cake recipe tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ, લગભગ દરેક ઉજવણીમાં પછી ભલે તે જન્મદિવસની પાર્ટી હોય કે એનીવર્શરી હોય કેક વગર બધું અધૂરું લાગે છે. જો તમને લાગે કે તમે કેક બનાવવાની રીત જાણતા હોય તો તમે કેક પરફેક્ટ બનાવી લેશો, તો તે સાચું નથી કારણ કે પરફેક્ટ કેક બનાવવી એ એક એવી કળા છે જેને માત્ર થોડા જ માસ્ટર લોકો જ કરી શકે છે.

તમે ઘરે જ કેક બનાવવાનું વિચારી રહ્યા છો પણ તમે હંમેશા ચિંતામાં રહો છો કે જ્યારે પણ તમે કેક બનાવો છો, ત્યારે તે સારી રીતે ફુલતી નથી? અથવા તે થોડા સમય પછી કઠણ થઇ જાય છે? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી

કારણ કે આ લેખમાં અમે તમને કેટલીક સરળ ટિપ્સ અને સામગ્રી જણાવી રહ્યા છીએ જે જો તમે અજમાવશો તો તમારી હોમમેઇડ કેકને પરફેક્ટ બનાવવામા મદદ કરશે. તો ચાલો જાણીએ તે શું સામગ્રી છે?

બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડર : બેકિંગ સોડા સોડિયમ બાયકાર્બોનેટમાંથી બને છે જે ભેજ અને ખાટા પદાર્થો સાથે રિયેક્ટ કરીને કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકાળે છે. જેના કારણે ખોરાકમાં પરપોટા થઇ થાય છે અને ખોરાક ફૂલેલો બને છે.

બેકિંગ સોડાને સક્રિય થવા માટે દહીં, છાશ વગેરે જેવા ખાટા પદાર્થોની જરૂર પડે છે. તેથી, તમારે યોગ્ય માત્રામાં બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ અને આ તમારી કેકને સ્પંજી (ફુલેલું) બનાવશે.

ઇનો : જો તમે ઇચ્છો કે તમારી કેક ફૂલે અને સોફ્ટ બને, તો આ ટિપ્સનો ઉપયોગ કરો. આ માટે જ્યારે પણ તમે કેક બનાવવા માટે બેટર તૈયાર કરો છો, ત્યારે તેમાં થોડો ઇનો ઉમેરો. આમ કરવાથી કેક સોફ્ટ થઈ શકે છે કારણ કે ઇનોમાં રહેલા ઘટકો કેકને સારી રીતે ફુલાવામાં મદદ કરે છે.

ઇંડા : જેમ આપણે બધા જાણીએ છીએ કે ઇંડા એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ આપણે રસોઈ માટે અને આપણી સુંદરતા માટે પણ કરીએ છીએ. તો કેકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઇંડા ખૂબ જરૂરી છે. એટલા માટે કેક બનાવતી વખતે ઇંડાનો ઉપયોગ જરૂરથી કરવો જ જોઇએ.

વેનીલા એસેન્સથી સોફ્ટ બનશે : જો તમે કેકમાં ઇંડા ઉમેરવા નથી માંગતા તો તમે વેનીલા એસેન્સનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ એક પદાર્થ છે જે કેકને ફુલાવી અને સોફ્ટ બનાવવા માટે કામ કરે છે. જ્યારે પણ તમે કેક બનાવો છો, ત્યારે તેમાં વેનીલા એસેન્સ ઉમેરવાનું ના ભૂલો. આ તમારી કેકને પરફેક્ટ બનાવશે સાથે આ સિવાય તમે થોડી માત્રામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો.

ફ્રેશ સામગ્રી પસંદ કરો : ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કેક માં બેકિંગ સોડા ઉમેર્યા પછી પણ કેક ફુલતી નથી. આનું કારણ એ છે કે કેટલીકવાર આપણે જૂની વસ્તુ ઉપયોગ કરીએ છીએ, જે વાસ્તવમાં કેકને સારી રીતે ફુલાવામાં મદદ નથી કરતું. તેથી, કેક બેક કરતી વખતે, તમારે ફક્ત ફ્રેશ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને, ધ્યાન રાખો કે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ફ્રેશ જ હોવા જોઈએ.

બીજી ટિપ્સ : કેક બનાવતી વખતે વારંવાર ઓવન ખોલીને ચેક ના કરો. આમ કરવાથી કેક સોફ્ટ નહીં થાય. પરફેક્ટ કેક બનાવવા માટે, ટીનનું કદ કે જેમાં તમે કેકનું મિશ્રણ રેડવાના છો તે પણ પરફેક્ટ જ હોવું જોઈએ. દાખલા તરીકે, જો તમે 1 કપ મૈંદાના લોટથી કેક બનાવી રહ્યા છો, તો 7 ઇંચનું ટીન લો.

જો તમે કેક બનાવી રહ્યા છો તો તમારે ઓવનમાં મૂકતા પહેલા તેને પહેલાથી ગરમ કરવું જોઈએ. આમ કરવાથી, જ્યારે તમે ઓવનમાં કેક મૂકો છો, ત્યારે તેના પર કોઈ અલગથી પરપોટા બનશે નહીં. કેક બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે પણ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છો તે રૂમ ટેમ્પરેચર પર હોવી જોઈએ. આ કેકને વધુ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનાવે છે.

ઇંડા, દૂધ અને માખણ અથવા તમે કેકમાં જે પણ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છો તે સામાન્ય તાપમાન પર હોવી જોઈએ. બેકિંગ કરવું ખૂબ સરળ છે. આ દરમિયાન, તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે બધી વસ્તુઓનું યોગ્ય રીતે માપ લો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા