આજના સમયમાં બાળકોથી લઈને પુખ્ત વયના લોકોને અવનવી રેસિપી ખૂબ જ પસંદ આવે છે. ઘણા બધા લોકો ઈટાલિયન, ચાઈનીઝ, પંજાબી, ફ્રેન્ચ, જાપાનીઝ વગેરે ખૂબ પ્રેમથી ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં આ બધી વાનગીઓમાં માખણનો ભરપૂર ઉપયોગ થાય છે.
કેટલીકવાર રેસિપીમાં માખણને ખોટી રીતે ઉમેરવામાં આવે તો પણ ખાવાનો સ્વાદ બગડી જાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને રેસિપીમાં ક્યારે માખણ ઉમેરવું જોઈએ અને ક્યારે નહીં તે વિષે જાણકરી નથી હોતી.
તો આવી સ્થિતિમાં જો તમે પણ તેના વિશે નથી જાણતા તો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, વાનગીઓમાં માખણનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને ક્યારે ના કરવો જોઈએ.
ગ્રેવીવાળા શાકમાં બટર ક્યારે ઉમેરવું? : ઘણા એવા લોકો છે કે જે ગ્રેવીનું શાક બનાવ્યા પછી નહીં પણ શરૂઆતમાં બટર ઉમેરે છે અને જેના કારણે ક્યારેક શાકનો સ્વાદ પણ બગડી જાય છે. તો આવી સ્થિતિમાં જો તમે બધી ગ્રેવીવાળુ શાક બનાવી રહ્યા હોય અને માખણ ઉમેરવાનું છે,તો તમારે તેને એકદમ છેલ્લે ઉમેરવું જોઈએ.
આમ કરવાથી માખણ ફાટશે નહીં અને તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે. ખાસ કરીને જો તમે બટર પનીર રેસીપી બનાવી રહયા હોય તો તેને અંતમાં જ બટર ઉમેરો. તમે પનીરને ગેસ પરથી ઉતાર્યા પછી માખણ ઉમેરી શકો છો.
બ્રેડમાં બટર ક્યારે નાખવું? ઘણી વખત તમે જોયું હશે અને એવું જોવા પણ મળે છે કે બ્રેડને શેકતા પહેલા તેના પર બટર લગાવવામાં આવે છે અને પછી તેને શેકીને જામ સાથે ખાવામાં આવે છે. ઘણા લોકો બ્રેડને શેક્યા પછી જ બ્રેડ પર બટર લગાવીને ખાય છે. તો સાચી રીત એ છે કે બ્રેડને શેક્યા પછી જ બટર લગાવવું જોઈએ.
કારણ કે જો બ્રેડમાં બટર લગાવીને પછી મશીનમાં શેકવાથી મશીન બગડી જાય છે અથવા તો જલ્દી ગંદુ પણ થઈ જાય છે. તો આ સ્થિતિમાં તમે બ્રેડને શેકી લો અને પછી માખણ લગાવીને ખાઓ. આમ કરવાથી બટર પણ સરળતાથી બ્રેડમાં ઉમેરવામાં આવે છે.
આ ધ્યાન રાખો : જો તમારે ભાતમાં બટર નો ઉપયોગ કરવો હોય તો ભાતમાંથી વધારાનું પાણી કાઢી નાખ્યા પછી જ બટર ઉમેરો. જો તમે કોઈપણ કૂકીઝ બનાવતા હોય અથવા કેકમાં બટરનો ઉપયોગ કરવા માંગતા હોય તો પછી બધી સામગ્રીને મિક્સ કર્યા પછી જ બટર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
તમે વાસણને ગ્રીસ કરવા માટે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે સૂપમાં બટર ઉમેરવા માંગતા હોય તો તમારે છેલ્લે જ માખણ ઉમેરવું જોઈએ. જો તમને આ જાણકરી પસંદ આવી હોય, તો તેને તમારા મિત્રો સુધી મોકલજો અને આવી જ બીજી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.