ઘરમાં આ ટિપ્સને અનુસરીને બનાવો પરફેક્ટ ગાજરનો હલવો, એકદમ ક્રીમી બનશે

Spread the love

હું માની જ નથી શકતો કે કોઈ કહી શકે કે તેમને ગાજરનો હલવો પસંદ નથી. ગાજરનો હલવો એક એવી મીઠાઈ છે જે આપણી શિયાળાની મજા બમણી કરી દે છે. જો રાત્રે જમ્યા પછી જો ગાજરનો હલવો મળી જાય તો એકદમ ઊંડી ઊંઘ આવે અને ગુજરાતમાં પણ ઘણા સ્થળોએ દુકાનદારો અને મીઠાઈની દુકાનોમાં ગાજરનો હલવો મળતો હોય છે.

લોકોને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ ;કરેલો હલવો કોને ના ભાવતો હોય. ભારતીય ઘરોમાં ખાસ કરીને શિયાળામાં ગાજરનો હલવો તો ખૂબ બનાવવામાં આવે છે. જો કે ઘણા લોકોને તેના સ્વાદમાં થોડો અભાવ જોવા મળતો હોય છે. શું તમે પરફેક્ટ ગાજરનો હલવો બનાવવાની રીત જાણો છો?

જો નથી જનતા તો કોઈ વાંધો નહીં, અમે તમારા માટેએવી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે પણ પરફેક્ટ હલવો બનાવતા શીખી જશો. તો ચાલો રાહ જોયા વગર જાણીએ કે પરફેક્ટ ગજરનો હલવો કેવી રીતે બનાવવો.

ગાજર પસંદગી આ રીતે કરો : જો તમે ગાજરનો હલવો બનાવવા જઈ રહયા છો તો વ્યાજબી છે કે ગાજર વગર તે બને જ નહીં. જયારે પણ તમે ગાજર પસંદ ખરીદવા જાઓ છો તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો હંમેશા ધ્યાનમાં રાખો, જેમ કે ગાજર ખૂબ જાડા ના ખરીદો અને ગાજર ખૂબ લાલ હોય એ જ ખરીદો.

4

આછા લાલ રંગના ગાજરનો સ્વાદ સારો નહીં આવે. ધ્યાન રાખો કે ગાજર લાંબા અને થોડા પાતળા હોય જ હોવા જોઈએ. આ સિવાય તેમની ટોચ પર લીલા પાંદડા હોય તો સારું. લીલા પાંદડા એટલે કે તે તાજા હોય.

કેટલીક ટિપ્સ : સૌથી પહેલા ગાજરને સારી રીતે સાફ કરીને પછી તેને છોલીને પીલરની મદદથી છીણી લો. પછી તેને સ્વચ્છ પેપર ટુવાલ પર મૂકીને સૂકવી દો. છીણી કરતી વખતે છીણીના જાડા ભાગનો ઉપયોગ કરો જેથી ગાજર સંપૂર્ણ રીતે પાકશે નહીં અને ખીચડી જેવું બનશે નહીં. ગાજરના હલવા માટે દૂધ હંમેશા ફુલ ક્રીમવાળું જ લો. આ હલવાનો સ્વાદ વધારશે અને હલવો મલાઈદાર બનાવશે.

આ ભૂલો બિલકુલ ના કરો : જો તમે માવા નો ઉપયોગ કરી રહયા હોય તો વધારે ખાંડ ના નાખો, તેનાથી હલવો ખૂબ જ ગળ્યો બનશે. ઘી ની બિલકુલ કંજુસી ના રો. ગાજરને સાંતળવા માટે પૂરતા પ્રમાણમાં ઘી લો.

ગાજરનો હલવો બનાવતી વખતે થોડી ધીરજ રાખો. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ થોડો વધારે સમય માંગી લે તેવી રેસીપી છે. ગાજરના હલવાને ત્યાં સુધી ફ્રાય કરો જ્યાં સુધી ગાજરનો રંગ ઑરેંજથી ડાર્ક ઓરેન્જ ના થાય.

ઉમેરો આ સ્પેશિયલ સામગ્રી : આ વાત તમને કોઈએ કહ્યું નહીં હોય. જ્યારે પણ તમે ગાજરનો હલવો બનાવો ત્યારે ગાજરને શેક્યા પછી તેમાં દૂધ ઉમેરતા પહેલા અડધી વાટકી મલાઈ ઉમેરો. આ હલવાના સ્વાદને વધારશે અને ગાજરનો હલવો એકદમ ક્રીમી બનશે.

ગાજરનો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી : અડધો કિલો ગાજર છીણેલું, 6 કપ દૂધ, કાજુ અને બદામ જીણા સમારેલા, ખાંડ 4 મોટી ચમચી, ઘી 3 મોટી ચમચી, ફ્રેશ અડધો કપ તાજી મલાઈ.

ગાજરનો હલવો બનાવવાની રીત : સૌથી પહેલા ગાજરને સારી રીતે ધોઈને તેને સૂકવી લો અને છીણી લો. હવે કૂકર અથવા ડીપ પેનમાં ઘીને ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં છીણેલું ગાજરને ઉમેરો અને ગાજરને ધીમી આંચ પર લગભગ 20 મિનિટ સુધી સાંતળો. ગાજરનો રંગ થોડો ઘાટો થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી પકાવો.

હવે ક્રીમ ઉમેરો અને થોડીવાર માટે તેને ફરીથી પકાવો. આ પછી છેલ્લે દૂધ ઉમેરો અને ગાજરનો હલવો ડરાય ના થાય ત્યાં સુધી પકાવો.
જ્યારે ગાજરનો હલવો થોડો ક્રીમી દેખાવા લાગે તો ગેસને બંધ કરી દો અને તેના ઉપર ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.

ઉપર જણાવેલી અમારી સરળ ટીપ્સને અનુસરીને તમે પણ સારો અને સ્વાદિષ્ટ ગાજરનો હલવો બનાવી શકો છો અને તમારા પરિવારને ખવડાવી શકો છો. જો તમને આ કેટલીક ટિપ્સ સાથે આ રેસિપી ગમી હોય તો, આવી જ બીજી રેસિપી અને કિચન ટિપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x