સિમલા મરચાનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. જો કે કેટલાક લોકો કેપ્સીકમ પસંદ નથી, પરંતુ જે લોકો ખાવાના શોખીન છે તે લોકો દરેક શાક અને સલાડમાં ચોક્કસથી ઉમેરે છે. લગભગ દરેક વ્યક્તિ કેપ્સિકમનો ઉપયોગ ખાસ કરીને ગ્રેવીવાળા શાકમાં કરે છે.
ઘણી વખત આપણે બજારમાં જઈએ છીએ ત્યારે કેપ્સિકમ સારા છે તે સમજીને ખરીદીએ છીએ, પરંતુ જ્યારે તમે ઘરે શાકમાં નાખવા માટે મરચાંને કાપીએ છીએ ત્યારે તે અંદરથી બરાબર નથી હોતું.
આ લેખમાં, અમે તમને કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે સરળતાથી તાજા અને સારા કેપ્સિકમ બજારમાંથી ખરીદી શકો છો.
મરચાની દાંડી તપાસો : તાજા અને સારા સિમલા મરચાને તપાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે મરચાની દાંડીને તપાસો. જો કેપ્સિકમની દાંડી ખૂબ સૂકી દેખાય છે તો તમે કહી શકો કે કેપ્સિકમ તાજું નથી.
જો કેપ્સીકમ એક દિવસ પહેલા છોડ પરથી તોડીને લાવવામાં આવે તો દાંડી તાજી હોય છે. ક્યારેક દુકાનદારો કેપ્સિકમને તાજું રાખવા માટે ઉપરની સૂકી દાંડીને કાપતા રહે છે. આવા કિસ્સામાં, તમારે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વેક્સ કોટિંગ ચેક કરો (મીણ) : કદાચ તમે જાણતા નહીં હોય, તો અમે તમને જણાવી દઈએ કે સફરજનને ચમકાવવા માટે તેના પર વેક્સ કોટિંગ કરવામાં આવે છે, તેવી જ રીતે કેપ્સિકમને ચમકાવવા માટે કેટલાક લોકો વેક્સ કોટિંગ કરે છે.
આવી સ્થિતિમાં, જ્યારે તમે કેપ્સિકમ ખરીદવા માટે કોઈ દુકાન પર પહોંચો છો તો એક કે બે વાર કેપ્સિકમ પર નખથી ઘસીને ચેક કરો. જો કેપ્સિકમ પર મીણનું કોટિંગ હોય તો તેને ખરીદશો નહીં. કેપ્સિકમ પર મીણથી પણ ઘણી વખત કોટિંગ કરવામાં આવતું હોય છે.
હાથથી દબાવીને ચેક કરો : સિમલા મરચું તાજું અને સારું છે કે નહીં તે માટે તમે તેને દબાવીને પણ ચેક કરી શકો છો. તાજા અને સારા કેપ્સીકમ હાર્ડ હોય છે. જો કેપ્સીકમને હાથથી દબાવવાથી વધુ પડતું દબાઈ જાય તો કેપ્સીકમ ઘણા દિવસો જુનું હોઈ શકે છે.
જો તમે કોઈપણ લીલા, લાલ કે પીળા કેપ્સિકમ ખરીદી રહ્યા છો તો તમારે તેને હાથથી દબાવીને એકવાર જરૂર તપાસવું જોઈએ. ક્યારેક લાલ કે પીળા કેપ્સીકમ બહારથી સારા દેખાય છે પરંતુ અંદરથી ખરાબ હોય છે.
તાજા અને સારા કેપ્સીકમ ખરીદવા માટે તમે બીજી ઘણી ટીપ્સ પણ ફોલો કરી શકો છો. જેમ- કેપ્સિકમ મરચું તેની સાઈઝ કરતા વધારે ભારે ન હોવું જોઈએ. જો કેપ્સિકમ પર કોઈ પણ પ્રકારનો સ્ક્રેચ હોય તો તેને ના ખરીદશો.
જો કેપ્સિકમ પર કોઈપણ પ્રકારના ડાઘ હોય તો તેને પણ ન ખરીદવું જોઈએ. તો આ હતી ટિપ્સ. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો, આવી જ વધુ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.