chaas recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુમાં આપણે સૌથી મોટી એ સમસ્યાનો સામનો કરવો પડે છે કે આપણે થોડું તીખું, મસાલેદાર કે ઓઈલી ખોરાક ખાવાથી મુશ્કેલીમાં પડી જઈએ છીએ છે. ઉનાળામાં શરીરના અગ્નિ દોષ વધી જાય છે અને આવી સ્થિતિમાં એસિડિટી, બળતરા, પેટમાં દુખાવો, પાચનની સમસ્યામાં વધારો થાય છે.

ઉનાળાની ઋતુમાં આપણા શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો શરીરને ઠંડુ ન રાખવામાં આવે તો તેને ઘણી સમસ્યાઓ અને બીમારીઓ થઇ શકે છે. જ્યાં આયુર્વેદની વાત છે તો શરીરને ઠંડુ રાખવા માટે કેટલીક વસ્તુઓને ખાસ માનવામાં આવી છે.

આમાંથી એક છે છાશ, જેને ઉનાળામાં શ્રેષ્ઠ પીણું ગણાય છે. આમે અમે તમને આયુર્વેદિક મુજબ છાશ પીવાના શું ફાયદા છે તે પણ જણાવીશું અને સારી પાચનક્રિયા માટે છાશ કેવી રીતે પીવી તે પણ જણાવીશું.

ઉનાળામાં છાશ પીવી કેમ ફાયદાકારક છે? : ઉનાળામાં છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને આ સિવાય બીજા પણ ઘણા ફાયદાઓ છે, જાણો તેના શું ફાયદા છે. છાશથી બીમારીઓને દૂર રાખી શકાય છે.

તે પચવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ તીખો અને ખાટો છે જે કુદરતી રીતે ગરમ છે. તે શરીરના કફ અને વાત દોષને મેન્ટેન રાખવામાં મદદ કરે છે, જેનાથી પાચનની સમસ્યાઓ ઓછી થાય છે. તે જલન અને બળતરા જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.

તે પાચન સંબંધી સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરે છે. ગેસ્ટ્રિક અને આંતરડાની સમસ્યાઓ માટે પણ છાશ વરદાન સમાન છે. જો કોઈ વ્યક્તિને ભૂખ નથી લાગી રહી તો તેના માટે પણ છાશ સારી છે. જો કોઈને એનિમિયાની સમસ્યા છે તો તેના માટે પણ છાશ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઘરે છાશ કેવી રીતે બનાવવી? તમે બજારમાંથી છાશ લેવાને બદલે ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. આ માટે તમારે વધારે સામગ્રીની જરૂર પડશે નહીં. 1/4 કપ દહીં, 1 કપ પાણી, સ્વાદ માટે મીઠું, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, ફુદીના ના પત્તા, કોથમીર, સૂંઠ પાવડર (વૈકલ્પિક).

બજાર જેવી મસાલા છાશ ઘરે બનાવવાની રીત : અહીંયા બતાવવામાં આવેલી છાશની રેસિપી તમારી પાચનની સમસ્યા માટે ખૂબ જ સારી સાબિત થઈ શકે છે અને સાથે જ તે શરીરને થોડી ઠંડક પણ આપે છે. તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત.

સૌથી પહેલા એક મોટા વાસણમાં દહીં અને પાણી લો અને તેને સારી રીતે વલોવી લો જેથી પાતળું થઈ જાય. આ સામાન્ય છાશ બની ગઈ છે, હવે આપણે તેમાં બાકીની સામગ્રીને ઉમેરવાની છે. તેમાં બધી સામગ્રી નાખીને વલોવી લો અથવા હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરો. હવે ઉપરથી ફુદીનાના પાન અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

છાશ પીવાનો સારો સમય કયો છે, તો છાશ પીવાનો શ્રેષ્ઠ સમય લંચનો સમય છે. તમારા લંચને પચાવવામાં સરળતા રહે તે માટે તમે તેને ખાવાની સાથે પણ લઈ શકો છો. હવે શા માટે આપણે રાત્રે છાશ ન પીવી જોઈએ, કારણ કે રાત્રે છાશ પીવાથી કફ બનવાની સમસ્યા થઈ શકે છે.

છાશમાં જે પ્રમાણે સામગ્રી ઉપયોગમાં લેવાય છે તે શરીરમાં કફ બનાવે છે. દહીં તેની મુખ્ય સામગ્રી છે અને આયુર્વેદ મુજબ દહીંને રાત્રે ખાવાની પણ મનાઈ છે. આ રીતે છાશનો ઉપયોગ કરવામાં આવે તો સારું રહેશે. જો તમને છાશ પીવામાં તકલીફ થતી હોય અથવા પેટમાં બળતરા થતી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા