આપણા શરીરમાં કેલ્શિયમ સૌથી વધુ પ્રમાણમાં મળતું ખનિજ છે અને તે શરીરમાં હોવું પણ ખૂબ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે, શરીરના કુલ 90 ટકા ભાગનું કેલ્શિયમ કફ્ત હાડકા અને દાંતમાં જોવા મળે છે, જ્યારે બાકીના 10 ટકા લોહી, શરીરના તરલ પદાર્થ, નસો અને માંસપેશિયોની કોશિકાઓ વગેરેમાં હોય છે.
ખાસ કરીને હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું સેવન કરતો નથી અથવા શરીરમાં કેલ્શિયમનો અભાવ છે, તો આવી સ્થિતિમાં શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી, એટલે કે શરીર નબળું પડી જાય છે.
તેથી, આહાર દ્વારા તેની ઉણપને પૂરી કરવી જરૂરી છે. ચાલો આપણે જાણીએ કે આહારમાં કઈ ચીજોનો સમાવેશ કરવો જોઇએ, જેથી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ ના રહે.
કેલ્શિયમના ફાયદા શું છે: કેલ્શિયમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે હાડકાંને મજબૂત રાખે છે અને સ્નાયુઓનું સંકોચન ઘટાડે છે. આ સિવાય તે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં અને હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
કેલ્શિયમની ઉણપના નુકસાન શું છે: શરીરમાં કેલ્શિયમના અભાવને કારણે હાડકા અને દાંત નબળા થઈ જાય છે. આ સિવાય ઓસ્ટીયોપોરોસિસ અને હાડકાંના ફ્રેક્ચર થવાનું જોખમ પણ વધે છે. ડિપ્રેસન, અનિદ્રા, સ્નાયુ ખેંચાણ અને માસિક સ્રાવ દરમિયાન તીવ્ર પીડા પણ કેલ્શિયમની અછતને કારણે થઈ શકે છે.
કેલ્શિયમનાં સ્રોત શું છે: પાલક, બ્રોકોલી, ટામેટા, ગાજર ,સોયાબીન, સોયા દૂધ, પાંદડાવાળા શાકભાજી, ,તોફુ, બદામ, સંતરા, દૂધ અને દૂધની પ્રોડક્ટ
વધારે કેલ્શિયમથી નુકસાન : શરીરમાં વધારે કેલ્શિયમ હાનિકારક પણ સાબિત થઇ શકે છે. કેલ્શિયમ વધુ પ્રમાણમાં લેવાથી કિડનીની પથરી અને હ્રદયને લગતી બીમારીનું કારણ બની શકે છે.
જો કે ખોરાકથી આવા નુકસાન થવાની સંભાવના લગભગ નજીવી હોય છે પણ, વધુ માત્રામાં કેલ્શિયમની દવા લેવાથી આ નુકસાન થઈ શકે છે. તેથી કેલ્શિયમની દવા કોઈપણ સ્વરૂપમાં ડોક્ટરની સલાહ વિના ન લેવી જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.