૧ છાશ મસાલા સાથે બનાવો ૩ અલગ અલગ મસાલા છાશ – Chaas Masala Banavani Rit

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઉનાળાની ગરમીમાં શરીર ને ઠંડક આપતી છાશ બનાવવાના છીએ. આજે તમને જણાવીશું કે ઘરે બનાવેલા ૧ છાશ મસાલાથી કેવી રીતે ૩ અલગ અલગ પ્રકાર ની છાશ બનાવી શકો છો. જો તમને અમારી આ છાશ રેસિપી ગમે તો આગળ મિત્રોને શેર કરજો.

છાશ નાં મસાલા માટે સામગ્રી:

 • ૩૦ ગ્રામ લીલા ધાણા
 • ૬૦ ગ્રામ જીરું
 • ૨૦ નંગ કાળાં મરી
 • ૧ તજ નો ટુકડો
 • ૮-૧૦ લવિંગ
 • ૨ મોટી ચમચી આમચૂર પાઉડર
 • ૨ ચમચી સુંઠ પાઉડર
 • ૫  મોટીચમચી મીઠું( શેકેલું લેવું – ૯૦ ગ્રામ)
 • ૧ ચમચી ફુદીનાનો પાઉડર
 • ૫ ચમચી સંચળ પાઉડર( ૬૦ ગ્રામ)
 • ૩ છાશ મસાલા માટે ઘરે જમાવેલુ દહી લેવું.

છાશ મસાલા બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેન માં લીલા ધાણા, જીરૂ, કાળા મરી, તજ અને લવિંગ નાખી ધીમા તાપે તેને શેકી લો. ૨-૩ મીનીટ સુધી શેકી તેમાંથી શેકાવાની સુગંધ આવે એટલે તેને નીચે ઉતારી ગેસ બંધ કરી લો થોડી વાર આ મસાલા ને ઠંડા થવા દો. હવે બનાવેલાં મસાલા ને પીસવા માટે એક મિક્સર બાઉલ માં ઠંડા થયેલા સુકા મસાલા, આમચૂર પાઉડર,  ફુદીનાનો પાઉડર, સુંઠ પાઉડર, સંચળ પાઉડર અને શેકેલું મીઠું એડ કરી ગ્રાઇન્ડ કરી લો. તો અહિયાં આપણ છાશ નો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે.

4
 • કાઠિયાવાડી સ્ટાઈલ તડકા છાશ માટે સામગ્રી:
 • ૨ કપ દહી
 • ૩ ચમચી છાશ મસાલો
 • ૨ ચમચી કોથમીર નાં પણ
 • ૨-૩ કપ પાણી
 • તડકો કરવા માટે:
 • ૧ ચમચી ઘી
 • અડધી ચમચી જીરૂ
 • લીમડાના પાન

કાઠિયાવાડી સ્ટાઈલ તડકા છાશ બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલ માં દહી, છાશ મસાલો, કોથમીર નાં પાન અને પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લો. હવે તડકા માટે ધીમા તાપે ગેસ પર ઘી, જીરૂ અને લીમડાના પાન નાખી વઘાર કરી લો. વઘાર કર્યાં પછી તરત જ તૈયાર થયેલા વઘાર ને છાશ માં એડ કરી લો. તો જીરા નાં સ્વાદ સાથે આપણી એકદમ ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી તડકા છાશ બનીને તૈયાર થઈ ગઈ છે.

 • સ્મોકી મસાલા છાશ માટે સામગ્રી:
 • ૨ કપ દહી
 • ૧૦-૧૨ ફુદીનાના પાન
 • ૩ ચમચી છાશ નો મસાલો
 • પાણી
 • એલ્યુમિનયમ થી ફોઈલ કરેલી વાટકી
 • અડધી ચમચી જીરૂ
 • ઘી
 • હીંગ

સ્મોકી મસાલા છાશ બનાવવાની રીત:  

એક મિક્સર બાઉલમાં દહી, ફુદીના નાં પાન, છાશ મસાલો નાખી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે તેને એક બાઉલ માં કાઢી તેમાં ૨-૩ કપ પાણી એડ કરો. અહિયાં ફુદીનાના સ્વાદ સાથે છાશ તૈયાર છે. હવે બાઉલમાં છાસ વચ્ચે એલ્યુમિનયમ થી ફોઈલ કરેલી વાટકી મુકો.

હવે તેમાં ધુંગાળ કરવા માટે એક કોલસાને ગેસ પર મૂકી ગરમ કરી લો. હવે આ ગરમ થયેલા કોલસાને છાશ પર રાખેલી વાટકીમાં એડ કરી કોલસા પર જીરૂ, હીંગ અને ઘી એડ કરી ફટાફટ બાઉલ ૨ મીનીટ ઢાંકી લો. ૨ મીનીટ સુધી ઢાંકી રાખી તેનુ ઢાંકણું ખોલી દો. તો અહિયાં તમારી સ્મોકી મસાલા છાસ બનીને તૈયાર છે.

ફુદીના કોથમીર મસાલા છાશ માટે સામગ્રી

 • ૧૦-૧૨ ફુદીનાના પાન
 • ૧૦-૧૨ કોથમીર નાં પાન
 • ૧ લીલા મરચાના ટુકડા
 • ૩ ચમચી છાશ મસાલા
 • ૨-૩ બરફના ટુકડા
 • અડધી કપ દહી
 • પાણી

ફુદીના કોથમીર મસાલા છાશ બનાવવાની રીત:  

એક મિક્સર બાઉલ મા ફુદીનાના પાન, કોથમીર નાં પાન, સમારેલા મરચાં, છાશ નો મસાલો, બરફના ટુકડાં અને દહી નાખી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં પાણી એડ કરો. હવે તેની પર છાશ નો મસાલો નાખો. તો અહિયાં તમારી ફુદીના – કોથમીર મસાલાછાશ બનીને તૈયાર થઈ ગઈ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: