શિમલા મરચાનું સ્વાદિષ્ટ અને ચટપટું શાક : Capsicum marcha nu shaak

0
492
Capsicum marcha nu shaak

આજે હું આપને બનાવીશું શિમલા મરચા શાક. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે અને બનાવા માં પણ ૮/૯ મિનિટ લાગે છે તો ચાલો જોઈ લઈએ.

બનાવાની રીત:

સૌ પ્રથમ એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો.  તેમાં ૧ કપ બેસન એડ કરો અને તેને ૪/૫ મિનિટ શેકી લેવાનુ છે. ગેસ ધીમો રાખવાનો છે. હવે જ્યારે બેસન સેકાઈ ત્યારે એમાં થી સ્મેલ આવવા લાગશે. હવે ગેસ બંધ કરીને એક વાસણ માં આ બેસન ને કાઢી લો.

Capsicum marcha nu shaak

હવે એજ કડાઈ માં ૩ મોટી ચમચી તેલ એડ કરો. તેલ ગરમ થઈ જાય એટલે ૧/૪ ટીસ્પૂન રાઇ એડ કરો. રાઇ ફૂટ્યા પછી અડધી ચમચી અજમો એડ કરીશું. આ શાક માં અજમાનો ફ્લેવર ખૂબ જ સારો આવતો હોય છે. હવે ચપટી હીંગ, અને તીખાશ માટે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું.

હવે છેલ્લે શિમલા મરચા ને એડ કરો. અડધી ચમચી હળદળ એડ કરો. મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી ધાણાજીરૂ પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો. (અમે અહિયાં લાલ મરચું લીધેલું નથી. તમારે જો એડ કરવું હોય તો આ ટાઈમે એડ કરી લેવું).

Capsicum marcha nu shaak

હવે સારી રીતે મિક્સ કરી લો. હવે મિક્સ કર્યાં પછી થોડું પાણી (૧/૪ કપ) એડ કરો. હવે એને ફરી થી મિક્સ કરી લો. હવે ૪ થી ૫ મીનીટ માટે કડાઈ ને ઢાંકી લો.

ત્યારબાદ શેકેલું બેસન હતું એને એડ કરી લો. હવે બરાબર મિક્સ કરી લો. બિલકુલ પાણી નાં દેખાય ત્યાં સુધી મિક્સ કરી લો. પછી ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી લઈશું અને લીંબૂ નો થોડો રસ ઉમેરી દઈશું. તો તૈયાર છે શિમલા મરચાં નું શાક.

Capsicum marcha nu shaak

ખૂબ જ ઓછા સમય માં બને છે. જો ત મે પણ બનાવો છો તો કોમેન્ટ માં જરૂર થી બતાવજો કે કેવું બન્યુ. મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા.