ 3-4 મહિના માટે સ્ટોર કરવા માટે : હવે વાત કરીએ લીંબુને ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરવાની. ધારો કે તમે એક સાથે ઘણા બધા લીંબુ ખરીદ્યા છે અને પછી તેનું શું કરવું તે સમજાતું નથી, તો તમે તેને ફ્રિજ કરી શકો છો. આ માટે ઝિપ લોક બેગનો ઉપયોગ કરો.

આ માટે લીંબુને કોથળીમાં રાખો અને ફ્રીઝરમાં મૂકો અને કોથળીમાં નાનું કાણું કરો જેથી સીધી હવા લીંબુ પર ના પડે, પરંતુ હવાનો પ્રવાહ ચાલુ રહે. આ રીતે લીંબુ લાંબા સમય સુધી તાજા રહેશે. હવે જયારે પણ તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો પહેલા તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી લો અને તેને થોડીવાર માટે રૂમના તાપમાને રાખો, જેથી તે સોફ્ટ થઇ જાય અને પછી તેનો ઉપયોગ કરો.

આ રીતે તમે લીંબુની સ્લાઈસ(ટુકડા) સ્ટોર કરી શકો છો, પરંતુ તેમાંથી બીજ કાઢી લો અને તે સારું રહેશે કે પહેલા તેને ટ્રેમાં મૂકીને તેના પર કિચન ટિશ્યુ મૂકીને ફ્લેશ ફ્રીઝ કરો (અડધો કલાક પૂરતો હશે) અને પછી ઝિપ લોક બેગમાં મુકો. આ પણ 1 મહિના સુધી ચાલશે અને લીંબુ સુકાશે નહીં.

હવે જો તમે લીંબુનો રસ સ્ટોર કરવા માંગતા હોય તો, જે ટ્રેમાં તમે બરફ મુકો છો તેમાં લીંબુનો રસ ઉમેરી દો અને તેને ફ્રિજ કરી દો. હવે તે બરફના ટુકડાના રૂપમાં આવી જશે, હવે જયારે પણ તમારે ઉપયોગ કરવો છે તેના 15 મિનિટ પહેલા આઈસ ક્યુબને બહાર કાઢી લો.

તો હવે તમે જાણી ગયા હશો કે તમે લીંબુને સ્ટોર કરવા માટે કેવી રીતે અલગ-અલગ નુસખા અપનાવી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો આગળ મોકલજો. આવી જ વધારે ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા