પરફેક્ટ માપ સાથે છાશ નો મસાલો બનાવવાની રીત | Chaas Masala Banavani Rit

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

એકદમ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે આ છાશ નો મસાલો (Chaas Masala) ઘરે કેવી રીતે બનાવો જેથી બજાર માં મળતા છાશ નાં મસાલા કરતાં પણ વધુ ટેસ્ટી લાગે. જો મસાલા માં માપસર મસાલા નાખીને બનાવામાં આવે તો એકદમ સરસ સ્વાદ આવે છે. તો આજે આ મસાલા કેટલા પ્રમાણ માં લેવા તે જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.

Chaas Masala

સામગ્રી

  • ૫૦ ગ્રામ જીરૂ
  • ૨૫ ગ્રામ સિંધાલુણ મીઠુ
  • ૨૫ ગ્રામ રેગ્યુલર મીઠુ
  • ૨૫ ગ્રામ સંચળ
  • અડધો ટુકડો તજ
  • ૫-૬ લવિંગ
  • ૫-૬ કાળા મરી

છાશ નો મસાલો બનાવાની રીત:

4

Chaas Masala Banavani Rit

 

  • સૌ પ્રથમ એક પેન માં જીરાને ને ૨-૩ મિનિટ માટે રોસ્ટ કરી લો. જીરા નો કલર થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં તજ, લવિંગ અને કાળા મરી એડ કરો. ૨-૩ મીનીટ માટે ગેસ પર રાખી ગેસ બંધ કરી દો.
  • હવે એક મિક્સર બાઉલમાં બધુ ક્રશ કરી લો. અહિયાં મસાલાને થોડો કરકરો ક્રશ કરવાનો છે. મસાલો ક્રશ થઈ જાય પછી તેને એ ચારણી વડે ચાળી લો.
  • હવે એક પેન મા રેગ્યુલર મીઠુ લઈ તેને ડ્રાય રોસ્ટ કરી લો. હવે આ મીઠાં ને જીરા સાથે મિક્સ કરી લો. તેમાં સિંધાલુણ મીઠુ અને સંચળ ને મિક્સ કરી બધુ બરાબર મિક્સ કરી લો.

તો તૈયાર થઇ છાશ નો. મસાલો. જેને તમે ૧ વર્ષ સુધી વાપરી શકો છો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.


Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: