Kitchen Tips In Gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી ૫ કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ જાણતા નહિ હોય. આ ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો આ ૫ ટીપ્સ વિશે જાણી અને આગળ તમારે મિત્રો સુઘી આ માહિતી શેર કરવાનુ ભૂલતા નહિ.

1- ખાંડ માં કીડી- મકોડા ચઢવા:  ઘણી વાર આપને ખાંડ ને ડબ્બા માં ભરીને ભૂકી હોય અને બીજે દિવસે આપને જ્યારે ખાંડનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તેમાં કીડી- મકોડા જોવા મળતા હોય છે. તો જો તમારે પણ ખાંડ માં કીડી- મકોડા ચઢી જતા હોય તો ખાંડ માં થોડાં લવિંગ મુકી દેવાના. આ કરવાથી તમારી ખાંડ માં કીડી- મકોડા ચઢસે નહિ.

૨- કોફી જામી જવી:  જ્યારે કોફી લાવીએ છીએ અને તેને ખીલીએ  છીએ ત્યારે ઘણી વાર કોફી જામી જાય છે. તો કોફી જામી ન જાય તે માટે તેમાં થોડાં ચોખાના દાણા એડ કરી બરાબર મિક્સ કરી લો. આ કરવાથી કોફી જામી નહિ જાય.

૩- આંબલી ને સ્ટોર કેવી રીતે કરવી:  ઘણી વાર આપને બજારમાંથી આંબલી ઘણી વધારે લાવતા હોઈએ છીએ જેથી તે બગડી જતી હોય chge. તો તેના માટે આબલીમાં થોડું મીઠું એડ કરી કાચની બોટલ માં ભરી ને મુકી દો. જેથી આંબલી બગડે નહિ.

૪- મરચા શમાંરતી વખતે થતી આંખ મા બળતરા:  જ્યારે મરચા શમારતા હોય અને જો તે હાથ આંખ માં અડી જાય તો આંખમાં બહુ બળતરા થાય છે. તો આ બળતરા નાં થાય તેની માટે તમારે ઘી ને ચપ્પા પર અને હાથની બંને હથેળી મા લગાવો. આ કરવાથી મરચા. વાળા હાથ આંખમાં અડવાથી બળતરા નહિ થાય.

૫- લીંબૂ ને લાબો સમય સ્ટોર કરવાની રીત:  લીંબુ ને જો લાંબો સમય સુધી સ્ટોર કરવું હોય તો લીંબુ પર કોપરેલ તેલ લગાવી એર ટાઈટ કન્ટેનર માં રાખી મૂકો દો. આ લાંબુ તમારે લાંબી સમય સુઘી બગડશે નહિ.

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા